AnandToday
AnandToday
Friday, 23 Feb 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા.  24 ફેબ્રુઆરી : 24 February  
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે સેન્ટ્રલ એક્સાઇઝ ડે 

આજે 24 ફેબ્રુઆરી ભારતનો સેન્ટ્રલ એક્સાઇઝ ડે છે,જે દેશમાં 24 ફેબ્રુઆરી 1944ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટના અમલીકરણની યાદમાં ઉજવવામાં આવે છે.

* તામિલનાડુના મુખ્યમંત્રી રહેલા, દક્ષિણ ભારતની ફિલ્મોના અભિનેત્રી અને એઆઈએડીએમકેના મહિલા આગેવાન જે જયલલિતાનો જન્મ (1948)
તેઓ તામિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પાંચ વખત ચૂંટાઈ આવ્યા હતા અને 14 વર્ષ (1991-2016) શાસન કર્યું 
આ અગાઉ તેઓ રાજ્યસભામાં સભ્ય હતા 

* વન ડે ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ડબલ સેંચુરી ફટકારનાર સચિન તેંડુલકર પ્રથમ ખેલાડી બન્યા (2010)
વન ડે ક્રિકેટ શરૂ થયાના 39 વર્ષ અને 2931 વન ડે  મેચ બાદ આ સિધ્ધિ મળી છે 
આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકા સામે ગ્વાલિયર ખાતે રમાયેલ વન ડે મેચ દરમિયાન રચાયો

* એપલના સ્થાપક સભ્ય અને ચેરમેન તથા સીઈ ઓ રહેલા સ્ટીવ જોબ્સનો અમેરિકામાં જન્મ (1955)

* અમર ચિત્રકથાના સ્થાપક અનંત પાઈનું મુંબઈ ખાતે અવસાન  (2011)
તેઓ અંકલ પાઈ અને વૉલ્ટ ડિઝની ઓફ ઈન્ડિયા તરીકે પણ ઓળખાતા હતા

* 'પદ્મશ્રી'થી સન્માનિત બોલિવૂડ ફિલ્મોના એક સમયના સૌથી વધુ રકમ લેનાર અભિનેત્રી શ્રીદેવી (શ્રી અમ્મા યંગર ઐયપ્પન)નું દુબઈ ખાતે અવસાન (2018)
તેમનું રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું 
તેમની પ્રથમ હિન્દી ફિલ્મ જુલી છે અને તેમની અન્ય યાદગાર ફિલ્મોમાં સદમા, હિમ્મતવાલા, નાગીન, ચાલબાઝ, ખુદા ગવાહ, ચાંદની, મિ. ઈન્ડિયા, જુદાઈ વગેરે છે 

* બોલિવૂડ ફિલ્મોના ગીતકાર સમીર અંજાન (શિતલા પાંડે)નો વારાણસી ખાતે જન્મ (1958)
તેમના નામ ઉપર સૌથી વધુ ગીતો લખવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ (2016માં) નોંધાયો છે 
તેમની યાદગાર ફિલ્મોમાં તેરે નામ, ધડકન, આશિક બનાયા આપને, અંદાઝ, કુછ કુછ હોતા હે, રાજા હિન્દુસ્તાની, સાજન, દિલ, આશિકી વગેરે છે 
તેમના પિતા અંજાન પણ હિન્દી ફિલ્મોના ગીતકાર હતા

* વિખ્યાત પ્રવાસી યાત્રી અને વિદ્વાન લેખક ઈબ્ને બતૂતાનો આફ્રિકાના મોરક્કો ખાતે જન્મ (1304)

*  'પદ્મશ્રી'થી સન્માનિત બોલિવૂડ ફિલ્મોના નિર્માતા, દિગ્દર્શક, લેખક અને સંગીતકાર સંજય લીલા ભણસાલીનો મુંબઈ ખાતે જન્મ (1924)
તેમનું રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું 
તેમની યાદગાર ફિલ્મોમાં ખામોશી, હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, રામ લીલા, પદ્માવત્ વગેરે છે 

* હિન્દી ફિલ્મોના અભિનેતા જોય મુખરજીનો ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે જન્મ (1939)
તેમની યાદગાર ફિલ્મોમાં લવ ઈન ટોકિયો, લવ ઈન સિમલા, ફિર વોહી દિલ લાયા હુ વગેરે છે 
તેમના પિતા શષધર મુખરજી હિન્દી ફિલ્મ નિર્માતા હતા

* પદ્મ ભૂષણથી સન્માનિત બોલિવૂડ ફિલ્મોના પ્લેબેક સિંગર, અભિનેતા અને ગઝલ ગાયક તલત મહેમુદનો લખનઉ ખાતે જન્મ (1924)

* ભારતના મહિલા યોગા ટીચર વી. નાનેમલનો તામિલનાડુ ના કોઈમ્બતુર ખાતે જન્મ  (1920)

* ભરતનાટ્યમના ખૂબ જાણીતા ભારતીય નૃત્યાંગના રુકમણીદેવી અરુંડેલનો તામિલનાડુ ના ચેનૈઈ ખાતે અવસાન (1986)

* હિન્દી ફિલ્મોના અભિનેત્રી લલીતા પવાર નું અવસાન (1998)
તેમની યાદગાર ફિલ્મોમાં વગેરે છે 

*ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મોના અભિનેત્રી કામિની કૌશલનો લાહોર ખાતે જન્મ  (1927)
તેમની યાદગાર ફિલ્મોમાં નીચા નગર, બિરજ બહુ, ઝીદ્દી, શહીદ, શબનમ, આબરુ, આરઝૂ, બડે સરકાર, જેલર વગેરે છે 

* બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટનો મુંબઈ ખાતે  જન્મ (1970)
તેમના પિતા મહેશ ભટ્ટ હિન્દી ફિલ્મ નિર્માતા દિગ્દર્શક છે 

* બોલિવૂડ ફિલ્મોના  ગીતકાર નક્સલાલ પુરી (જશવંત રાય શર્મા)નો જન્મ (1928)

* એ. આર. રહેમાને ના સહાયક રહેલા બોલીવૂડના ગાયક અને સંગીતકાર નક્સ અઝીઝનો કર્ણાટકના મેંગલુરુ ખાતે જન્મ  (1985)

* હિન્દી અને મરાઠી ફિલ્મોના અભિનેત્રી શાંતા આપ્ટેનું મુંબઈ ખાતે અવસાન (1964)

* સુરતમાં જન્મેલ અને હિન્દી ફિલ્મોના સન્મુખ બાબુ ઉપાધ્યાયનું અવસાન (1998)

* મદ્રાસ રાજ્યનું નામ બદલીને તામિલનાડુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો (1961)


>>>> આપણે સહુ પ્રારબ્ધના પરિબળથી જોડાયેલા છીએ. માણસ હોય કે કોઇપણ પદાર્થ એનું ભાગ્ય અંકાયેલું જ હોય છે. એવું કહેવાય છે કે જીવ ગર્ભમાં હોય ત્યારે જ એના જીવનની મહત્વની ઘટનાઓનો ક્રમ નકકી થઈ જતો હોય છે. ધાર્મિક લોકો એને વિધાતાનો લેખ કહે છે. આધુનિક વિજ્ઞાન પણ આ વાત માને છે. કેટલીક વસ્તુઓ વારસાગત હોય છે. લાખ પ્રયત્નો કરો તો પણ એને રોકી ના શકાય. 

સંકલન : વિજય એમ. ઠક્કર