AnandToday
AnandToday
Thursday, 22 Feb 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 23 ફેબ્રુઆરી : 23 February  
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ગુજરાતી લોક ડાયરાના પ્રસિધ્ધ ગાયક કલાકાર કિર્તિદાન ગઢવીનો આજે જન્મદિવસ

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામમાં 23  ફેબ્રુઆરી 1975 ના રોજ કીર્તિદાન ગઢવીનો જન્મ થયો હતો. 12 ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બીકોમનો અભ્યાસ શરૂ કર્યો હતો અને બાદમાં વર્ષ 1995 માં વડોદરાની MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરર્ફોમિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લેવાનો નિર્ણય કર્યો હતો. અહીં રાજેશ કેલકર, ભરતભાઇ મહંત, ઈશ્વરભાઈ પંડિત અને દ્વારકાનાથજી ભોંસલે જેવા સંગીત તજજ્ઞો પાસેથી સંગીતના "સા , રે , ગ , મ , પ" શીખ્યા હતા. બાદમાં સિંહોર ખાતે ધોળકિયા મ્યુઝિક કોલેજમાં નોકરી સ્વીકારી હતી. આ દરમિયાન ભાવનગર ખાતે તેઓની મુલાકાત સ્વ. ઇશ્વરદાનભાઇ ગઢવી સાથે થઇ હતી અને બે વર્ષ સુધી તેઓની સાથે અલગ અલગ જગ્યા પર ડાયરાના કાર્યક્રમ કર્યા હતા. કીર્તિદાન ગઢવીએ વર્ષ 2003 માં સોનલબેન સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2006 માં તેઓ રાજકોટમાં સ્થાયી થયા હતા અને આ સમયે તેમનો મોટો પુત્ર કૃષ્ણ માત્ર 8 માસનો હતો. આમ છતાં સોનલબેને ઘરની બધી જવાબદારી ઉઠાવી કીર્તિદાન ગઢવીને સંગીત ક્ષેત્રે આગળ વધવા સંપૂર્ણ સહયોગ કર્યો હતો. 

* ભારતના સંગીતકાર એ આર રહેમાનનું ઓસ્કાર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું (2009)
આ સન્માન મેળવનાર તે પ્રથમ ભારતીય છે અને આ એવોર્ડ તેમને 'સ્લમડોગ મિલિયોનર' ફિલ્મના 'જય હો...' ગીત માટે મળ્યું છે 

* ભારતના મહાન જાદુગર પી. સી. (પ્રોતુલ ચંદ્ર) સરકારનો બાંગ્લાદેશમાં જન્મ (1913)

* દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ખેલાડી (90 ટેસ્ટ મેચ, 248 વન ડે અને 23 ટી-20 રમનાર) હર્ષેલ ગિબ્સનો જન્મ (1974)
તેમની સમગ્ર લાઈફ વિવાદમાં ઘેરાયેલી રહી છે, તેમાં ભારતમાં થયેલ મેચ ફિક્સિંગ મામલે 2000માં તેમણે એવી કબુલાત કરી હતી કે તેમને મુખ્ય આરોપી અને કેપ્ટન હેનસી ક્રોન્જ એ 20થી ઓછા રન કરવા માટે 15 હજાર ડોલરની ઓફર કરી હતી. આ કેસ બાદ 2007માં પાકિસ્તાનમાં તેના ખેલાડીઓ માટે અપશબ્દો બોલતાં 2 ટેસ્ટ મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં 2010માં તેમની અટકાયત થઈ હતી, 2006માં લગ્ન કર્યા અને 2007માં છૂટાછેડા લીધા. 
તે આઈપીએલની બે ટીમ માટે પણ રમ્યા છે 
વર્ષ 2002માં તેમણે સતત ત્રણ વન ડે માં 3 સદી ફટકારી હતી 
તે ક્રિકેટ ઉપરાંત રગ્બી અને ફૂટબોલના ખેલાડી પણ રહ્યા છે 

* અમેરિકાની કોર્ટમાં જજ શ્રી શ્રીનિવાસન (પદ્મનાભમ્ શ્રીકાંત શ્રીનિવાસન)નો ભારતમાં ચંદીગઢ ખાતે જન્મ (1967)

* ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ અને 32 વન ડે રમનાર) રમણ લાંબાનું બોલ વાગવાથી અવસાન (1998)
ત્રણ દિવસ અગાઉ ઢાકા ખાતે બાંગ્લાદેશ લિગ ક્રિકેટ મેચમાં ફિલ્ડીંગ દરમિયાન મેહરાબ હુસેન દ્રારા ફટકો મારતા કાન પાસે કપાળના ભાગમાં બોલ વાગ્યો હતો

* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી ભાગ્યશ્રી (શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન)નો મહારાષ્ટ્રના સાંગલી ખાતે જન્મ (1969)
તેમની પ્રથમ ફિલ્મ મૈને પ્યાર કિયા ખૂબ સફળ થઈ  અને આ ફિલ્મ માટે તેનું શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે 

* હિન્દી ફિલ્મોના અભિનેત્રી મધુબાલા (બેગમ મુમતાઝ જેહાન દહેલવી)નું મુંબઈ ખાતે 33 વર્ષની વયે અવસાન (1969)
તેમની યાદગાર ફિલ્મોમાં મુગલ-એ-આઝમ, નિલકમલ, દુલારી, બાદલ, બેકસુર, અમર, મહલ, ફાગુન, બરસાત કી રાત, ચલતી કા નામ ગાડી, હાવરા બ્રિજ વગેરે છે
તેમણે 3 ફિલ્મોનું નિર્માણ કર્યું હતું 
તેમણે કિશોર કુમાર સાથે વર્ષ 1960માં લગ્ન કર્યા હતા 

* હિન્દી ફિલ્મોના નિર્માતા - દિગ્દર્શક વિજય આનંદ (ગોલ્ડી)નું અવસાન (2004)

* ભારતીય મૂળના અમેરિકન અભિનેતા, કોમેડીયન, નિર્માતા દિગ્દર્શક અઝીઝ અંસારીનો અમેરિકામાં જન્મ (1983)

* હિન્દી સાહિત્યકાર અને ઓલ ઈન્ડિયા રેડિયો ના નાટ્યકાર અમૃતલાલ નાગરનું લખનઉ ખાતે અવસાન (1990)

* ટીવી અને ફિલ્મ અભિનેતા ઐયુબ ખાનનો જન્મ  (1969)

* ભારતના ફેશન ડિઝાઇનર સવ્યસાચી મુખરજીનો કોલકાતા ખાતે જન્મ (1974)

* ટીવી અને ફિલ્મ અભિનેતા કરણ સિંગ ગ્રોવરનો દિલ્હી ખાતે જન્મ (1982)

* હિન્દી અને અમેરિકન ફિલ્મોના લેખિકા, નિર્માતા દિગ્દર્શક મંજરી માખીજાનો મુંબઈ ખાતે જન્મ (1987)

* ટીવી અભિનેત્રી કૃતિકા દેસાઈનો મુંબઈ ખાતે જન્મ  (1968)
તેમણે અમજદ ખાનના ભાઈ અભિનેતા ઈમ્તિયાઝ ખાન સાથે લગ્ન કર્યા હતાં 

* રોટરી ઈન્ટરનેશનલની સ્થાપના કરવામાં આવી (1905)

* પૂ. જલારામ બાપાનો નિર્વાણ દિન (1881)
માનવતાવાદી ઉત્તમ જીવનનો આદર્શ એમણે મૂકયો, એમના વિચારો અને સદાવ્રત આજેપણ જીવંત છે, "ટુકડો ત્યાં હરિ ઢુકડો " એવો એકલીટીનો જીવનસાર એમણે આપ્યો, બે સદીથી ચાલી રહેલું વિરપુરનું સદાવ્રત એનો જીવંત પુરાવો છે, એમના વારસદારોએ પણ અન્નક્ષેત્રનો જયજયકાર આજ સુધી કર્યે જ રાખ્યો છે

>>>> કોઇપણ કામ કરવાનો એક ઉમંગ હોય છે અને એ આપોઆપ પ્રગટે છે. ઘણીવાર એને રીચાર્જ કરવો પડે છે. મોટાભાગે માણસ જે કંઇ કામ કરે છે એમાં એના મનની પ્રસન્નતા મહત્વનું પરિબળ છે. સરેરાશ માણસની પ્રસન્નતા - મુડ મોટા ભાગે કોઇ ભૌતિક પ્રાપ્તિ કે મનગમતી કોઇ વ્યકિત મળી જાય, કોઇ દુન્યવી સફળતા મળી જાય એમાં હોય છે. ઘણીવાર આપણને સામાન્ય લાગતી ઘટના ઉપર કોઈ માણસ દ્રવી ઉઠતો જોવા મળે છે. દરેક વ્યકિતનું પોતાનું એક ભાવવિશ્વ હોય છે. 

સંકલન : વિજય એમ. ઠક્કર