આણંદ ટુડે | ચાંગા
ચારૂસેટ યુનીવર્સીટી અને વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ (WWM), યુએસએના સંયુક્ત ઉપક્રમે 13-14 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ચારુસેટ કેમ્પસમાં વોટર અને વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ એક્સ્પો ઓન વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચારુસેટ યુનીવર્સીટીના યજમાનપદે આ કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સનું ઉદ્ઘાટન 13મી ફેબ્રુઆરીએ થયું હતું.
આ કોન્ફરન્સમાં યુએસએથી પધારેલા પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ તેમજ ચારુસેટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપપ્રાગટ્ય પ્રસંગે અન્ના મોલર (ઈલીનોઈસ સ્ટેટ રીપ્રેઝેન્ટેટીવ, યુએસએ), પેટ્રિશિયા ફીલેન (MWRD કમિશનર, યુએસએ), સેમ પપ્પુ (સીનીયર ઇલેક્ટ્રિક એન્જિનિયર, મેટ્રોપોલીટન વોટર રીકલેમેશન ડીસ્ટ્રીકટ ઓફ ગ્રેટર શિકાગો-MWRDGC, યુએસએ અને પ્રમુખ-WWM), ડૉ. પ્રકાશમ ટાટા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર-સેન્ટર ફોર ટ્રાન્સફોર્મેશન ઑફ વેસ્ટ ટેક્નોલોજી (CTWT), યુએસએ અને કો-ચેરમેન-WWM), શ્રી સંજય પટેલ (નિવૃત્ત પ્લાન્ટ મેનેજર, મેટ્રોપોલિટન વોટર રિક્લેમેશન ડિસ્ટ્રિક્ટ ઓફ ગ્રેટર શિકાગો (MWRDGC), યુએસએ), શ્રી ખાજા મોઇનુદ્દીન (સીનીયર સિવિલ એન્જિનિયર, મેટ્રોપોલિટન વોટર રિક્લેમેશન ડિસ્ટ્રિક્ટ ઓફ ગ્રેટર શિકાગો (MWRDGC), યુએસએ), માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFના સેક્રેટરી અને ચારુસેટના સ્થાપક પ્રોવોસ્ટ ડૉ. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યા હતા. ચારુસેટના રજિસ્ટ્રાર ડૉ. અતુલ પટેલ, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડો. વિજય ચૌધરી, CSPITના પ્રિન્સિપાલ ડો. તૃષિત ઉપાધ્યાય અને DEPSTARના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રોફેસર ડૉ. બંકિમ પટેલ દ્વારા 35 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને શાલ અને સ્ટેચ્યુ ઑફ યુનિટીનું સ્મૃતિચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉદ્ઘાટન સમારોહ પછી પેનલ ડિસ્કશન સહિત વિવિધ ચાર વિષયો પર અલગ અલગ ટ્રેકમાં સમાંતર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રેક 1 - વોટર ટ્રીટમેન્ટ ટેક્નોલોજી/વોટર રિસોર્સ મેનેજમેન્ટ, ટ્રેક 2 - સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ/IT-OT, ટ્રેક 3 - પાણીની ગુણવત્તા/ઊર્જા/શિક્ષણ અને પબ્લિક અવેરનેસ, ટ્રેક 4 - પાણીનો પુનઃઉપયોગ અને સર્ક્યુલરની અર્થવ્યવસ્થા/ ઇનોવેશન અને વ્યવસાયની તકોનો સમાવેશ થતો હતો.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ નિષ્ણાતો, એકેડેમીક અને ઉદ્યોગના પ્રતિનિધિઓ, ચારુસેટ યુનિવર્સિટી, બીવીએમ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિદ્યાનગર અને ધર્મસિંહ દેસાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, નડિયાદના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ બંને દિવસ દરમિયાન કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને ગંદા પાણી અને ઘન કચરાના સતત વધતા જથ્થાને કારણે ઉભા થતા પ્રતિકૂળ પડકારોનો સામનો કરવાની રીતો અને માધ્યમો પર ચર્ચા કરી હતી. તેઓને આવી ચર્ચાઓથી ઘણો ફાયદો થયો હતો.
સમાપન સમારંભ 14મી ફેબ્રુઆરીએ યોજાયો હતો જેમાં શ્રી સેમ પપ્પુ, (WWM, USAના પ્રમુખ), શ્રી ચેતન કાલે ( WWM ના બોર્ડ સભ્ય અને સચિવ), શ્રી સંજય પટેલ, (નિવૃત્ત પ્લાન્ટ મેનેજર, મેટ્રોપોલિટન વોટર રિક્લેમેશન ડિસ્ટ્રિક્ટ ઓફ ગ્રેટર શિકાગો (MWRDGC), યુએસએ), શ્રી ઉપેન્દ્ર જે. ચિવુકુલા ( ન્યુ જર્સી બોર્ડ ઓફ પબ્લિક યુટિલિટી કમિશનર અને સલાહકાર, WWM) અને સુશ્રી રૂથ એબે (પ્રમુખ, ઝીરો વેસ્ટ ઈન્ટરનેશનલ, યુએસએ) સહિત યુએસએના પ્રતિનિધિઓએ આ કોન્ફરન્સમાં ચારુસેટે કરેલી હોસ્પિટાલિટી અને માળખાકીય સુવિધાઓ અંગેના અનુભવો દર્શાવ્યા હતા. તેઓએ CSPITના પ્રિન્સિપાલ ડો. તૃષિત ઉપાધ્યાયની તેમના વિઝન અને કોન્ફરન્સના આયોજન માટે પ્રોત્સાહિત કરવા બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી.
ડો. તૃષિત ઉપાધ્યાયે આભારવિધિ કરી હતી. તેમણે ચારુસેટ અને WWM સમિતિના સભ્યોને આ કોન્ફરન્સમાં આપેલા યોગદાન બદલ પ્રશંસા કરી હતી. તેમણે આ કોન્ફરન્સમાં તમામ પ્રકારની સહાય પૂરી પાડવા બદલ પ્રોવોસ્ટ, રજિસ્ટ્રાર, ડીન, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ અને વિભાગોના વડાઓનો આભાર માન્યો હતો.
વિદાય સમારંભ પછી ચારુસેટના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યાર બાદ પ્રથમ પરફોર્મન્સ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા થયું હતું પછી અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ભરત નાટ્યમ, કથ્થક અને રાસ ગરબાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શ્રી સંજય પટેલે ચારુસેટ અને WWMને કોન્ફરન્સના સફળ આયોજન બદલ અભિનંદન આપ્યા હતા.
પેટ્રિશિયા ફીલેને ફેસબુક પર પોસ્ટ કરીને તેમની લાગણી વ્યક્ત કરી કે ચારુસેટ આવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બેઠકનું આયોજન કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. ચારુસેટ માત્ર ગુજરાતનું સુંદર કેમ્પસ જ નહોતું, પરંતુ તેનો ઇતિહાસ અને ભાવિ યોજનાઓ પ્રેરણાદાયી છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ/સંભવિતતા પર વિવિધ વ્યાવસાયિકો પાસેથી સાંભળવું એ સન્માનની વાત હતી.