AnandToday
AnandToday
Saturday, 17 Feb 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 18 ફેબ્રુઆરી : 18 February 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

મુંબઈ સ્ટોક એક્સચેન્જ ના પ્રથમ મહિલા અધ્યક્ષ દિના મહેતાનો આજે જન્મદિવસ 

મુંબઈ સ્ટોક એક્સચેન્જ ના પ્રથમ મહિલા અધ્યક્ષ દિના મહેતાનો વલસાડ ખાતે જન્મ (1961)

* ભારતના મહાન સંત અને વિચારક રામકૃષ્ણ પરમહંસ નો પશ્ચિમ બંગાળના હુબલી ખાતે જન્મ (1836)
તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા

* પદ્મ ભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ દ્વારા સન્માનિત હિન્દી ફિલ્મોના સંગીતકાર ખૈયામ (મોહમ્મદ ઝહુર ખૈયામ હાશમી)નો પંજાબ રાજ્યરાજ્યમાં જન્મ (1927)
તેમની યાદગાર ફિલ્મોમાં ઉમરાવ જાન, કભી કભી, રઝીયા સલતાન, નૂરી, થોડી સી બેવફાઈ, બાઝાર, ખાનદાન વગેરે છે

* ઈંગ્લેન્ડમાં સ્થાઈ ઉદ્યોગપતિ, સમાજસેવી રાજકીય આગેવાન સ્વરાજ પૉલ, બેરન પૉલનો પંજાબમાં જલંધર ખાતે જન્મ (1931)

* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા સાજીદ નડિયાદવાલાનો મુંબઈ ખાતે જન્મ (1966)
તેમની જાણીતી ફિલ્મોમાં બાગી, હાઉસફુલ, છીછોરે, સુપય 30, ટુ સ્ટેટ્સ, હે બેબી, જુડવા વગેરે છે 

* હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અને આલ્બમ તથા ગરબા માટે પણ લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહેલ નો ભાવનગરમાં જન્મ (1976)
તેમના લગ્ન ગાયિકા અને અભિનેત્રી માનસી પારેખ સાથે 2008માં થયા છે
 
* ભારતના ક્રિકેટ ખેલાડી (3 ટેસ્ટ અને 3 વનડે રમનાર) ટીનુ યોહન્નાનો કેરાલામાં જન્મ (1979)
તેમના પિતા લોંગ જંપના ખેલાડી હતા
 
* કર્ણાટક સંગીતના માસ્ટર અને મલયાલમ ફિલ્મોમાં સંગીતકાર, ગાયક, ગીતકાર એલપીઆર વર્માનો જન્મ (1927)

* યુએઈની ક્રિકેટ ટીમના ખેલાડી (20 વન ડે અને 19 ટી20 રમનાર) ચિરાગ સુરીનો દિલ્હી ખાતે જન્મ (1995)

* હિન્દી ફિલ્મોના ગીતકાર અને ઉર્દુ શાયર જાન નિસાર અખ્તર નો મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે જન્મ (1914)
તેમના પુત્ર જાવેદ અખ્તર પણ આજે બોલિવૂડના લોકપ્રિય અને સફળ ગીતકાર અને લેખક છે

* ભારતના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ રમનાર) સઈદ નઝીર અલીનું અવસાન (1975)
કલ્બ ક્રિકેટ રમતા ડૉન બ્રેડમેનને પ્રથમ વખત આઉટ કરવાનો રેકોર્ડ તેમના નામ ઉપર છે
તે ભારતની પ્રથમ ટેસ્ટ ટીમના ખેલાડી હતા 
તેમના મોટા ભાઈ વઝીર પણ ક્રિકેટર હતા

* સાહિત્ય અકાદમી ફેલોશિપ અને સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત હિન્દી લેખિકા ક્રિષ્ના સોબતીનો પાકિસ્તાનમાં જન્મ (1925)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી નિમ્મી (નવાબ બાનો)નો આગ્રા ખાતે જન્મ (1933)
તેમની યાદગાર ફિલ્મોમાં બરસાત, દિદાર, દાગ, આન, અમર, ઉડન ખટોલા, કુંદન, બસંત બહાર વગેરે છે
 
* હિન્દી ફિલ્મ અભિનેત્રી નલિની જયવંતનો મુંબઈ ખાતે જન્મ (1926)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા સુમિત સહગલનો મુંબઈ ખાતે જન્મ (1966)
તેમની યાદગાર ફિલ્મોમાં ઇન્સાનિયત કે દુશ્મન, ઈમાનદાર, ગુનાહ વગેરે છે 
તેમણે અભિનેત્રી ફરહા સાથે 2003માં લગ્ન કર્યા છે 
તે સાઉથની ફિલ્મો હિન્દીમાં ડબ કરી રજૂ કરવાનો વ્યવસાય કરે છે 

* પાકિસ્તાનના ફાસ્ટ બોલર - ક્રિકેટર (34 ટેસ્ટ રમનાર) ફૈઝલ મેહમૂદનો જન્મ (1927)
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સૌપ્રથમ ટેસ્ટ મેચમાં (16 ઓક્ટોબર 1952) તે પાકિસ્તાનની ટીમના ખેલાડી હતા અને તે ટેસ્ટ તેમની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ હતી

* દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ખેલાડી ઓવન સ્મિથ ટુપિ (5 ટેસ્ટ રમનાર)નો કેપ ટાઉનમાં જન્મ (1909)
તે પ્રેક્ટિસ કરતા ડૉક્ટર હતા અને ઈંગ્લેન્ડની રગબી ટીમનું નેતૃત્વ કર્યું હતું 

* હિન્દી ટીવી શૉના કલાકાર વૃષિકા મહેતાનો અમદાવાદ ખાતે જન્મ (1994)

* બોલિવૂડ અભિનેતા વિપીન શર્મા દિલ્હી ખાતે જન્મ (1962)

* ઈન્ડિયન હોમરુલ સોસાયટીની શ્યામજી કૃષ્ણ વર્મા એ સ્થાપના કરી (1905)

* વેસ્ટ ઇન્ડિઝના માલકમ માર્શલની બોલિંગ આક્રમણ સામે ઈંગ્લેન્ડના માઈક ગેટિંગના નાક ઉપર ગંભીર ઈજા થઈ (1986)

* વૈજ્ઞાનિક ક્લાઈડ ટોમ્બર્ગ એ એક ગ્રહની શોધ કરી (1930) અને પછી તેનું નામ પ્લુટો રાખવામાં આવ્યું, લાંબા સમય બાદ તેનો ગ્રહ તરીકેનો દરજ્જો રદ કરવામાં આવ્યો 
જ્યાં હમેશા અંધારુ હોય છે અને તેને સૂર્યનો એક ચક્કર લગાવતા 248 વર્ષ લાગે છે 

>>>> જે સતત બદલાઇ શકે છે એ જ સાચી રીતે જીવી શકે છે. સતત મથામણ કરતા રહેવું. ઇશ્વરે આપણી લાઇનદોરી ભલે નકકી કરી આપી હોય પણ એમાં રંગપૂરણી કરવાની છૂટ તો આપણને જ આપી છે. પરિવર્તન માટે પ્રયાસો જરૂરી છે. સારા વિચારોનું વાવેતર અનિવાર્ય છે. એ દ્રઢ થાય પછી જે અમોઘ શકિત માણસને મળે છે એનું નામ છે ઇચ્છાશક્તિ. કિસ્મતની કેડી ભલે એકવિધ હોય, એની આસપાસ મનગમતો માહોલ ઉભો કરવા માટેની મથામણ એ જ જીવનની સાચી ફિલસૂફી છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)