AnandToday
AnandToday
Wednesday, 14 Feb 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 15 ફેબ્રુઆરી : 15 February 
તારીખ : વિજય ઠક્કર (આણંદ)

બોલિવૂડ અભિનેતા રણધીર કપૂરનો આજે જન્મદિવસ 

બોલિવૂડ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક રણધીર કપૂરનો મુંબઈ ખાતે જન્મ (1947)
તેમની યાદગાર ફિલ્મોમાં કલ આજ ઔર કલ, જીત, હમરાહી, દિવાની, લફંગે પોંગા , રામપુર કા લક્ષ્મણ વગેરે છે
દાદા પૃથ્વીરાજ કપૂર, પિતા રાજ કપૂરની બોલિવૂડ ફિલ્મો સાથેની પરંપરા આગળ વધારી અને હવે કરિશ્મા અને કપૂર અભિનયની પરંપરા આગળ વધારી રહ્યા છે 

* એન્કર અને વોઈસ આર્ટિસ્ટ હરીશ ભીમાણીનો મુંબઈ ખાતે જન્મ (1958)
તેઓ લતા મંગેશકર સાથે સ્ટેજ શૉમાં એનાઉન્સમેન્ટ કરતા અને તેમને દુરદર્શનની મહાભારત શ્રેણીમાં 'સમય' તરીકે બોલતા ખૂબ લોકપ્રિયતા મળી છે
 
* વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ ખેલાડી રહેલા (116 ટેસ્ટ અને 238 વન ડે રમનાર) ડેસમન્ડ હેઈન્સનો જન્મ (1956)
પોતાની કારકિર્દીની પ્રથમ વન ડે મેચમાં કુલ 14 ખેલાડી પહેલી મેચ રમતા હતા, (5 વેસ્ટ ઇન્ડિઝ અને 9 ઓસ્ટ્રેલિયાના) અને હેઈન્સએ 136 રન કર્યા અને કોઈ ખેલાડી એ પહેલી મેચમાં જ સૌથી વધુ રન બનાવ્યાનો રેકોર્ડ નોંધાવ્યો 
હેઈન્સએ ગોર્ડન ગ્રિનીજ સાથે 89 ટેસ્ટ રમી સંયુક્ત 6483 રન બનાવવાનો રેકોર્ડ આજે પણ કોઈ તોડી શક્યુ નથી
નિવૃત્ત થયા ત્યારે હેઈન્સ વન ડેમાં સૌથી વધુ રન અને સદી નોંધાવનાર ખેલાડી હતા અને તે રેકોર્ડ હવે સચિન તેંડુલકર સાથે છે 

* ભારતના ઉદ્યોગપતિ અને વાડિયા સમુહના ચેરમેન નસલી મુંબઈ ખાતે જન્મ (1944)

* કેન્દ્રીય મંત્રી હરદિપસિંગ પુરીનો અમૃતસર ખાતે જન્મ (1952)

* ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ 5 કલાક અને 53 મિનિટમાં થઈ જતા ઈતિહાસમાં સૌથી ઓછા સમયની સત્તાવાર ટેસ્ટ મેચ બની (1932)
જેમાં સાઉથ આફ્રિકા એ 36 અને 45 રન કર્યા અને ઓસ્ટ્રેલિયા એ 153 રન કર્યા હતા 

* ઉર્દુ શાયર મિરઝા ગાલીબનું દિલ્હી ખાતે અવસાન (1869)

* લાહોરમાં જન્મેલ હિન્દી ફિલ્મ અભિનેત્રી મનોરમા (એરિન ઈશાક ડેનિયલ)નું મુંબઈ ખાતે અવસાન (2008)
તેમણે બેબી આયરિશ નામથી બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું 

* મહાન ખગોળ વિજ્ઞાની ગેલિલીયો ગેલિલીનો ઈટાલીમાં જન્મ (1564)

* પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત ચિત્રકાર કે જી સુબ્રમણ્યમ કેરાલામાં જન્મ (1924)

* ઉત્તર પ્રદેશમાં જન્મજન્મેલા કવિયત્રી સુભદ્રા કુમારી ચૌહાણનું મધ્ય પ્રદેશમાં અવસાન (1948)

* ઉર્દુ શાયર બશીર બદ્રનો ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ ખાતે જન્મ (1935)

* બોલિવૂડ ફિલ્મોના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરનો મુંબઈ ખાતે જન્મ (1964)

* ​નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત અને અલ્પ સંખ્યામાં ગાયેલાં હિન્દી તથા વિપુલ પ્રમાણમાં ગાયેલાં બંગાળી ગીતોના ગાયિકા સંધ્યા મુખરજી (મુખોપાધ્યાય)નું અવસાન (2022)

* દક્ષિણ ભારતની ચાર પ્રાદેશિક ભાષાની ફિલ્મોના અભિનેત્રી મીરા જાસ્મિન (જાસ્મિન મેરી જોસેફ) કેરાલામાં જન્મ (1982)

* બોલિવૂડ ફિલ્મોના ગાયક અમિત મિશ્રાનો લખનૌમાં જન્મ (1989)

* કેનેડાના ધ્વજના ઉદ્ઘાટન (1965)ની યાદમાં આજે રાષ્ટ્રીય ધ્વજ દિવસ મનાવવામાં આવે છે

* બ્રિટીશના શરણાગતિની વર્ષગાંઠ (1945)ની યાદમાં સિંગાપોરમાં ટોટલ ડિફેન્સ ડે 

>>>> પોતાની ઉર્જા આનંદમાં રહેવામાં ખર્ચવી. કારણકે આનંદમાં રહેવાથી ઈમ્યુનીટી વધે છે. ઈમ્યુનીટી વધવાથી આરોગ્ય સારું રહે છે. સારા આરોગ્યથી શક્તિ અને બુદ્ધિ વધે છે. શક્તિ અને બુદ્ધિથી ઉત્સાહ વધે છે. ઉત્સાહથી પ્રગતિ વધે છે અને પ્રગતિથી આનંદ વધે છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)