AnandToday
AnandToday
Tuesday, 13 Feb 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 14 ફેબ્રુઆરી : 14 February 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે વેલેન્ટાઈન ડે 

વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. આ દિવસ પ્રેમનો દિવસ છે. ઉલ્લેખનીય છે કે 7 થી 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા વેલેન્ટાઇન વીક માં કિસ ડે સુધી દરરોજ સેલિબ્રેટશન કર્યા બાદ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમ કરતા લોકો માટે આ દિવસ કોઇ તહેવારથી ઓછો નથી.

* પદ્મ વિભૂષણથી સન્માનિત પૂર્વ કેન્દ્રીય મંત્રી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજનો હરિયાણાના અંબાલા ખાતે જન્મ (1952)
તેઓ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા

* પૂર્વ કેન્દ્રીય મંત્રી વાય.(યોગીન્દર) કે. અલઘનો પાકિસ્તાનમાં જન્મ (1939)
તેઓ ગુજરાતથી રાજ્યસભાના સભ્ય તરીકે (1996-2000) ચૂંટાયા હતા
તેમણે આણંદ ખાતે ઈરમા ઈન્સટીટ્યુટના ચેરમેન તરીકે (2006-12) સેવા આપી હતી 
તેઓ ભારતના પ્લાનિંગ કમીશનના સભ્ય, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે સેવાઓ આપી અને અમદાવાદ સેપ્ટ સંસ્થાના સ્થાપક છે 

* પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવના ચિખલીયાનો જુનાગઢ ખાતે (1955)
ગુજરાતના કોઈ મહિલા સાંસદ સતત ચુંટાઈ આવ્યાના (1991-2004) રેકોર્ડનો આરંભ તેમના દ્વારા શરૂ થયો હતો 

* પૂર્વ ધારાસભ્ય અને ડૉક્ટર વસંત વ્રજલાલ પરીખનો વડનગર ખાતે જન્મ (1929)
તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય ગુરૂ પૈકીના એક ગણાય છે 
તેઓ ગુજરાત વિધાનસભામાં 1967-71 સમય માટે ખેરાલુથી ધારાસભ્ય હતા
તેમણે 42 પુસ્તકો લખ્યા છે 

* પેશવા માધવરાવ પ્રથમ (શ્રીમંત માધવરાવ બલ્લાલ પેશવા)નો કર્ણાટક રાજ્યમાં જન્મ (1745)

* યુ ટ્યુબ ચેનલ શરૂ કરાવવામાં આવી, કોલેજમાં ભણતા ત્રણ યુવાનો સ્ટીવ ચેન, ચાડ હર્લી અને જાવેદ કરીમ દ્વારા અમેરિકામાં નોંધણી કરાવવામાં આવી (2005)
આજે તેની માલીકી ગુગલ ની છે અને તેના વિઝીટરની સંખ્યા વિશ્ચમાં ગુગલ બાદ બીજા નંબર પર છે 

* હિન્દી ફિલ્મોના અભિનેત્રી મધુબાલા (બેગમ મુમતાઝ જેહાન દહેલવી)નો દિલ્હી ખાતે જન્મ (1933)
તેમની યાદગાર ફિલ્મોમાં મુગલ-એ-આઝમ, નિલકમલ, દુલારી, બાદલ, બેકસુર, અમર, મહલ, ફાગુન, બરસાત કી રાત, ચલતી કા નામ ગાડી, હાવરા બ્રિજ વગેરે છે
તેમણે 3 ફિલ્મોનું નિર્માણ કર્યું હતું 
તેમણે કિશોર કુમાર સાથે વર્ષ 1960માં લગ્ન કર્યા હતા 
વર્ષ 1961ના ફિલ્મફેર એવોર્ડમાં 'મુગલ-એ-આઝમ' માટે મધુબાલા નામાંકનમાં હતા પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ ઘૂંઘટ ફિલ્મ માટે બીના રાયને મળ્યો
'મુગલ-એ-આઝમ'નું ફિલ્મફેર એવોર્ડ (1961)માં 8 કેટેગરીમાં નામાંકન થયું હતું અને શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી, 

* યુકેમાં જન્મેલ અને ભારતીય કલા અને સંસ્કૃતિનાં પુરસ્કર્તા, અંગ્રેજી ચિત્રકાર સર વિલિયમ રોથેન્સ્ટાઇનનું અવસાન (1945)

‘ન્યુ ઇંગ્લિશ આર્ટ ક્લબ’ નામનાં કલામંડળમાં જોડાઈને હર્બટ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર તરીકે તેમણે યશસ્વી કામગીરી કરી
ઇંગ્લેન્ડની પાર્લામેન્ટનાં ‘હાઉસ ઑફ કોમન્સ’માં ‘જહાંગીરનાં દરબારમાં સર ટોમસરોની મુલાકાત’ એ સૌથી ભવ્ય ભીંતચિત્ર સર વિલિયમનું કાયમી સંભારણું છે.
અજંતાનાં ચિત્રોની આધારભૂત નકલ તૈયાર કરવા તેઓ લેડી હેરીંગહામ સાથે ભારતની કલાયાત્રાએ પણ આવેલાં

* મહારાષ્ટ્રના ઉદ્યોગપતિ ચંદ્રશેખર અગાસેનો ભોર ખાતે જન્મ (1888)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી, વકીલ અને પદ્મ વિભૂષણથી સન્માનિત મોહન ધારીયાનો જન્મ (1925)

* અમેરિકાના રેડિયો પર વિખ્યાત બનેલ ગાયિકા જેસિકા ડ્રેગોનેટનો ભારતમાં જન્મ (1900)

* હિન્દુસ્તાની ક્લાસિકલ ગાયક વિજય (વિદ્યાધર) કોપારકરનો જન્મ (1962)

* રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત પેઈન્ટર અને આર્ટ ટીચર સોમાલાલ શાહનો કપડવંજ ખાતે જન્મ (1905)

* પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી (5 ટેસ્ટ રમનાર) સલાઉદ્દીન મુલ્લાનો ભારતના ઉત્તર પ્રદેશમાં અલીગઢ ખાતે જન્મ (1947)

* હિન્દી ફિલ્મોના સંગીતકાર, ગાયક અને અભિનેતા અરુણકુમાર મુખરજીનો જન્મ (1912)

* વિખ્યાત લેખિકા અને પ્રોફેસર નિલકમલ પુરીનો પંજાબના લુધિયાણા ખાતે જન્મ (1956)
ભારતમાં પ્રથમ વખત જે 30 કન્યાઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો તે પૈકીના તેઓ એક છે 

* જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના જવાનો પર કરાયેલ આત્મઘાતી હુમલામાં 45 જવાનો શહીદ થયા (2019)

* સંજીવ કુમાર, સુચિત્રા સેન, ઓમશિવ પુરી, એ.કે. હંગલ, ઓમપ્રકાશ અને રહેમાન અભિનિત ફિલ્મ 'આંધી' રિલીઝ થઈ (1975)
ડિરેક્શન : ગુલઝાર
સંગીત આર.ડી. બર્મન
તે સમયે એવી વાતો હતી કે 'આંધી' (1975) તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના પતિ ફિરોઝ ગાંધીના અંગત જીવન ઉપર આધારિત છે. 'આંધી' રજૂ થયાના 4 મહિના બાદ દેશમાં કટોકટી લગાડવામાં આવી હતી અને 'આંધી' ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ઈન્દિરાના પરાજય બાદ 1977માં જનતા પાર્ટીની સરકાર રચાય હતી ત્યારે 'આંધી' ને રજૂઆતની મંજૂરી મળી હતી અને નેશનલ ટેલિવિઝન ઉપર તેને દર્શાવવામાં આવી હતી
જાણીતી બંગાળી અભિનેત્રી સુચિત્રા સેનની આ અંતિમ હિન્દી ફિલ્મ હતી
ફિલ્મના 3 ગીતોનું શૂટિંગ કાશ્મીરમાં થયું હતું.
બિનાકા ગીતમાલાની લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી 1975માં ફિલ્મના 'તેરે બિના જિંદગી સે...' (લતા મંગેશકર- કિશોર કુમાર) 5 માં અને 'ઈસ મોડ સે જાતે હૈ...' (લતા મંગેશકર-કિશોર કુમાર) 14માં નંબર ઉપર રહ્યા હતાં.
'બેસ્ટ એક્ટર' (સંજીવ કુમાર)નો એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 'આંધી' ફિલ્મ કુલ 6 કેટેગરીમાં એવોર્ડ્સ માટે નોમિનેટ થઈ હતી

* ગોવિંદા, નીલમ, તનુજા, રોહન કપૂર, ફરહા, શફી ઈનામદાર, સતીશ શાહ, જોની લીવર, અસરાની અભિનિત ફિલ્મ 'લવ 86' રિલીઝ થઈ (1986)
ડિરેક્શન : ઈસ્માઈલ શ્રોફ
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
'લવ 86' ગોવિંદાની ડેબ્યુ ફિલ્મ છે. ઘણા માને છે કે 'ઈલઝામ' (1986) ગોવિંદાની પ્રથમ ફિલ્મ છે. પણ હકીકતમાં 'ઈલઝામ' આના બે અઠવાડિયા બાદ તા.28 ફેબ્રુઆરી 1986ના દિવસે રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મો બોક્સઓફિસ ઉપર સુપરહિટ સાબિત થઈ હતી
પાર્શ્વ ગાયક મહેન્દ્ર કપૂરના પુત્ર રોહન કપૂરની ભૂમિકાની તુલનામાં ફિલ્મના નિર્માણ દરમિયાન ગોવિંદાની ભૂમિકાને સહાયક અભિનેતા તરીકે ગણવામાં આવી હતી. પરંતુ જ્યારે ફિલ્મને હિટ જાહેર કરવામાં આવી ત્યારે તેનો તમામ શ્રેય ગોવિંદાને મળ્યો હતો અને ગોવિંદાની કારકિર્દી ઊંચકાય હતી અને રોહન કપૂર ગુમનામીમાં ખોવાઈ ગયો હતો
નીલમનું હિન્દી ખૂબ ખરાબ હોવાથી ફિલ્મમાં તેનો અવાજ બીજા કલાકાર પાસે ડબ કરવામાં આવ્યો હતો
આ તમિલ ફિલ્મ 'ઈલનજોડીગલ' ની રિમેક હતી.


>>>> દરેકની સંસ્કૃતિઓ ભિન્ન હોવા છતાં, દુનિયાના મનુષ્યો વચ્ચે કેટલી બધી સમાનતા છે. અને એ વાત જ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને ચારિતાર્થ કરે છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)