AnandToday
AnandToday
Monday, 12 Feb 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 13 ફેબ્રુઆરી : 13 February 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે રાષ્ટ્રીય મહિલા દિવસ 
સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુની આજે જન્મજયંતી

સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા ગવર્નર સરોજીની નાયડુનો હૈદરાબાદ ખાતે જન્મ (1879)
ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને મહિલા અધિકારો માટે સક્રિય ભૂમિકા ભજવનાર સ્વતંત્રતા સેનાની સરોજીની નાયડુની જન્મજયંતિ નિમિત્તે ૧૩ ફેબ્રુઆરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના રૂપમાં દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બનનાર સરોજીની નાયડુના સન્માનમાં ૧૩ ફેબ્રુઆરીના દિવસને વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્યસેનાની, કવિયત્રી સરોજીની નાયડુની સ્વરમીઠાશને કારણે લોકો તેમને 'હિંદની બુલબુલ' કહેતા હતા
બ્રિટિશ સરકારે એમને 'કૈસર-એ-હિંદ' ખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા

* ભારતના ક્રિકેટ ખેલાડી (1 ટેસ્ટ અને 6 વન ડે રમનાર) સુબ્રતો બેનરજીનો બિહારના પટના ખાતે જન્મ (1969)
વર્લ્ડ કપ 1992ની ભારતીય ક્રિકેટ ટીમના તે સભ્ય હતા અને ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેમના 25 રન સાથે ભારતની જીત થઈ હતી 

* રણજિતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી નવલકથાકાર, કટાર લેખક (કેલીડોસ્કોપ) અને અનુવાદક મોહંમદ માંકડનો ભાવનગર જિલ્લાના પાળીયાદ ખાતે જન્મ (1928)

* ક્રિકેટ વર્લ્ડકપ 1996 સંબંધોને લઇ ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓની એક સંયુક્ત ટીમ શ્રીલંકા સામે રમી અને 4 વિકેટથી જીતી (1996)
તે સમયે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ ની ટીમોએ સુરક્ષાના કારણોસર શ્રીલંકા પ્રવાસ માટે ઈન્કાર કર્યો હતો 

* પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતના ટેનિસ ખેલાડી સોમદેવ દેવવર્મન (અમેરિકા નિવાસી)નો આસામના ગૌહાટી ખાતે જન્મ (1985)

* બોલિવૂડ અભિનેતા વિનોદ મહેરાનો અમૃતસર ખાતે જન્મ (1945)
તેમની યાદગાર ફિલ્મોમાં નાગિન, જાની દુશ્મન, ઘર, સ્વર્ગ નર્ક, કર્તવ્ય, અનુરોધ, અમરદિપ, બેમિસાલ વગેરે છે
 
* ગઝલના ગગનના સિતારા નાઝિર દેખૈયા (નૂરમોહમ્મદ અલારખ દેખૈયા)નો ભાવનગરમાં જન્મ (1921)
શાસ્ત્રીય સંગીત પર એટલી જ પક્કડ
માત્ર ચાર ચોપડી ભણેલા નાઝિરના પાંચ પુસ્તકોએ ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ કરી છે
નાઝિરની સેન્સ ઓફ હ્યુમર સાથે સ્વાગત પણ પ્રખ્યાત હતું
એમની ગઝલ મોરારીબાપુની રામકથામાં કે નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસના ડાયરામાં કે મનહર ઉધાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય વગેરેની સુગમસંગીતની મહેફિલમાં ગવાય છે

* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી (14 ટેસ્ટ, 29 વન ડે રમનાર) લેન પાસ્કોનો જન્મ (1950)

* ભારતની ક્રિકેટ ટીમના કાશ્મીરના પ્રથમ ખેલાડી (1 ટેસ્ટ અને 1 ટી20 રમનાર) પરવેઝ રસૂલનો જન્મ (1989)
વર્ષ 2013માં ઝિમ્બાબ્વે સામેની મેચ માટે પસંદગી થઈ હતી પણ વન ડે માટે પ્રથમ તક બાંગ્લાદેશ સામે 2014માં આપવામાં આવી અને ટી20માં પહેલી અને એકમાત્ર તક ઈંગ્લેન્ડ સામે 2017માં મળી
આઈપીએલમાં તે બેંગ્લોર અને પૂનાની ટીમ માટે રમ્યા છે 

* બોલિવૂડ ફિલ્મો અને ટીવી સિરિયલના દિગ્દર્શક અને અભિનેતા લેખ ટંડનનો પાકિસ્તાનમાં જન્મ (1929)
તેમની યાદગાર ફિલ્મોમાં પ્રોફેસર, પ્રિન્સ, એક બાર કહો, અગર તુમ ન હોતે, આમ્રપાલી વગેરે છે 

* બોલિવૂડ અભિનેતા રાજેન્દ્ર નાથનું મુંબઈ ખાતે અવસાન (2008)

* પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત, અમેરિકામાં સ્થાઈ કવિ વિજય શેષાદ્રી નો બેંગલોર ખાતે જન્મ (1954)

* પ્રસિદ્ધ શાયર ફૈઝ અહેમદ ફૈઝનો પાકિસ્તાનમાં જન્મ (1911)

* હિન્દી લેખિકા ઈન્દીરા ડાંગીનો મધ્ય પ્રદેશમાં જન્મ (1980)

* જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત ઉર્દુ શાયર શહેરયાર (અખીક મોહમ્મદ ખાન)નું ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે અવસાન (2012) 

* રશિયાના કઝાકિસ્તાનએ (1966માં) અને ફ્રાન્સએ (1960માં) પરમાણું બોમ્બનું પરિક્ષણ કર્યું 

* ટીવી અભિનેત્રી રશ્મી (શિવાની) દેસાઈનો આસામ રાજ્યમાં જન્મ (1986)

* બંગાળી અને હિન્દી ફિલ્મો અને ટીવી અભિનેતા શરદ કપૂરનો કોલકાતા ખાતે જન્મ (1976)

* ભાવનગરના અલંગ ખાતે (જહાજવાડો) શિપ બ્રેકીંગ (શિપ રિસાયકલીંગ) કામગીરી શરૂ કરવામાં આવી (1983) 

* વિશ્ચ રેડિયો દિવસ *
આ દિવસે (1946માં) યુનાઇટેડ નેશન્સ રેડિયો ની સ્થાપના કરવામાં આવી હતી તેની ઉજવણી નિમિત્તે/માટે વિશ્ચ રેડિયો દિવસની ઉજવણી 2011થી શરૂ કરવામાં આવી છે 

* કિસ ડે * 

>>>> પરિણામનો આધાર પરિશ્રમ પર છે, પરિશ્રમનો આધાર માનસિકતા પર છે, માનસિકતાનો આધાર વ્યક્તિત્વ પર છે, વ્યક્તિત્વનો આધાર કન્ડિશનિંગ પર છે, કન્ડિશનિંગનો આધાર અનુભવો પર છે, અનુભવોનો આધાર વાતવરણ પર છે, વાતાવરણનો આધાર માણસો પર છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)