હિન્દી કવિ અને રાજકીય આગેવાન કુમાર વિશ્વાસનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1970)
* પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના રાજકીય આગેવાન સ્કોડ્રન લીડર રાજેશ્ચર પ્રસાદ સિંગ બિધુરી - રાજેશ પાયલોટનો ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ ખાતે જન્મ (1945)
* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક કે. સી. બોકાડિયાનો જયપુર ખાતે જન્મ (1949)
* ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને એક્ટિવિસ્ટ
મુકુલ સિન્હાનો કોલકાતા ખાતે જન્મ (1951)
* ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી ડેવિડ લોરેન્સને બોલિંગ દરમિયાન ઘુટણની કેપ સંપૂર્ણ ભાંગી ગઈ અને કરોડરજ્જુને ભયંકર નુકસાન થતા ઈજાગ્રસ્ત થયા (1992)
આ ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી ઈજા માનવામાં આવે છે,
આ મેચ ઈયાન બોથમની 100મી ટેસ્ટ મેચ હતી
* એક જ ટેસ્ટ મેચમાં ડબલ સેંચુરી અને ૫ વિકેટ લેવાનો રેકોર્ડ પાકિસ્તાનના મુસ્તાક મોહમ્મદ એ બનાવ્યો (1973)
અગાઉ આ રેકોર્ડ માત્ર એક જ ખેલાડી ડેનિસ એકિન્સન (વેસ્ટ ઇન્ડિઝના) એ બનાવ્યો હતો
* બાંગ્લાદેશના ક્રિકેટ ખેલાડી (19 વન ડે રમનાર) અને હવે કોમેન્ટેટર તથા નેશનલ ટીમના પસંદગીકાર અખ્તર અલી ખાનનો ઢાકા ખાતે જન્મ (1962)
* ભારતના ક્રિકેટ ખેલાડી ખેરસદ મહેરોમજી નું અવસાન (1982)
રિઝર્વ વિકેટકીપર તરીકે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેમને એક ટેસ્ટ મેચ રમવાનો અવસર મળ્યો હતો
* દાનવીર અને શિક્ષણવિદ્ જગન્નાથ શંકરશેઠ મુરકૂટેનો મુંબઈ ખાતે જન્મ (1803)
* પંજાબી ગીતોના વિશ્ચ પ્રસિદ્ધ ગાયિકા જાસ્મિન સેન્ડલસનો જલંધર ખાતે જન્મ (1990)
* અમેરિકા સહિત પશ્ચિમના દેશોમાં લોકપ્રિય બનેલ યોગગુરૂ બિક્રમ ચૌધરીનો કોલકાતા ખાતે જન્મ (1946)
* ભારતના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ મેચ રમનાર) પ્રનબ રોયનો કોલકાતા ખાતે જન્મ (1957)
તેમના પિતા પંકજ રોય ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના ખેલાડી હતા
* બંગાળી ફિલ્મોના મહાન અભિનેત્રી મધાબી મુખરજી (ચક્રવર્તી)નો કોલકાતા ખાતે જન્મ (1942)
* દક્ષિણ ભારતની ચાર પ્રાદેશિક ભાષા અને પંજાબી ફિલ્મોના ગાયિકા મહાથીનો ચેન્નઈ ખાતે જન્મ (1985)
* અમેરિકા નિવાસી અને પોર્ન અભિનેત્રી મિંયા ખલિફાનો લેબેનોનમાં જન્મ (1993)
* આર્યલેન્ડની પ્રથમ ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમના ખેલાડી (64 વન ડે અને 27 ટી-20 રમનાર) જ્હોન મૂનેનો જન્મ (1982)
* બંગાળી ફિલ્મ અભિનેતા અને ગાયક પહાડી સાન્યાલનું કોલકાતા ખાતે અવસાન (1974)
* ભારતીય મૂળના અમેરિકાની ક્રિકેટ ટીમના ખેલાડી (4 વન ડે અને 4 ટી -20 રમનાર) જસ્સી સિંગનો અમેરિકામાં જન્મ (1982)
તે ત્રણ વર્ષના હતા ત્યારે પરિવાર પરત ઈન્ડિયા આવ્યા અને 13 વર્ષની વયે પરત અમેરિકા જતા રહ્યા હતા
* અમિતાભ બચ્ચન, શશી કપૂર, પરવીન બાબી, હેમા માલિની, સજ્જન, ડો. શ્રીરામ લાગુ, કાદર ખાન, ઓમપ્રકાશ, લલિતા પવાર અભિનિત ફિલ્મ 'દો ઔર દો પાંચ' રિલીઝ થઈ (1980)
ડિરેક્શન: રાકેશ કુમાર
સંગીત : રાજેશ રોશન
ફિલ્મમાં પરવીન બાબીનો અવાજ બીજાના અવાજમાં ડબ કરવામાં આવ્યો હતો
ફિલ્મની હોમ વિડિયો કેસેટ ખૂબ મોડેથી છેક 1986માં રિલીઝ કરવામાં આવી હતી
ફિલ્મના ટાઇટલ સિક્વન્સમાં અમિતાભ બચ્ચન અને શશિ કપૂરનું એનિમેટેડ વર્ઝન હતું અને તે 'ધ પિંક પેન્થર'ની વિઝ્યુઅલ શૈલીમાં કરવામાં આવ્યું હતું. 'પ્રેમ સે હમ કો જીને દો...' ગીતની ટ્યુન વાસ્તવમાં જૂની અંગ્રેજી નર્સરી કવિતા 'મેરી હેડ અ લિટલ લેમ્બ' ની ટ્યુન છે
'દો ઔર દો પાંચ' (1980) ઉપરથી તમિલમાં-1982માં 'રંગા' નામની ફિલ્મ બની, જેમાં રજનીકાંતે (75મી ફિલ્મ) કામ કર્યું હતું
>>>> પ્રમાણિકતા અને સચ્ચાઈમાં ફરક છે.
પ્રમાણિક હોવું એટલે જૂઠું ન બોલવું તે. સાચાબોલું હોવું એટલે જે સત્ય હોય તે જાહેર કરવું તે. પ્રમાણિકતાનો સંબંધ આંતરિક ફીલિંગ સાથે છે; સચ્ચાઈનો સંબંધ બાહ્ય વાસ્તવિકતા સાથે છે; તમે કોઈ અસત્યને પણ પ્રમાણિકતાથી વ્યકત કરી શકો. કોર્ટમાં લોકો પ્રમાણિક હોય છે, પણ સાચાબોલા ન પણ હોય. કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક ગેરમાહિતી આપે તો તે જૂઠું બોલે છે, પણ તે અજાણતાં જૂઠ બોલે છે તો તેને પ્રમાણિક કહી શકાય.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)