આજ કલ ઓર આજ
કિંગ ઓફ ગઝલ" તરીકે ઓળખાયેલ અને ફિલ્મમાં પ્લેબેક સિંગર, સંગીતકાર અને ગાયક જગજીત સિંહનો રાજસ્થાનમાં શ્રી ગંગાનગર ખાતે જન્મ (1941)
મૂળ પંજાબના વતની જગજીતસિંહ શ્રીગંગાનગરમાં પ્રારંભીક અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જલંધરમાં પણ અભ્યાસ કર્યો હતો. તેમના પિતા સરદાર અમરસિંહ ધમાની સરકારી નોકરી કરતા હતા. તેમને સંગીતનો વારસો તેમના પિતા પાસેથી મળી હતી. તેઓ 1965માં મુંબઇ આવ્યા હતા. જ્યાં તેમની મુલાકાત ગઝલ ગાયિકા ચિત્રા સાથે થઇ અને ત્યારબાદ 1969માં બંન્નેએ લગ્ન કર્યા. જગજીતસિંહ અને તેમની પત્નીએ એકસાથે ઘણી ગઝલોના કાર્યક્રમો આપ્યા અને તેમની જુગલબંધી ખૂબ જ પ્રખ્યાત હતી.
* ભારતના ક્રિકેટ ખેલાડી (99 ટેસ્ટ અને 334 વન ડે રમનાર) મોહમ્મદ અઝહરુદીનનો હૈદરાબાદ ખાતે જન્મ (1963)
તેમણે ટેસ્ટ મેચમાં 22 સદી અને વન ડેમાં 7 સદી ફટકારી છે
કારકિર્દીના આરંભે પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં ૩ સદી ફટકારી હતી
62 બોલમાં સદી ફટકારતાં વન ડે મેચમાં ઝડપી સદી કરવાનો કીર્તિમાન બનાવ્યો
ત્રણ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાની કરવાનો રેકોર્ડ માત્ર અઝહરુદીન સાથે બનેલ છે
પોતાની ટેસ્ટ કારકિર્દી ના આરંભે અને અંતિમ 99મી ટેસ્ટમાં સદી નોંધાવવાનો રેકોર્ડ પણ તેમણે બનાવ્યો છે
વર્ષ 2000માં તેમની સામે મેચ ફિક્સિંગના આરોપો મુકવામાં આવ્યા હતા
* "ભારત રત્ન"થી સન્માનિત ભારતના ૩જા રાષ્ટ્રપતિ (1967-1969) ડૉ. ઝાકીર હુસૈનનો હૈદરાબાદ ખાતે જન્મ (1897)
તેઓ 1962-67 દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા
* ભારતની ક્રિકેટ ટીમના ખેલાડી (2 ટેસ્ટ) મનોહર શંકર હાર્દિકરનો વડોદરા ખાતે જન્મ (1995)
તેમના નેતૃત્વમાં ટીમ સતત રણજી ટ્રોફી જીતતી રહી હતી
પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં છઠ્ઠા નંબર પર રમતા 85 રન કરી ભારતની ટીમને જીત અપાવી હતી
* બ્રિટિશ રાષ્ટ્રનાં ઉત્કર્ષમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર, સામાજિક વિચારક જ્હોન રસ્કિનનો ઈંગ્લેન્ડનાં લંડનનાં બ્રુન્સવિક સ્ક્વેર ખાતે જન્મ (1819)
* લૂપિન લી. કંપનીના સ્થાપક ઉદ્યોગપતિ દેશબંધુ ગુપ્તાનો રાજસ્થાનમાં રાજગઢ ખાતે જન્મ (1938)
* લોકપ્રિય હિન્દી સાહિત્યકાર અને પૂર્વ પ્રોફેસર અશોક ચક્રધરનો ઉત્તર પ્રદેશમાં જન્મ (1951)
* ઉર્દુ શાયર વસીમ બરેલવી (ઝાહીદ હુસેન)નો ઉત્તર પ્રદેશના બરેલી ખાતે જન્મ (1940)
* પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી એવોર્ડ દ્વારા સન્માનિત હિન્દુસ્તાની ક્લાસિકલ ગાયિકા શોભા ગુર્તુ નો કર્ણાટક રાજ્યમાં જન્મ (1925)
* ડબલ્યુડબલ્યુઈના રમતવીર અને અભિનેતા બીગ શૉનો અમેરિકામાં જન્મ (1972)
* ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ડૉન બ્રેડમેન ટેસ્ટ મેચમાં પ્રથમ વખત રન આઉટ થયા અને એ અંતિમ વખત પણ રહ્યું (1929)
* 'પદ્મશ્રી'થી સન્માનિત હિન્દી ફિલ્મ ગીતકાર અને શાયર નિદા ફાઝલી (મુક્તિદા હસન નિદા ફાઝલી)નું અવસાન (2016)
* ભારતના મહિલા ક્રિકેટ ખેલાડી એકતા બિસ્ટનો ઉત્તરાખંડના અલમોરા ખાતે જન્મ (1986)
ટી-20 વર્લ્ડ કપમાં હેટ્રિક વિકેટ લેનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે
* તેલુગુ અને તામીલ ફિલ્મોના અભિનેત્રી કેશા ખંભાતીનો સુરત ખાતે જન્મ (1989)
* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત બોલિવૂડ ફિલ્મો અને મલયાલમ તથા તામિલ ફિલ્મોના દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા સંતોષ શિવનનો કેરાલામાં જન્મ (1948)
* હિન્દી ફિલ્મ અને ટીવી સાથે પંજાબી તથા કન્નડ ફિલ્મોના અભિનેત્રી ડોલી મિન્હાસનો ચંદીગઢ ખાતે જન્મ (1968)
* રસોઈ અને રેસિપી શોના હોસ્ટ રણવીર બ્રારનો લખનૌ ખાતે જન્મ (1978)
* હિન્દી ફિલ્મોના ગાયક મોહમ્મદ હુસેન ફારુકીનું અવસાન (1990)
* ભારત અને પાકિસ્તાનની ફિલ્મોના અભિનેત્રી સ્વર્ણલતાનું લાહોર ખાતે અવસાન (2008)
>>>> આત્મ સન્માન અને આત્મ પ્રશંસામાં ફરક છે.
આત્મ સન્માન બીજા લોકો સાથે બરોબરીની ભાવનામાંથી આવે, જ્યારે આત્મ પ્રશંસા બીજા લોકો કરતાં શ્રેષ્ઠ હોવાની લાગણીમાંથી આવે. આત્મ પ્રશંસા આત્મમુગ્ધ લોકોની વૃતિ છે. એ વ્યક્તિને બીજા લોકો તેના વિશે શું માને છે તેની બહુ ચિંતા હોય છે, પરિણામે બીજા લોકોની નજરમાં પોતાની અનુકૂળ ઇમેજ બનાવવા માટે તે ખુદને સકારાત્મક રીતે પેશ કરવાનો પ્રયાસ કરે તેને ઇમ્પ્રેશન મેનેજમેન્ટ અથવા ઇમેજ મેનેજમેન્ટ કહે છે.આત્મ પ્રશંસામાં રાચતી વ્યક્તિ ખુદના પ્રેમમાં હોય.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)