AnandToday
AnandToday
Wednesday, 07 Feb 2024 00:00 am
AnandToday

AnandToday

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા

સોજીત્રા ખાતેથી લેવામાં આવેલ "કરમચંદ પ્રીમિયમ પાન મસાલા" નો નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર

નમૂનો આપનાર અખંડ આનંદ સ્ટોરના માલિકને રૂ.૩૦,૦૦૦ નો દંડ કરાયો

આણંદ
ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા આણંદ જિલ્લાના સોજીત્રા ખાતેથી લેવામાં આવેલ "કરમચંદ પ્રીમિયમ પાન મસાલા" નો નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર થયો છે. તેમજ આ
નમૂનો આપનાર અખંડ આનંદ સ્ટોરના માલિકને રૂ.૩૦,૦૦૦ નો દંડ કરાયો છે.
આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા સોજીત્રા બસ સ્ટેન્ડ નજીક આવેલ અખંડ આનંદ સ્ટોર ખાતેથી પેઢીના માલિક ભાવનેશકુમાર જગદીશભાઈ કા.પટેલ પાસેથી સાક્ષીની રૂબરૂમાં “કરમચંદ પ્રીમિયમ પાન મસાલા” ની ખરીદી કરી જથ્થાના નમુનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટશ્રી, ભુજને મોકલવામાં આવ્યો હતો. 

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ૨૦૧૧ ના પેકેજીંગ એન્ડ લેબલિંગ રેગ્યુલેશન મુજબ નમુનાના લેબલ ઉપર ન્યુટ્રીશન ઇન્ફોર્મેશન, ઉત્પાદક પેઢીનું નામ અને પુરૂ સરનામું, બેચ નંબર અને ઉત્પાદનની તારીખ દર્શાવેલ ન હોઈ સદર નમુનો મીસ બ્રાન્ડેડ જાહેર થયેલ છે. 

આમ, મીસ બ્રાન્ડેડ ચીજનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોઈ, આણંદના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલ હુકમ મુજબ વલ્લભ સોજીત્રા ખાતે આવેલ "અખંડ આનંદ સ્ટોર" ના માલિક ભાવનેશકુમાર જગદીશભાઈ કા.પટેલને રૂ. ૩૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર/સોર્સ બાય google
*********