વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું અવસાન (1939)
સયાજીરાવ ગાયકવાડ (શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ, જન્મ ૧૦ માર્ચ ૧૮૬૩- અને અવસાન ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) બરોડા રાજ્યના મહારાજા (૧૮૭૫-૧૯૩૯) હતા.
સમાજ સુધારણા, જમીન સુધારણા, રેલવે વિકાસ, શિક્ષણ, આધુનિક ક્લબો, મ્યુઝિયમ, કળા, એન્જિનિયરિંગ સહિત લગભગ દરેક ક્ષેત્ર માટે તેમનો સુધારાવાદી અભિગમ નોંધનીય રહ્યો છે
* દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મ ગીતકાર કવિ પ્રદીપ (રામચંદ્ર નારાયણજી દ્વિવેદી)નો મધ્ય પ્રદેશ રાજ્યમાં જન્મ (1915)
તેમનું લખેલ દેશભક્તિ ગીત "એ મેરે વતન કે લોગો..." અમર અને લોકપ્રિય છે
"દેખ તેરે સંસારકી હાલત ક્યા હો ગઈ ભગવાન..." (સંગીત : સી. રામચંદ્ર), "તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી..." (સંગીત : અવિનાશ વ્યાસ) ગીતો ગીતકાર કવિ પ્રદિપ એ પોતે ગાયા છે
* અમેરિકાના 40મા રાષ્ટ્રપતિ (1981-89) અને હોલિવૂડની ફિલ્મોના અભિનેતા રોનાલ્ડ રેગનનો જન્મ (1911)
* ભારતના ક્રિકેટ ખેલાડી (27 ટેસ્ટ, 53 વન ડે અને 10 ટી-20 રમનાર) અને મેચ ફિક્સિંગ કેસમાં આરોપી બનાવાયેલ એસ. શ્રીસંથનો કેરાલામાં જન્મ (1983)
હતા
તેણે બિગ બોસ રિયાલીટી શોમાં ભાગ લીધો હતો
* રાજ્યસભાના પૂર્વ સાંસદ અને મહારાષ્ટ્રના રાજકીય આગેવાન સંજય નિરુપમનો જન્મ (1965)
* ક્રિકેટ ઈતિહાસમાં 300 વિકેટ લેવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર વિશ્ચના પ્રથમ (ફાસ્ટ) બોલર ફ્રેડ ટ્રુમેનનો ઈંગ્લેન્ડમાં જન્મ (1931)
ક્રિકેટ ટીમના સભ્ય બન્યા તે પહેલાં તેઓ રોયલ એર ફોર્સના કર્મચારી હતા
* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી (7 ટેસ્ટ, 121 વન ડે અને 15 ટી-20 રમનાર) જ્યોર્જ હોગનો જન્મ (1973)
તેમની ટેસ્ટ કેરિયરની શરૂઆત ભારત સામેની મેચ સાથે થઈ હતી અને 11 વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન માત્ર ૭ ટેસ્ટ મેચ રમ્યા
આ ખેલાડી સાથે રેકોર્ડ એ પણ છે કે તે બે વર્લ્ડ કપ જીતનાર ટીમના બંને વખત સભ્ય રહ્યા છે
તેમણે પોસ્ટમેન તરીકેની પણ નૌકરી કરી છે
તેમની સામે એક સમયે ભારતીય ટીમના કેપ્ટન અનિલ કુંબલે અને એમ એસ ધોની ને હેરાન કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો
2008માં આંતરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરનો અંત જાહેર કર્યા બાદ સ્થાનિક ટી-20 સ્પર્ધા માટે રમતા તેમને ટી-20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા એ આમંત્રણ આપ્યું અને તેમને (12-3-2014એ) ટી-20 ઈન્ટરનેશનલ રમનાર સૌથી મોટી વયના ક્રિકેટ ખેલાડી બન્યાનું બહુમાન મળ્યું
* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી (5 ટેસ્ટ રમનાર) આલ્બર્ટ ટ્રોટનો જન્મ (1973)
તે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બંને ટીમ તરફથી ક્રિકેટ રમ્યા હતા
એક સમયે તેમની બેટીંગ એવરેજ ડૉન બ્રેડમેનની 99.94થી વધુ 102.50 હતી
ડોમેસ્ટિક ક્રિકેટ મેચમાં એકજ ઈનિંગમાં બે વખત હેટ્રિક વિકેટ લેનાર તે વિશ્ચના પ્રથમ ખેલાડી છે
* વેસ્ટ ઇન્ડિઝ સામેના ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સતત બદલવાનો ઈતિહાસ રચાયો, સતત પાંચમી ટેસ્ટ મેચમાં પાંચમા કપ્તાન તરીકે દત્તા ગાયકવાડની નિમણૂંક થઇ (1959)
આ અગાઉ પોલી ઉમરીગર, ગુલામ અહમદ, વિનુ માંકડ અને હેમુ અધિકારી કેપ્ટન તરીકે હતા
દત્તા ગાયકવાડ બાદ પંકજ રોય કેપ્ટન બન્યા હતા અને એ ક્રમમાં ૭ ટેસ્ટ મેચમાં ૬ કેપ્ટન બદલવામાં આવ્યા હતા
* ભારતના પ્રથમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી (1947-57) અમ્રિત કૌરનું નવી દિલ્હી ખાતે અવસાન (1964)
* ‘સરહદનાં ગાંધી’ તરીકે જાણીતાં સ્વાતંત્ર્યસેનાની, રાજકીય અને અધ્યાત્મિક આગેવાન અને ‘ભારત રત્ન’થી સન્માનિત ખાન અબ્દુલ ગફારખાનનું પાકિસ્તાનમાં જન્મ (1890)
તેઓ ‘ફખર-એ-અફઘાન’ તરીકે પણ જાણીતાં થયા અને ભારત, પાકિસ્તાન, અફઘાન ત્રણે દેશ તેમની કર્મભૂમિ રહ્યાં
* જર્મનીના ડિક્ટેટર એડોલ્ફ હિટલરના પત્ની અને ફોટોગ્રાફર ઈવા બ્રાઉનનો જર્મનીમાં જન્મ (1912)
* ગઝલ અને હિન્દી ફિલ્મોમાં ગાયક - સંગીતકાર ભૂપેન્દ્ર સિંગનો પંજાબના પટિયાલા ખાતે જન્મ (1940)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી, ગાયિકા, ડાન્સર અને મોડેલ નોરા ફતેહીનો કેનેડામાં જન્મ (1992)
* બોલિવૂડ અભિનેતા અંગદ બેદીનો દિલ્હી ખાતે જન્મ (1983)
તેમણે અભિનેત્રી નેહા ધૂપિયા સાથે લગ્ન કર્યા છે
* બંગાળી ફિલ્મો અને હિન્દી ટીવી સિરીયલના અભિનેત્રી પુજા બેનરજીનો કોલકાતા ખાતે જન્મ (1987)
* હૈદરાબાદ ખાતે 11મી સદીના મહાન દાર્શનિક અને સમાજ સુધારક સંત રામાનુજાચાર્યની પ્રતિમા- ‘Statue of Equality’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂલી મૂકી (2022)
સંત રામાનુજાચાર્યએ જાતિ ભેદભાવ સામે ઝૂંબેશ ચલાવી; મહિલાઓના સશક્તિકરણ માટે કામ કર્યું હતું. તેમની શિષ્ય પરંપરાની 14મી પેઢીમાં સંત રામાનંદ થયા; જે કબીરના ગુરુ હતા.
આ પ્રતિમા 216 ફૂટ ઊંચી છે, પ્રતિમામાં 120 કિલો સોનું પણ વપરાયું છે ને લગભગ 1000 કરોડના ખર્ચે ચીનમાં બનેલી છેરામાનુજાચાર્યનો જન્મ 1017માં મદ્રાસ નજીક ‘પેરબુધૂરમ’માં થયો અને 120 વર્ષ જીવ્યા, 1137માં તેમનું અવસાન થયેલ.તેઓ ‘વિશિષ્ટ અદ્વૈત’ના સિદ્ધાંતના જનક કહેવાય છે.
* વડોદરા ખાતે જન્મેલ અને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત ગુજરાતી રંગભૂમિના અભિનેતા અને દિગ્દર્શક માર્કંડ ભટ્ટનુ અવસાન (1929)
ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વડા તરીકે તરીકે સેવા આપી હતી
* ભારતની 1000મી વન-ડે ક્રિકેટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ અને ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં છ વિકેટે જીત મેળવી (2022)
ભારતે અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડને ચાર વિકેટથી હરાવીને પાંચમી વખત ટ્રૉફી જીતી (2022)
રાજ બાવાએ 9.5 ઓવરમાં 31 રન આપીને પાંચ અને રવિ કુમારે નવ ઓવરમાં 34 રન આપીને ચાર વિકેટ લીધી
>>>> જ્ઞાન જ્યારે આત્મજ્ઞાન તરફ લઈ જાય, ત્યારે તેને ઈમોશનલ ઇન્ટેલિજન્સ કહેવાય. જે વ્યક્તિમાં ખાસ પ્રકારની ક્ષમતા પેદા કરે છે: જેમાં પરસ્પર સંબંધોને સંવાદી બનાવવા અને મહત્વના સંબંધો વધુ ફળદ્રુપ બનાવવા, પોતાની ભાવનાત્મક ક્ષમતાઓ અને તેની કમજોરીઓની તટસ્થ ઓળખ બનાવવી તથા હાનિકારક લાગણીઓ અને વૃત્તિઓને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા સાથે બીજા લોકોની ભાવનાત્મક ક્ષમતાઓ અને કમજોરીઓની સમજ કેળવવાની હોય છે. બુદ્ધિશાળી વ્યક્તિમાંનાં એક, જેમને દુનિયા વિશે બધી ખબર હોય, પણ ખુદની ત્રુટીઓ વિશે અભાન હોય, બીજા, જેમને બીજા લોકોની તો ખબર હોય, પોતે કેટલા પાણીમાં છે, તેની પણ ખબર હોય.
સંકલન : વિજય ઠક્કર (આણંદ)