AnandToday
AnandToday
Sunday, 04 Feb 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 5 ફેબ્રુઆરી : 5 February 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ફૂટબોલના મહાન ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો આજે જન્મદિવસ 

ફૂટબોલના ખૂબ સફળ અને મહાન ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો પોર્ટુગલ દેશમાં જન્મ (1985)
તેઓ એવા મર્યાદિત ખેલાડીઓની યાદીમાં સામેલ છે જેમણે પોતાની કારકિર્દીમાં 1100થી વધુ વ્યવસાયિક ફૂટબોલ મેચમાં ભાગ લીધો છે 
માન્ચેસ્ટર યુનાઈટેડ અને રિયલ મેડ્રિડ જેવી અનેક ટીમ એ તેમની સાથે અબજો રૂપિયાના કરાર કર્યા 

* ભારતના ક્રિકેટ ખેલાડી (21 ટેસ્ટ, 121 વન ડે અને 55 ટી-20 રમનાર) ભુવનેશ્વર કુમારનો મેરઠ ખાતે જન્મ (1990)

* ફૂટબોલના લોકપ્રિય અને સફળ ખેલાડી ન્યાનમારનો બ્રાઝિલ દેશમાં જન્મ (1992)
વિશ્ચના શ્રેષ્ઠ ખેલાડીઓમાં તેમની નોંધ કરવામાં આવી છે 

* બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન નો મુંબઈ ખાતે જન્મ (1976)
તેમની યાદગાર ફિલ્મો 
તેમના પિતા અભિનેતા અમિતાભ બચ્ચન, માતા જયા બચ્ચન અને પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન છે 
રેફ્યુજી ફિલ્મ સાથે એક્ટિંગ કેરિયર શરુ કરનાર અભિષેકની અન્ય લોકપ્રિય અને યાદગાર ફિલ્મોમાં બન્ટી ઔર બબલી, સરકાર, ગુરુ, દોસ્તાના, પા વગેરે છે

* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી (27 ટેસ્ટ અને 117 વન ડે રમનાર) ડેરેન લેહમેનનો જન્મ (1970)
યુવાનીમાં તે ફૂટબોલ રમતા અને કાર કંપનીમાં જોબ કરતા હતા 
તેમણે ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ તરીકે પણ સેવાઓ આપી છે 

* ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડ ટીમનો (બે ઈનિંગમાં 82 અને 93 રનમાં ઓલઆઉટ થતા) વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં કારમો પરાજય થયો (1984)
આ મેચમાં ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલી એ 99 રન કરવા સાથે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી 

* હિન્દી ફિલ્મોના ગાયિકા અનમોલ મલિકનો જન્મ (1990)
તેમના પિતા અનુ મલિક અને દાદા સરદાર મલિક બોલિવૂડના લોકપ્રિય સંગીતકાર છે 

* હિન્દી અને બંગાળી ફિલ્મોના ગાયિકા જુથિકા રોયનું કોલકાતા ખાતે અવસાન (2014)

* હિન્દી અને ભોજપુરી ફિલ્મોના અભિનેતા સુજીત કુમારનું મુંબઈ ખાતે અવસાન (2010) 

>>>> કોઇપણ ક્ષેત્રમાં સફળ થવા માટે અથવા ધાર્યું પરિણામ મેળવવા માટે ટેલેન્ટ જરૂરી હોય છે, ને ટેલેન્ટને સફળ થવા માટે શિસ્ત જોઈએ. શિસ્ત એટલે જે ચીજ ઉચિત અને અનિવાર્ય હોય, તેને કરવા માટે જાતને ફરજ પાડવી તેનું નામ શિસ્ત. ટેલેન્ટ આપણને મોટિવેટ કરે, પરંતુ એમાં સાતત્ય શિસ્તથી જ આવે. ગતિ તો હોય, પણ બંદરને ખબર ન પડે કે તે આગળ વધી રહ્યો છે, પાછળ જઈ રહ્યો છે કે આજુબાજુમાં ખસી રહ્યો છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)