AnandToday
AnandToday
Wednesday, 31 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

"ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાવિષય પર રમેશભાઈ ઠાકોર (રૂપિયાવાલા) નું વક્તવ્ય યોજાયું

આચાર્યશ્રી ડૉ. નિર્મળદાન ગઢવી ના માર્ગદર્શન હેઠળ મોરડ પ્રાથમિક શાળામાં "ઉજાસભણી" કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું

આણંદ ટુડે | આણંદ
આણંદ જિલ્લાનાની મોરડ પ્રાથમિક શાળા ખાતે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવતા "ઉજાસભણી" કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો એટલે કે વિષય નિષ્ણાતો ધ્વારા બાળકોને જે તે ક્ષેત્રની માહિતી પુરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત ટેકનોલોજી ક્ષેત્રમાં "ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા"  વિષય પર વક્તવ્ય અને માર્ગદર્શન માટે વક્તવ્ય આપવા માટે ડિજીટલ ટેકનોલોજી ક્ષેત્રના સારા જાણકાર એવા રમેશભાઈ ઠાકોર (રૂપિયાવાલા) આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેઓએ ઉપસ્થિત રહીને બાળકોને ઈન્ટરનેટ અને સોશિયલ શું છે? તેના ઉદભવ, વિકાસ, ફાયદા, ગેરફાયદા, સાવચેતીઓ, ભવિષ્યમા પોતાને કઈ રીતે ઉપયોગી બની રહેશે વગેરે વિશે જરૂરી માહિતી આપી. આ કાર્યક્રમમાં  શાળાના આ. શિ. અનિલભાઈ ઠક્કરે ધાર્મિક પુસ્તક "સુંદરકાંડ" અર્પણ કરીને તથા બીજા આ. શિ.  જયદીપભાઈ વાઘેલા અયોધ્યા મંદિરના ૫ દીવા આપીને તેમનું બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમમા લગભગ ૫૦૦ થી પણ વધારે બાળકોએ હાજર રહીને રમેશભાઈ ઠાકોર (રૂપિયાવાલા)ના વક્તવ્ય અને વિચારોને સાંભળ્યા હતાં. 
આ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરનાર આ. શિ‌. સતીશભાઈ વાઘેલા અને શાળાને ધબકતી રાખનાર શાળા આચાર્યશ્રી ડૉ. નિર્મળદાન ગઢવી સાહેબે આભાર વિધિ કરી અને છેલ્લે બાળકોએ અભ્યાસમાં ઉપયોગી સોફ્ટવેર વાપરવાની બાહેંધરી આપી.