ભારતમાં હરિયાણાના કરનાલ ખાતે જન્મેલ, (અમેરિકન સ્પેસ શટલ કોલમ્બિયાના) ભારતના પહેલા મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનું અમેરિકા ખાતે અવસાન (2003)
* ભારતના ક્રિકેટ ખેલાડી (15 ટેસ્ટ અને 196 વન ડે રમનાર) અજય જાડેજા (અજયસિંહ દૌલતસિંહ જાડેજા)નો જામનગર ખાતે જન્મ (1971)
* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી (35 ટેસ્ટ, 287 વન ડે અને 124 ટી -20 રમનાર) શોએબ મલિકનો સિયાલકોટ ખાતે જન્મ (1982)
શરૂઆતમાં દસમા નંબરે બેટિંગ કરતા આ ખેલાડીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે સેવા આપી છે અને લાંબા સમય માટે ક્રિકેટ કેરિયર ચાલી હોય એવા મર્યાદિત ખેલાડીઓ પૈકીના તે એક છે
ભારતના ટેનિસ ખેલાડી સાનિયા મિરઝા એ (12-4-2010) શોએબ મલિક સાથે લગ્ન કર્યાં છે
* અભિનેતા અને ગાયક, દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ, દિલ્હીથી સાંસદ (2014) બનેલ મનોજ તિવારીનો બિહારમાં જન્મ (1971)
* બાંગ્લાદેશના આર્મી ચીફ (1978-86) અને પ્રેસિડેન્ટ બનેલ (1983-1990) હુસૈન મોહમ્મદ ઈર્શાદનો જન્મ (1930)
* બોલિવૂડના લોકપ્રિય અભિનેતા જેકી શ્રોફ (જયકિશન કાકુભાઈ શ્રોફ)નો મુંબઈ ખાતે જન્મ (1957)
ચાર વખત ફિલ્મફેર એવોર્ડ દ્વારા સન્માનિત આ અભિનેતા એ 220થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે
* રશિયન ફેડરેશનના પ્રથમ પ્રમુખ બોરિસ યેલ્તસિનનો જન્મ (1931)
* ત્રીજી વખત રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીનો મુંબઈ મુંબઈ ખાતે જન્મ (1956)
* હિન્દી ફિલ્મોના ગાયક અનવરનો મુંબઈ ખાતે જન્મ (1949)
* હિન્દી અને ભારતની અનેક પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં અભિનય કરનાર શિવાજી શિંદે નો મહારાષ્ટ્રના સતારા ખાતે જન્મ (1959)
* ભારતના ક્રિકેટ ખેલાડી મોહમ્મદ અઝહરુદીન એ પોતાની કારકિર્દીના આરંભે સતત ત્રીજી સદી ફટકારી (1985)
* 'પદ્મશ્રી'થી સન્માનિત ભારતનાં આર્કિયોલૉજિસ્ટ અશોક કુમાર ભટ્ટાચાર્ય નો કોલકાતા ખાતે જન્મ (1991)
* ભારતના ક્રિકેટ ખેલાડી (4 ટેસ્ટ રમનાર) ડૉ. જહાંગીર ખાનનો જન્મ (1910)
તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ચાર વર્ષ અભ્યાસ કરી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી હતી
* મરાઠી ફિલ્મોના અભિનેત્રી અને દિગ્દર્શક વિભાવરી દેશપાંડે નો પુના ખાતે જન્મ (1979)
* અમિતાભ બચ્ચન, રજનીકાંત, ગોવિંદા, કિમિ કાટકર, દીપા શાહી, શિલ્પા શિરોડકર, ડેની, અનુપમ ખેર, કાદર ખાન, અનુ કપૂર, દિપક શિર્કે અને સંજના અભિનિત ફિલ્મ 'હમ' રિલીઝ થઈ (1991)
ડિરેક્શન : મુકુલ એસ. આનંદ
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
બિનાકા ગીતમાલાની સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિ - 1990માં 'જુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા...' (કવિતા કૃષ્ણામૂર્તિ - સુદેશ ભોંસલે) 5માં નંબર ઉપર અને 'કાગજ કલમ દવાત...' (શોભા જોશી - મો. અઝીઝ) બિનાકા ગીતમાલાની વાર્ષિક યાદી -1991માં 15માં નંબર ઉપર રહ્યું હતું
'બેસ્ટ એક્ટર' (અમિતાભ બચ્ચન), 'બેસ્ટ આર્ટ ડિરેક્ટર' (આર. વામન શેટ્ટી), 'બેસ્ટ કોરિઓગ્રાફી' (ચિન્ની પ્રકાશ - જુમ્મા ચુમ્મા...) એમ 3 ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતાં. 'હમ' કુલ 7 વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ માટે પસંદ થઈ હતી
એક દ્રશ્યમાં અમિતાભ સાંકળોથી બંધાયેલો હોય છે તેમાં અમિતાભનો હાથ ઈજાગ્રસ્ત થયો હતો, અને શિલ્પા શિરોડકર 'સનમ મેરે સનમ...' ગીતમાં હવાઈ જહાજની વિંગથી 15 ફૂટ નીચે શૂટિંગ કરી રહી હતી ત્યારે તેના પગમાં ફ્રેકચર થયું હતું
'હમ' ઉપરથી તામિલમાં રજનીકાંતની 'બાશા' (1995), કન્નડમાં 'સોમા' (1996) અને બંગાળીમાં 'ગુરુ' (2003) નામની ફિલ્મો બની હતી
સુપરહિટ ગીત 'લે લે ચુમ્મા લે...' ને વાસ્તવિક ભીડમાં ફિલ્માવવામાં આવ્યું હતું
* ડીનો મોરિયા, બિપાશા બાસુ, માલિની શર્મા, આશુતોષ રાણા અને અનંગ દેસાઈ અભિનિત ફિલ્મ 'રાઝ' રિલીઝ થઈ
ડિરેક્શન : વિક્રમ ભટ્ટ
સંગીત નદીમ શ્રવણે
મુખ્ય કેટેગરીમાં 6 નોમિનેશન મેળવનારી અત્યાર સુધીની એકમાત્ર હોરર ફિલ્મ ગણાય છે. એવોર્ડ એકપણ મળ્યો ન હતો.
ફિલ્મ રજૂ થવા સમયે બિપાશા બાસુ અને ડીનો મોરિયા બંને ફિલ્મો માટે નવા કલાકાર હતા પરંતુ ટોચના મોડલ તરીકે પ્રખ્યાત હતા, ડીનો મોરિયા અને બિપાશાના અવાજોને અનુક્રમે વિક્રમ ભટ્ટ અને મોના ઘોષ શેટ્ટીએ ડબ કર્યા છે
'રાઝ' (2002) હોલિવૂડ ફિલ્મ 'What Lies Beneath' (2000)ની રિમેક માનવામાં આવે છે
>>>> સંકલન : વિજય એમ. ઠક્કર