AnandToday
AnandToday
Tuesday, 30 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

વલ્લભ વિદ્યાનગર ઇલ્સાસ કોલેજના વિદ્યાર્થી વેદ પટેલની શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર તરીકે નિયુક્તિ સાથે સન્માન

મતદાન જાગૃતિ માટે કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ વેદ પટેલને એવોર્ડ એનાયત કરાયો

આ કાર્યસિદ્ધિ બદલ સી .વી .એમ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈ પટેલ તથા સંસ્થા પરિવારે વેદ પટેલને
શુભેચ્છા પાઠવી

આણંદ ટુડે | આણંદ
આણંદ શહેરના વલ્લભ વિદ્યાનગર સ્થિત સી. વી. એમ યુનિવર્સિટીની ઇલ્સાસ કોલેજમાં અભ્યાસ કરતાં વેદ પટેલનું ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ના પર્વે શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર તરીકે એવોર્ડ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. વેદ પટેલની કેમ્પસ એમ્બેસેડર તરીકેની નિયુક્તિ અને સન્માન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા,  ભારત ચૂંટણી પંચ અને ગુજરાત ચૂંટણી પંચના બૅનર હેઠળ આણંદનાં ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર અનિતા રાચુજી અને જિલ્લાના કલેક્ટર  શ્રી પ્રવીણ કુમાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યા હતા. આણંદ જિલ્લા તથા સીવીએમ યુનિવર્સિટીના ગૌરવ એવાં વેદની આ કાર્યસિદ્ધિ બદલ સી .વી .એમ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈ પટેલ,  પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની અને ઇલ્સાસ કોલેજના પ્રિન્સિપલ ડૉ. સી.એન.અર્ચના દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. એક શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર દ્વારા જે ગતિવિધિ કરી અને મતદાન જાગૃતિ માટે જે પણ કાર્યક્રમો કર્યાં તેનાં ઉપક્રમે વેદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ પ્રેરણાદાયી છે.