AnandToday
AnandToday
Monday, 29 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટાપાયે ભરતી મેળો શરૂ થયો 

માતર- કોંગ્રેસમાં ભંગાણ, 25થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ગાંધીનગરમાં આવેલ પાર્ટી કાર્યાલય કમલમ  ખાતે વેલકમ પાર્ટીનું આયોજન કરાયું

ગુજરાતની પ્રગતિ દ્વારા દેશની પ્રગતિ છે. -સી. આર. પાટીલ

આણંદ ટુડે | માતર (તસવીર અહેવાલ- મહંમદખાન પઠાણ )
આ વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે  લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશમાં કવાયત તેજ કરી છે.લોકસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાના લક્ષ્‍ય સાથે પાર્ટીએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે.જેને લઈને આજે સોમવારે ગાંધીનગરમાં આવેલ પાર્ટી કાર્યાલય કમલમ  ખાતે વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે હેઠળ પૂર્વ ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ પૂર્વ સભ્યો સહિતના આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો . ખેડા જિલ્લાના માત૨ વિધાનસભા મતવિસ્તારમાં પણ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે .
115 માતર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દેથલી,ખરાટી, ખાંધલી, દંતાલી, દલોલી, પરીએજ,લીંબાસી,બામરોલી અને માલાવાડા ગામના 25 થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો .જેમાં બાબુભાઈ રૂમાલભાઈ સોલંકી (જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા ),બાબુભાઈ કે સોલંકી, (પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ) , ધનશ્યામભાઈ મકવાણા (તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ) ,સહિત તાલુકા પંચાયતના સદસ્યો,ગ્રામ પંચાયતના સદસ્યો અને દૂધ મંડળીના સદસ્યોનો સમાવેશ થાય છે .
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના સંબોધનમાં કહ્યું કે, ગુજરાતની પ્રગતિ દ્વારા દેશની પ્રગતિ છે. અને આ 10 વર્ષમાં દેશમાં ખૂબ જ સારો વિકાસ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ આપેલા બધા જ વચનો પાર્ટીએ પૂરા કર્યા છે. એનું જ એક ઉદાહરણ છે કે થોડા દિવસો પહેલા જ આખો દેશ રામમય બન્યા હતા. જેમાં દુનિયાના શ્રેષ્ઠ મંદિરો પૈકી રામ મંદિરનું નિર્માણ થયું છે.