પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ .આ દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ
પ્રજાસત્તાક દિને તિરંગો ઉપર જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે. બંધારણમાં તેને Flag Unfurling (ધ્વજ ફરકાવવો) કહેવામાં આવે છે, પ્રજાસત્તાક દિને રાજપથ પર ધ્વજ ફરકાવવામાં આવે છે
કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણું બંધારણ તૈયાર થયું હતું. તેનાં માટે 166 બેઠક થઈ હતી. આપણા દેશનાં બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવાં રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતાં, બંધારણસભાનાં અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતાં અને બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિનાં અધ્યક્ષ ડૉ.બી.આર. આંબેડકર હતાં, ડ્રાફ્ટિંગ કમિટીનીનું નેતૃત્વ ડૉ. ભીમરાવ આંબેડકરે કર્યું, ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું હસ્તલિખિત બંધારણ છે, આ બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ હાથ વડે લખી હતી, મૂળ અપનાવાયેલા બંધારણમાં 22 ભાગો, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી
* 'પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત ભારતમાં ખૂબ લોકપ્રિય અને નોંધપાત્ર બનેલ કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણ (રાસીપુરમ્ ક્રિષ્નસ્વામી ઐયર લક્ષ્મણ)નું અવસાન (2015)
એમણે અંગ્રેજી ન્યૂઝ પેપર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે કામ કરતા એક કાયમી કાર્ટુન પાત્ર ઉપસાવ્યું અને તે ‘ધ કોમન મેન’ તરીકે ઓળખવામાં આવે છે, જે કોમન મેન લક્ષ્મણની ઓળખ બની ગયો
તેમનાં ભાઈ આર.કે. નારાયણ લેખ લખતા અને આર.કે. લક્ષ્મણ તેનું ચિત્ર દોરતાં
ઈ.સ.1984માં પત્રકારત્વ, સાહિત્ય અને ક્રિએટિવ કમ્યુનિકેશન આર્ટ્સ માટે રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થયાં
* લાઠી રાજ્યનાં રાજવી, ‘કલાપી’ ઉપનામથી પ્રખ્યાત ગુજરાતી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનો અમરેલીના લાઠીમાં જન્મ (1874)
* ભારતના ક્રિકેટ ખેલાડી સંદિપ પાટીલે ઈજાગ્રસ્ત હાલતમાં ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક 174 રન ફટકાર્યા (1981)
* કેેેેનેડાના ક્રિકેટ ખેલાડી (62 વન ડે અને 9 ટી-20 રમનાર) આશિષ બગાઈનો દિલ્હી ખાતે જન્મ (1991)
* ભારતના ક્રિકેટ ખેલાડી ( 7 ટેસ્ટ અને 20 વન ડે રમનાર), કોમેન્ટેટર અને કોચ હોવા ઉપરાંત નેશનલ સિલેક્ટર રહેલા અશોક મલ્હોત્રાનો જન્મ (1957)
રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકેનો રેકોર્ડ ખૂબ લાંબા સમય સુધી તેમના નામ ઉપર રહ્યો
* તેલુગુ સિનેમાના સૌથી વધુ રકમ લેતા સફળ અભિનેતા રવિ તેજાનો આંધ્ર પ્રદેશમાં જન્મ (1962)
* ભારતના ક્રિકેટ ખેલાડી (35 ટેસ્ટ અને 7 વન ડે રમનાર) શિવલાલ યાદવનો હૈદરાબાદ ખાતે જન્મ (1957)
* ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત ક્રાન્તિકારી મહિલા રાણી ગાઈડિન્લ્યુનો મણિપુર રાજ્યમાં જન્મ (1915)
* હિન્દી ટીવી સિરિયલ અને ફિલ્મોના ગુજરાતી અભિનેત્રી વંદના પાઠકનો અમદાવાદમાં જન્મ (1976)
* કચ્છની ભૂમિ ધણધણી, ભૂકંપની રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા હતી અને ભચાઉમાં એનું કેન્દ્રબિંદુ હતું, આ ભૂકંપના પગલે ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપની અસર થઈ હતી (2001)
* ભારતના ક્રિકેટ ખેલાડી (12 વન ડે અને 9 ટી-20 રમનાર) વિજય શંકરનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1991)
* હરિલાલ જે. કાણિયા ભારતનાં પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યાં (1950)
* બાલાસિનોરના વતની અને ગુજરાતી સાહિત્યકાર મુકુંદ પરીખનો પંચમહાલ જિલ્લામાં જન્મ (1934)
* ભારતીય હિંદી મહાસભાએ પહેલો સ્વાતંત્ર્ય દિવસ મનાવ્યો (1930)
* હૃતિક રોશન, પ્રિયંકા ચોપરા, સંજય દત્ત, રિશી કપૂર, ઓમપુરી, ઝરીના વહાબ, સચીન ખેડેકર, દેવેન ભોજાણી અભિનિત ફિલ્મ 'અગ્નિપથ' રિલીઝ થઈ (2012)
ડિરેક્શન : કરણ મલ્હોત્રા
સંગીત અજય અતુલ
'અગ્નિપથ' (2012) ફિલ્મ 'અગ્નિપથ' (1990)ની સત્તાવાર રિમેક હતી પરંતુ મિથુનનું પાત્ર દૂર કરવામાં આવ્યું અને ઋષિ કપૂરના નવા પાત્રને રજૂ કરવામાં આવ્યું.
'અગ્નિપથ' (2012)માં હૃતિક રોશન અને સંજય દત્તે ફિલ્મ 'મિશન કાશ્મીર' (2000)ના 12 વર્ષ પછી ફરી સાથે કામ કર્યું, જેમાં સંયોગથી બંને ફિલ્મોમાં હૃતિક સંજય પાસેથી બદલો લેવા માંગે છે, બંનેમાં સંજયનું પાત્ર હૃતિકના પિતાને મારી નાખે છે અને ક્લાઈમેક્સમાં હૃતિક અને સંજય વચ્ચે હેન્ડ ટુ હેન્ડ ફાઈટ સીન પણ છે.
'અગ્નિપથ' (2012) પહેલા સંજય દત્ત અને ઋષિ કપૂરે મુખ્ય હીરો તરીકે સાથે છેલ્લે 19 વર્ષ અગાઉ 'સાહિબાન' (1993)માં સાથે કામ કર્યું હતું.
'અગ્નિપથ' (2012)માં માંડવાને દર્શાવતા દ્રશ્યો ગુજરાતી પાસેના દીવમાં શૂટ કરવામાં આવ્યા હતા.
'અગ્નિપથ' (2012)માં 'ચિકની ચમેલી...' ગીત 2006ની ફિલ્મ 'જાત્રા' ના હિટ મરાઠી ગીત (સંગીતકાર અજય અતુલની પોતાની રચના) 'કોમ્બડી પલ્લાઈ...' પરથી પ્રેરિત હતું.
'અગ્નિપથ' (2012) ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાસ્તવમાં 1990ના 'અગ્નિપથ' નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે.
* કાદર ખાન, શક્તિ કપૂર, જેકી શ્રોફ, આદિત્ય પંચોલી, ફરહા, ગુલશન ગ્રોવર, અસરાની અભિનિત ફિલ્મ 'બાપ નંબરી બેટા દસ નંબરી' રિલીઝ થઈ (1990)
ડિરેક્શન : અઝીઝ સેજાવલ
સંગીત : નદીમ શ્રવણ
'બાપ નંબરી બેટા દસ નંબરી' નો સમાવેશ ભારતની સર્વકાલીન કોમેડી ફિલ્મોમાં ઓલટાઈમ કલ્ટ કોમેડી ફિલ્મમાં થાય છે.
ફિલ્મફેર એવોર્ડ્સ સમારંભમાં 'બાપ નંબરી બેટા દસ નંબરી' માટે કાદર ખાનને 'બેસ્ટ કોમિક એક્ટર' તરીકેનો એવોર્ડ મળ્યો હતો.
*********************