AnandToday
AnandToday
Tuesday, 23 Jan 2024 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 23 જાન્યુઆરી : 23 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે પરાક્રમ દિવસ,સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ

સમગ્ર દેશ આજે પરાક્રમ દિવસની ઉજવણી કરી રહ્યો છે. વર્ષ 2021માં PM નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી
આજના દિવસે વર્ષ 1897ના રોજ ભારતના મહાન સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ થયો હતો અને આ દિવસને ભારતમાં 'પરાક્રમ દિવસ'તરીકે ઉજવાય છે
* આઝાદ હિંદ ફોજના સંસ્થાપક, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રણી 'નેતાજી' સુભાષચંદ્ર બોઝનો ઓડિશાનાં કટક ખાતે જન્મ (1897)
પ્રખર ધ્યેયનિષ્ઠા, આત્મવિશ્વાસ, હિંમત, સંમોહિત કરતું વ્યક્તિત્વ, લોકચાહના જીતવાની ક્ષમતા, કામ પાર પાડવાની આવડત, સંપૂર્ણ આઝાદીમાં બાંધછોડ નહિ કરવાની અડગતા વગેરે તેમનાં ગુણવિશેષ રહ્યા પિતા વકીલ અને ‘રાયબહાદુર’ હતાં આઇ.સી.એસ. થવા ઈંગ્લૅન્ડ ગયાં, ઈ.સ.1920માં પરીક્ષામાં ચોથા નંબરે પાસ થવા છતાં સિવિલ સર્વિસમાં જોડાવાનો ઇન્કાર કર્યો હતો કલકત્તા મ્યુનિશિપલ કોર્પોરેશનનાં પ્રમુખ, ‘બાંગલાર કથા’ અને ‘ફોરવર્ડ બ્લૉક’ પત્રોનાં સંપાદક, કૉંગ્રેસ પ્રમુખ અને ભારત બહાર આઝાદ હિંદ સરકારનાં સ્થાપક તરીકે તેમની નામનાં છે
તેઓ ઈ.સ.1938માં ગુજરાતમાં યોજાયેલ સુરત જિલ્લાનાં હરિપુરામાં કૉંગ્રેસનાં 51માં અધિવેશનમાં અધ્યક્ષ હતાં
રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ, 1943નાં રોજ ‘આઝાદ હિંદ ફોજ’નાં સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી, આઝાદ હિંદ ફોજનાં સિપહસાલાર (સરસેનાપતિ)નો હોદ્દો અને ચાર મહિનામાં આઝાદ હિંદ સરકારની રચના કરી, તેમણે આઠ મહિનામાં આરામાન મોરચો ખોલી 2 માર્ચ, 1944નાં રોજ ભારતની ધરતી પર આઝાદીનો ધ્વજ લહેરાવ્યો
સુભાષબાબુને ‘નેતાજી’નું બિરુદ અપાયુ, નેતાજીએ ફોજને ‘ચલો દિલ્લી’નું સૂત્ર આપ્યું, ભારતને ‘જયહિંદ’નો મંત્ર આપ્યો, ‘તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા’ નારો આપ્યો, કોહિમા જીતી લીધું,

* શિવ સેનાના સ્થાપક, કાર્ટૂનિસ્ટ અને હિન્દુ હૃદય સમ્રાટ તરીકે ઓળખાયેલ બાળાસાહેબ ઠાકરેનો મુંબઈ ખાતે જન્મ (1926)

* કર્ણાટક રાજ્યના પૂર્વ ગવર્નર (2014-21), ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ (2012-14), ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાનો રાજકોટ ખાતે જન્મ (1938)
તેમણે રેકોર્ડ 18 વખત ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું 

* પદ્મશ્રીથી સન્માનિત હિન્દી ફિલ્મ દિગ્દર્શક - નિર્માતા (શોલે, શાન વગેરેના) રમેશ સિપ્પીનો કરાંચીમાં જન્મ (1947)

* બ્રિટિશ સૈન્યમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવનારા (ભારતીય પુરાતત્ત્વ સંશોધન સરવેનાં પ્રથમ અધ્યક્ષ) પુરાતત્ત્વશાસ્ત્રી સર એલેકઝાન્ડર કનિંગહામનો જન્મ (1814)

​* બોલિવૂડની ફિલ્મોના ગાયક શંકરદાસ ગુપ્તાનું અવસાન  (1992)

* ફાધર ઑફ મોડર્ન ફાયરઆર્મ્સ એટલે કે આધુનિક સૈન્યશસ્ત્રોનાં જનક તરીકે ઓળખાયેલ ગન ડિઝાઈનર જહોન બ્રાઉનિંગનો અમેરિકાનાં ઉતાહનાં ઓજિનમાં જન્મ (1855)

* રીના રોય, જીતેન્દ્ર, સુનિલ દત્ત, રેખા, ફિરોઝ ખાન, સંજય ખાન, કબીર બેદી, વિનોદ મહેરા, અનિલ ધવન, રણજિત, મુમતાઝ, યોગીતા બાલી, અરુણા ઈરાની, પ્રેમનાથ, જગદીપ અને ટુનટુન અભિનિત અને ભારતની સૌથી મોટી મલ્ટીસ્ટાર ફિલ્મો પૈકીની એક 'નાગીન' રિલીઝ થઈ (1976)
ડિરેક્શન : રાજકુમાર કોહલી
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
'નાગીન' રીના રોયની કારકિર્દીની પહેલી સુપરહિટ ફિલ્મ હતી અને આ સફળતા બાદ રીના રોયે રિટાયર્ડ થતાં સુધી આવેલી રાજકુમાર કોહલીની દરેક ફિલ્મોમાં કામ કર્યું હતું
'નાગીન' મુમતાઝની અંતિમ ફિલ્મ ગણાતી હતી, પણ ત્યારબાદ, તે વર્ષો બાદ 'આઈના' માં નજર આવી હતી
રાજકુમાર કોહલીએ પોતાના પુત્ર અરમાન કોહલીને લઈને 2002માં 'નાગીન' ની રિમેક બનાવી હતી, પણ તે ફિલ્મ બોક્સઓફિસ ઉપર નિષ્ફળ સાબિત થઈ હતી

* ગોવિંદા, દિવ્યા ભારતી, ગુલશન ગ્રોવર, મોહનીશ બહલ, અનુપમ ખેર, બિંદુ, આલોકનાથ, અનિલ ધવન, ગોવિંદ નામદેવ, સુધા ચંદ્રન, શક્તિ કપૂર અને અર્ચના પૂરણસિંહ અભિનિત ફિલ્મ 'શોલા ઔર શબનમ' રિલીઝ થઈ (1992)
ડિરેક્શન : ડેવિડ ધવન
સંગીત : ભપ્પી લાહિરી
'શોલા ઔર શબનમ' નું ઉટીમાં શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે માતા નૂતનનું અવસાન થતાં મોહનીશ બહલે શૂટિંગ છોડી મુંબઈ જવું પડ્યું હતું
'શોલા ઔર શબનમ' દિવ્યા ભારતીની એકમાત્ર ફિલ્મ છે, જેમાં તેના પાત્રનું નામ પણ દિવ્યા જ હતું
'શોલા ઔર શબનમ' ના બીજાજ દિવસે દિવ્યા ભારતીની બીજી ફિલ્મ 'વિશ્વાતમા' પણ રિલીઝ થઈ, જેથી કોને દિવ્યા ભારતીની ડેબ્યુ ફિલ્મ ગણવી તે અંગે મતભેદ છે
'શોલા ઔર શબનમ' ના એક ગીત 'તું પાગલ પ્રેમી આવારા' માં દિવ્યા ભારતી જંગલમાં ખોવાઈ જાય છે અને ગોવિંદા એના પાત્રના નામ દિવ્યાથી બુમો પાડે છે. બે વર્ષ પછી 1994માં જ્યારે દિવ્યા ભારતીનું અકસ્માતથી અવસાન થયું હતું ત્યારે તેના અંતિમ સંસ્કારનો વિડીયોમાં ગોવિંદા જ્યારે દિવ્યા નામથી બૂમો પાડે છે ત્યારે દિવ્યા ભારતીને બિલ્ડિંગમાંથી નીચે પડતી બતાવવામાં આવી