AnandToday
AnandToday
Saturday, 20 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 

આણંદ બી. .પી.એસ. દ્વારા શ્રી રામ ભગવાનના વધમણાંની અનોખી ઉજવણી

આણંદ બી.એ.પી.એસ. મંદિરે કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીના માર્ગદર્શન હેઠળ અનોખી ઉજવણી કરવામાં આવી 

આણંદ ટુડે | આણંદ
"આનંદ આનંદ આનંદ, ભગવાન શ્રી રામ લલ્લા ની દિવ્ય પધરામણી નો દિવ્ય આનંદ આનંદ આનંદ. ૧૪ વર્ષના વનવાસ પછી ભગવાન શ્રી રામ અયોધ્યા પધાર્યા ત્યારે જેવો આનંદ સૌને થયો હતો, તેવો આનંદ આજે કરોડો ભક્તો ભાવિકોને થઈ રહ્યો છે." આ શબ્દો પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સ્વહસ્તે સમગ્ર સત્સંગ સમાજને તા.૧૯, જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ લખેલ પત્રોના અંશ છે. સનાતન ધર્મના આ મહાન ઉત્સવનો આનંદ સમગ્ર બી.એ.પી.એસ.ના સમગ્ર સત્સંગ સમાજમાં અનુભવાય છે.શ્રી રામજન્મ ભુમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે આણંદ બી.એ.પી.એસ. મંદિરે કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીના માર્ગદર્શન હેઠળ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 
આણંદ મંદિરના પ્રાંગણમાં અયોધ્યા મંદિર સાથે "જય શ્રી રામ" ની કલાત્મક રંગોળી પૂરવામાં આવી હતી.તા.૨૧/૧/૨૩ રવિવારે બાળ મંડળના બાળકોએ સાયકલ યાત્રા યોજીને ભગવાન શ્રી રામના વધામણાનો સંદેશ પ્રવર્તાવ્યો હતો. વળી ૨૧/૧ સાંજે અક્ષરફાર્મ સભામાં પણ કલાત્મક પાલખીમાં ભગવાન શ્રી રામને પધરાવી પાલખી યાત્રા દ્વારા આરતી અને પૂજન દ્વારા વધાવ્યા હતા. ૨૨/૧ના મંગળ પ્રભાતે શણગાર આરતી બાદ આણંદ મંદિરે રાજકીય આગેવાનો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે વિશેષ પૂજન, અર્ચન કરીને ભક્તિ અર્ધ્યનો કાર્યક્રમ થનાર છે.