AnandToday
Friday, 19 Jan 2024 18:30 pm
AnandToday
સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અનુસ્નાતક ઇતિહાસ વિભાગના આઠ વિદ્યાર્થીઓ નેટ અને જી-સેટ પરીક્ષામાં ઉત્તીર્ણ
આણંદ ટુડે | વલ્લભ વિદ્યાનગર
કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બનવા માટેની અભિયોગ્યતા કસોટી ‘નેટ' અને 'જી-સેટ’ની ગત વર્ષે લેવાયેલી પરીક્ષામાં નેટની પરીક્ષામાં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ઇતિહાસ વિભાગના બે (૨) વિદ્યાર્થીઓ અજયસિંહ રાજપુત અને પારિકા રાઠોડ ઉત્તીર્ણ થયાં છે. આ સાથે ગત વર્ષે લેવાયેલી જી-સેટની પરીક્ષાનું પરિણામ કુલ ૭.૪૨% આવેલ છે. આ પરીક્ષામાં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ઇતિહાસ વિભાગના છ (6) વિદ્યાર્થીઓએ ડો. વિજય નીનામા, રાહુલ ડામોર, નેહા પરમાર, મયુરી સેનવા, અજયસિંહ રાજપુત, તથા ભાર્ગવ કાપડીએ આ પરીક્ષા સફળતાપૂર્વક પસાર કરી છે. આ વિદ્યાર્થીઓને વિભાગના અધ્યાપકો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.