AnandToday
AnandToday
Friday, 19 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

ચારૂતર વિદ્યામંડળ વલ્લભ વિદ્યાનગરનું ગૌરવ

નેપાળ ખાતે યોજાનાર "યુથ એક્સચેન્જ પ્રોગ્રામ" માટે સેમકોમ કોલેજની વિદ્યાર્થીની વૈદેહી ગોહેલની પસંદગી 

સી વી. એમ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભીખુભાઇ પટેલ સહિત સંસ્થાના હોદ્દેદારો અને કોલેજ સ્ટાફ પરિવારે વૈદેહી ગોહેલને પાઠવી શુભેચ્છા

 

આણંદ ટુડે | આણંદ
નેપાળ ખાતે તારીખ 5 માર્ચથી 16 માર્ચ 2024 દરમ્યાન મહાશિવરાત્રી અને નેપાળી આર્મી દિવસ 2024 ની ઉજવણી માટે "યુથ એક્સચેન્જ પ્રોગ્રામ" કરવામાં આવી રહ્યો છે. જેમાં એન.સી.સી.ના 2 એસોસિયેશન અને 16 કેન્ડીડેટસની પસંદગી કરવામા આવી છે. જેના ભાગ રૂપે  ભારતના અલગ અલગ રાજ્યોમાંથી એન.સી.સી. કેન્ડીડેટસની પસંદગી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાંથી ચારુતર  વિદ્યામંડળ યુનિવર્સિટી સંલગ્ન સેમકોમ કોલેજની વિદ્યાર્થીની વૈદેહી જયવર ગોહેલની પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગ વૈદેહીના પરિવાર તથા ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી અને સેમકોમ કોલેજ માટે ગૌરવની બાબત છે. વૈદેહી જેવી તેજસ્વી વિદ્યાર્થીનીની પસંદગી થવા બાબતે સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભીખુભાઇ પટેલ, જોઇન્ટ સેક્રેટરી શ્રી મેહુલભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની, ન્યુ રજીસ્ટ્રાર ડો.દર્શક દેસાઈ, શ્રીમતી અગનેશ્વરી અઢીયા, સેમકોમ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિ લુહાના, ડો.દિપલ પટેલ,  મૌલિન પંજાબી જેવાં હોદેદારો વિધાર્થિનીને પ્રોત્સાહન પુરું પાડવા તથા શુભેચ્છા પાઠવવા હાજર રહ્યાં હતા.