ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો હરિયાણાનાં સમાલખા ખાતે જન્મ (18-1-1959)
તા. 22 જુલાઈ, 2019થી ગુજરાતનાં રાજ્યપાલ પદ પર કાર્યરત થયા પહેલાં 2015 થી સુધી તેઓ હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ હતાં
આચાર્ય દેવવ્રત હિમાચલપ્રદેશ સ્ટેટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ તેઓ રહી ચુક્યાં છે. 1981થી 2015 સુધી તેઓ કુરુક્ષેત્રનાં ગુરુકુળમાં આચાર્ય તરીકે કાર્યરત હતાં
* ભારતના ક્રિકેટ ખેલાડી (104 વન ડે અને 17 ટેસ્ટ રમનાર) વિનોદ કામ્બલીનો મુંબઈમાં જન્મ (1972)
તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો આરંભ 1989માં ગુજરાત સામે કર્યો હતો અને સચિન તેંડુલકરની પસંદગી આ સ્પર્ધા માટે એક વર્ષ અગાઉ 1988માં પહેલી વખત થઈ હતી
કામ્બલીનો સતત બે ટેસ્ટ મેચમાં ડબલ સેન્ચુરી (227 અને 224) ફટકારવાનો અને તેની પાછળ જ સતત ત્રીજી ટેસ્ટ ઈંનિગમાં સદી (125) કરવાનો કિર્તિમાન 1993માં નોંધાવ્યો અને એ તમામ સ્કોર અલગ અલગ દેશો સામે હતો
પોતાના જન્મદિવસે સદી નોંધાવવાનો રેકોર્ડ ખૂબ મર્યાદિત ખેલાડીઓ સાથે નોંધાયો છે તે યાદીમાં વિનોદ કામ્બલી (1993) અને સચિન તેંડુલકર બંનેના નામ છે
* ગુજરાતી કવિ, વાર્તાકાર અને નિબંધકાર સ્વાતંત્ર્ય સેનાની કરસનદાસ માણેક (ઉપનામ વૈશંપાયન)નું વડોદરા મુકામે અવસાન (1978)
દેશ માટે જેલવાસ ભોગવનાર, તંત્રી,પત્રકાર અને ગરીબો તેમજ વંચિતોની વ્યથાને શબ્દોમાં કંડારનારા શબ્દશિલ્પી
ગુજરાતની શાળાઓ અને સમારંભોમાં ગવાતી એમણે લખેલી પ્રાર્થના "મારૂં જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો.. તરસ્યાનું જળ થાજો.."
જન્મ કરાંચીમાં અને જામનગર જિલ્લાના હડિયાણા ગામના વતની
* ડોલ્બી સિસ્ટમનો શોધક રે મિલ્ટન ડોલ્બીનો અમેરિકાનાં પોર્ટલેન્ડનાં ઓરેગોનમાં જન્મ (1933)
ઈ.સ.1965માં ઈંગ્લેન્ડ ગયાં અને ત્યાં ડોલ્બી લેબોરેટરીની સ્થાપના કરી ડોલ્બી સિસ્ટમની શોધ કરી હતી
ફિલ્મોની સાઉન્ડ સિસ્ટમમાં ઉપયોગી સાબિત થયેલ ડોલ્બી સિસ્ટમ ઘોંઘાટ કે વધારાનાં અવાજો દૂર કરીને રેકોર્ડ થયેલાં અવાજને શુદ્ધ અને સ્પષ્ટ કરે છે
* સમાજ સુધારક અને વિદ્વાન ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેનો મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાનાં નિફાડ ગામે જન્મ (1842)
ઈ.સ.1883માં મુંબઈ હાઇકોર્ટમાં ન્યાયધીશ બન્યા પછી તેઓ ‘ન્યાયમૂર્તિ’ તરીકે જાણીતા બન્યાં
તા. 31 માર્ચ, 1867નાં રોજ પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી
* બોલિવૂડના ખૂબ શરૂઆતના સફળ ગાયક અને અભિનેતા કુંદનલાલ સાયગલનું જલંધરમાં અવસાન (1947)
ન્યૂ થિયેટર્સનાં બેનર હેઠળ તેમણે અનેક ફિલ્મોમાં ગાયન સાથે અભિનયનાં કર્યો અને ‘દેવદાસ’ તેમની અત્યંત સફળ ફિલ્મ રહી
દોઢ દાયકાના સમયગાળામાં 185 જેટલાં ગીતો ગાયાં અને 29 હિન્દી, 7 બંગાળી ફિલ્મોમાં તેમણે અભિનય આપ્યો છે
* ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત હિન્દી કવિ હરિવંશરાય બચ્ચનનું અવસાન (2003)
તેમની અટક શ્રીવાસ્તવ છે પણ બાળપણમાં તેમને 'બચ્ચન' કહેવાતા, જેને તેમણે પોતાના નામમાં ઉમેર્યું
અલ્હાબાદ યુનિવર્સિટીનાં અંગ્રેજી વિભાગનાં પ્રોફેસર રહેલાં હરિવંશરાયએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી કવિ ડબલ્યુબી યેટ્સની કવિતાઓનું સંશોધન કરીને પીએચડી પૂર્ણ કર્યું હતું
તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો સાથે સંકળાયેલા હતાં અને હિન્દી નિષ્ણાત તરીકે વિદેશ મંત્રાલય સાથે પણ કામ કર્યું હતું
હરિવંશરાય બચ્ચને આજે ઈ.સ.1935માં છપાયેલી ‘મધુશાલા’ માટે યાદ કરવામાં આવે છે અને તેમની કૃતિ 'દો ચટ્ટાને'ને ઈ.સ.1968માં હિન્દી કવિતા માટે સાહિત્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવી હતી
* અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય સ્વિમર અનીતા સુદનો જન્મ (1973)
* કરાંચીમાં જન્મેલ અને જામનગર જિલ્લાનાં વતની ગુજરાતી કવિ, વાર્તાકાર તથા નિબંધકાર કરસનદાસ નરસિંહભાઈ માણેકનું વડોદરા ખાતે અવસાન (1978)
ઈ.સ.1939થી જન્મભૂમિનાં તંત્રી વિભાગમાં સેવાઓ આપી, મુંબઈમાં ઈ.સ.1948થી જન્મભૂમિ ટ્રસ્ટનાં નૂતન ગુજરાતનાં તંત્રી પદે રહ્યાં અને ઈ.સ.1951થી સારથિ સાપ્તાહિક અને પછી નચિકેતા માસિક શરૂ કર્યું હતું
* ગોપાલકૃષ્ણ ગોખલેનાં ગુરુ, ભારતીય વિદ્વાન, સમાજ સુધારક અને ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેનો મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાનાં નિફાડ ગામે જન્મ (1842)
તેમણે તા. 31 માર્ચ, 1867નાં રોજ પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી
* ઈન્ડો-જાઝ મ્યુઝિક સાથે જોડાયેલા ભારતના વિખ્યાત તબલા વાદક કેશવ સાઠેનું અવસાન (2012)
* ગુજરાતના તસવીરકાર પ્રાણલાલભાઇ પટેલનું અવસાન (2014)
ફોટોગ્રાફીમાં ખાસ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમનું લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવૉર્ડ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું
* દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એન્ડરુ નિલ એ પોતાના લગ્નના બીજા દિવસે સેન્ચુરીયન ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના બ્રેઈન લારાને બે વખત આઉટ કર્યો (2004)
આ ટેસ્ટ મેચ તા. 16એ શરૂ થયાના બીજા દિવસે તેણે લગ્નનું નક્કી કર્યું હતું અને એ દિવસે જ ટેસ્ટ મેચ દરમિયાન જ લગ્ન કર્યા હતા
આ લગ્નના છ વર્ષ બાદ નિલ એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
* ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ આ ટેસ્ટ બાદ મેચ ફિક્સિંગ અંગે ગંભીર આક્ષેપ થયા (2000)
* ચંદન ચોર વિરપ્પનનો કર્ણાટકમાં જન્મ (1952)
* બોલિવૂડ અભિનેત્રી મોનિકા બેદી (1975), મિનિષા લાંબા (1985), અદિતિ ભાગવત (1981), ફિલ્મ ફોટોગ્રાફર જગદીશ માલી (1954) નો જન્મ
* પદ્મ ભૂષણથી સન્માનિત ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને સંગીતકાર તથા પ્રસિદ્ધ વીણા વાદક એસ. બાલાચંદરનો ચેનૈઈ ખાતે જન્મ (1927)
* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી (135 જેટલી હિન્દી ફિલ્મો કરનાર) દુલારી (અંબિકા ગૌતમ)નું પુના ખાતે અવસાન (2013)