AnandToday
AnandToday
Monday, 15 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 16 જાન્યુઆરી : 16 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે નેશનલ સ્ટાર્ટઅપ ડે 

ભારતમાં દર વર્ષે 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે (National Startup Day) ઉજવવામાં આવે છે. દેશભરના વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ બિઝનેસના યોગદાનને પ્રોત્સાહન આપવા માટે  15 જાન્યુઆરી 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દેશમાં દર વર્ષે 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે મનાવવામાં આવશે. 
સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકોની સાથે સંવાદ દરમ્યાન વડાપ્રધાન મોદીએ કહ્યું, હું દેશના એવા બધા સ્ટાર્ટઅપને, બધા ઈનોવેટીવ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપુ છુ. જેણે સ્ટાર્ટઅપ્સની દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે. સ્ટાર્ટઅપની આ સંસ્કૃતિ દેશના દૂર-દૂર વિસ્તારમાં પહોંચી છે. જેના માટે 16 જાન્યુઆરી હવે નેશનલ સ્ટાર્ટઅપ ડેના રૂપમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. 

* બોલિવૂડ ફિલ્મ સંગીતકાર ઓ.પી.નૈયર (ઓમકારપ્રસાદ નૈયર)નો લાહોરમાં જન્મ (1926)

* બંગાળી સાહિત્યકાર, ચિત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનું કોલકાતા ખાતે અવસાન (1938)
એમણે લખેલી નવલકથા ‘દેવદાસ’, ‘પરિણીતા’, ‘શ્રીકાંત’, ‘ચરિત્રહીન’, ‘પથેર દાબી’ ‘બિરાજવહુ’ અને ‘પલ્લી સમાજ’માં તેમને સૌથી વધારે સરાહના મળી છે

* ભારતીય વિદ્વાન, સમાજ સુધારક અને ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેનું અવસાન (1901)

* ભારતીય ન્યાયશાસ્ત્રી અને ઉદારવાદી અર્થશાસ્ત્રી નાની અરદેશીર પાલખીવાલાનો મુંબઈમાં જન્મ (1920)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી કામિની કૌશલનો જન્મ (1927)

* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા કબીર બેદી (1946), સિધ્ધાર્થ મલ્હોત્રા (1985)નો જન્મ 

* ભારતીય સિનેમામાં આર્ટ ડાયરેક્ટર અને દિગ્દર્શક બાબુરાવ પેઈન્ટર નું અવસાન (1954)

* હંગેરીની ટી 20 ટીમના ખેલાડી અભિજિત અહુજાનો મુંબઈ ખાતે જન્મ (1987)

* બોલિવૂડ ફિલ્મોના સંવાદ લેખક એહસાન રિઝવીનું અવસાન (1983)

* રોમન રિગન્સએ ડબબ્લુડબબ્લુઈ બોક્સિંગ સ્પર્ધામાં સતત 504 દિવસ સુધી "યુનિવર્સલ ચેમ્પિયન" રહેવાનો નવો કિર્તિમાન બનાવ્યો (2022)
આ અગાઉનો રેકોર્ડ 503 દિવસ માટે બ્રોક લેન્સરે બનાવ્યો હતો

* રાજ કપૂર, નૂતન, લલિતા પવાર, મોતીલાલ, મુકરી, નાના પલસીકર અભિનિત ફિલ્મ 'અનારી' રિલીઝ થઈ (1959)
સંગીત : શંકર જયકીશન
ડિરેક્શન: ૠષિકેશ મુખરજી
'અનારી' (1959)ના શ્રેષ્ઠ અભિનય માટે લલિતા પવારને તેમની કારકિર્દીનો એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ મળ્યો, જેમાં લલિતા પવારે પોઝિટિવ રોલ કર્યો છે
બિનાકા ગીતમાલાની સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી 1959માં 'અનારી' (1959) ફિલ્મના ગીતોમાં 'સબ કુછ શીખા હમને...' 3જા, 'વોહ ચાંદ ખિલા...' 4થા અને 'બન કે પંછી ગાયે પ્યાર કા તરાના...' 22માં નંબર ઉપર રહ્યા હતાં
'અનારી' (1959)ને 'બેસ્ટ એક્ટર' (રાજ કપૂર - કારકિર્દીનો સૌપ્રથમ ફિલ્મફેર એવોર્ડ), 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ' (લલિતા પવાર), 'બેસ્ટ મ્યુઝિક' (શંકર જયકીશન), 'બેસ્ટ ગીતકાર' (શૈલેન્દ્ર - સબ કુછ શીખા હમને...) અને 'બેસ્ટ મેલ પ્લેબેક સિંગર' (મુકેશ - સબ કુછ શીખા હમને... માટે - કારકિર્દીનો સૌપ્રથમ ફિલ્મફેર એવોર્ડ) - એમ કુલ 5 ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતાં
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારંભમાં 'અનારી' (1959)ને 'બેસ્ટ ફ્યુચર ફિલ્મ ઈન હિન્દી' નો રાષ્ટ્રપતિનો સિલ્વર મેડલ મળ્યો હતો
'અનારી' (1959)ની 1964માં તમિલમાં 'પસામુમ નેસામુમ' નામની રિમેક બની, જેમાં રેખાના પિતા જેમિની ગણેશન અને બી. સરોજાદેવીએ અભિનય કર્યો હતો

તસવીર સોર્સ બાય google