AnandToday
AnandToday
Sunday, 14 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 15 જાન્યુઆરી : 15 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

હાઈડ્રોજન બોમ્બનાં પિતાતરીકે ઓળખાતાં ભૌતિકશાસ્ત્રી એડવર્ડ ટેલરનો આજે જન્મદિવસ 

 ‘હાઈડ્રોજન બોમ્બનાં પિતા’ તરીકે ઓળખાતાં હંગેરિયન - અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી એડવર્ડ ટેલરનો હંગેરીનાં બુડાપેસ્ટમાં જન્મ (1908)

* પાકિસ્તાનમાં જન્મેલ અને ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત ભારતના બે વખત (14-14 દિવસ માટે) કાર્યકારી વડાપ્રધાન બનેલ ‘ભારત રત્ન’ ગુલઝારીલાલ નંદાનું અમદાવાદ ખાતે અવસાન (1998)
તેઓ 1964માં પ્રથમ વાર પંડિત જવાહરલાલ નેહરુના અવસાન બાદ, અને 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ બીજી વખત કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા

* ભારતના ક્રિકેટર નરેન્દ્ર હિરવાણી એ પોતાની કેરિયરની પ્રથમ ટેસ્ટ મેચમાં (વેસ્ટ ઇન્ડિઝ સામે) કુલ 16 વિકેટ (8+8 બે ઈનિંગમાં) લેવાનો કિર્તિમાન બનાવ્યો (1988)

* નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત અમેરિકાનાં અછૂત આંદોલનનાં મુખ્ય નેતા માર્ટિન લ્યૂથર કિંગનો એટલાન્ટાનાં જ્યોર્જિયા પ્રાંતમાં જન્મ (1929)

* બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પ્રથમ કપ્તાન રકીબુલ હસન સિનિયરનો જન્મ (1953)

* ચાર વખત (1995, 1997, 2002 અને 2007માં) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનેલ અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીનો નવી દિલ્હીમાં જન્મ (1956)

* શિવ સેનાના રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને ટીવી અને ફિલ્મ પર્સનાલિટી પ્રિતીશ નાન્દીનો બિહારના ભાગલપુર ખાતે જન્મ (1951)

*બોલિવૂડ અભિનેતા સજ્જન (1921) અને નિલ નિતીન મુકેશ (1982) નો જન્મ 

* બોલિવૂડ ફિલ્મોના સંગીતકાર રાજ કમલનો રાજસ્થાનમાં જન્મ (1928)

* દક્ષિણ ભારતની ચાર ભાષાઓની પ્રાદેશિક ફિલ્મો સાથે બોલિવૂડ ફિલ્મોના અભિનેત્રી ભાનુપ્રિયાનો આંધ્ર પ્રદેશમાં જન્મ (1964)
કુચિપુડી ડાન્સ શીખવા સાથે લગભગ 37 વર્ષની ફિલ્મ કેરિયરમાં પોતાની ઓળખ અભિનેત્રી ઉપરાંત વોઈસ આર્ટિસ્ટ તરીકે પણ બનાવી છે 

* ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનાં શોધક કેનેડિયન-અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ હિલિયરનું અવસાન (2007)

* સુપર મોમ તરીકે ઓળખાયેલ, 29 બચ્ચાઓને જન્મ આપનાર "કોલારવાલી" વાઘણ (વાઘ) નું મધ્ય પ્રદેશના પેચ ટાઈગર રિઝર્વ ખાતે (16 વર્ષથી વધુની ઉંમરે) અવસાન (2022)

* ગુજરાતી સાહિત્યકાર હરીલાલ ઉપાધ્યાયનું પડધરી ખાતે અવસાન (1994) 

* ભારતીય સેના દિવસ : ઈન્ડિયન આર્મી ડે *
તા. 15 જાન્યુઆરી, 1949 નાં રોજ ફીલ્ડ માર્શલ કોડાદેરા એમ. કારિઅપ્પાએ ભારતીય સેનાનાં પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનાં જનરલ સર ફ્રાન્સિસ બુચર પાસેથી, છેલ્લા બ્રિટીશ કમાન્ડર-ઇન-ચીફ તરીકેની જવાબદારી સ્વીકારી તેની યાદમાં અને ભારત દેશ અને તેનાં નાગરિકોની રક્ષા માટે બલિદાન આપનારા બહાદુર સૈનિકોને સલામ આપવા માટે દિવસ ઉજવવામાં આવે છે

* રાજેન્દ્ર કુમાર, સાધના, ફિરોઝ ખાન, મહેમુદ, નઝીર હુસૈન અને જાનકીદાસ અભિનિત ફિલ્મ 'આરઝુ' રિલીઝ થઈ (1965)
ડિરેક્શન: રામાનંદ સાગર
સંગીત : શંકર જયકીશન

***************