AnandToday
AnandToday
Saturday, 13 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદના ડો.કાજલ રાવનું દાહોદ  સરકારી ઇજનેરી કોલેજમા વ્યાખ્યાન યોજાયું 

આણંદ ટુડે I આણંદ
જન્મભૂમિ સાવરકુંડલા અને કર્મભૂમિ આણંદના ડો.કાજલ નિર્મલા ભરત રાવ કે જેઓ યોગ થેરાપિસ્ટ ,અલ્ટરનેટિવ થેરાપિસ્ટ ,રેઇકી ,આયુર્વેદ અને અંગ્રેજીનાં નિષ્ણાંત છે ,જેઓ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજમાં અધ્યાપક સહાયક તરીકે કાર્યરત છે ,જેઓ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સાથે અનેક નેશનલ લેવલના  એવોર્ડ વિજેતા છે એમનું  વ્યાખ્યાન અને પ્રેઝનટેશન  સરકારી ઇજનેરી કોલેજ દાહોદના મિકેનિકલ વિભાગ દ્વારા 'એડવાન્સીઝ  ઈન મેન્યુફેક્ચરિંગ  ઇન્ડસ્ટ્રી - 4.0 પરસ્પેકટિવ્ઝ ' સંદર્ભે 
 'યુનિવર્સલ વેલ્યુઝ -યોગ ' પર અંગ્રેજીમાં યોજાયું હતું ,જેમાં સમગ્ર રાજ્યની સરકારી ડિપ્લોમા અને સરકારી ડિગ્રી કોલેજના અધ્યાપકો ,અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓ ,મિકેનકલ વિભાગના અધ્યક્ષ તેમજ સિનિયર અધ્યાપકોએ ભાગ લીધો હતો.ડો.રાવ દ્વારા નવી  શૈક્ષણિક નીતિ 2020  મુજબ યોગ ની થિયરી અને પ્રેક્ટિકલ પદ્ધતિને આવરી લઈને  સંપૂર્ણ સ્વાસ્થ્ય ,તણાવ સંચાલન તેમજ સાંપ્રત  સમયમાં અતિ આવશ્યક વેલનેસ કોન્સેપટ અને કાઉન્સેલિંગને  વર્ગખન્ડ તેમજ કોલેજમાં કેવી રીતે અમલમાં મુકવા એ વિશે  વિસ્તૃત છણાવટ પાવર પોઈન્ટ પ્રેઝનટેશન તેમજ નિદર્શન દ્વારા કરાઈ હતી તેમજ સહજ યોગ ,રિધમિક બ્રિધિંગ ,ધ્યાનના પ્રેક્ટિકલ ટાસ્ક પણ કરાવ્યા હતા ,જેની હકારાત્મક અસરની સૌએ નોંધ લીધી હતી , સરકારી ઇજનેરી કોલેજ દાહોદના  મિકેનિકલ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ અને કોર્ડીનેટરર્સ શ્રી ડો.એ .એચ .મકવાણા ,શ્રી ડો.મહેશ ચુડાસમા તેમજ આચાર્ય શ્રી પ્રોફે .અને ડો.કે બી જુડાલ , કન્વિનર શ્રી ડો.પી .બી ટેલર ના સુચારુ સંચાલનથી ફેકલ્ટી ડેવલપમેન્ટનું આ ભગીરથ કાર્ય સંપન્ન થયું હતું.