AnandToday
AnandToday
Friday, 12 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 13 જાન્યુઆરી : 13 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતનાં પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માનો આજે જન્મદિવસ

સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત ભારતનાં પહેલા અવકાશયાત્રી રાકેશ શર્માનો પટિયાલા શહેરમાં જન્મ (1949)
વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા ઈન્ડિયન એર ફોર્સમાં ટેસ્ટ પાઈલટ હતાં
3 એપ્રિલ, 1984નાં રોજ સોયુઝ ટી-11 અવકાશયાન દ્વારા ભારતનાં રાકેશ શર્મા અવકાશ તરફ પ્રયાણ કર્યુ અને તેમણે અવકાશમાં 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટનો સમય ગાળ્યો હતો

* 'રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘મહિડા પારિતોષિક’, ‘નર્મદ સુવર્ણચંદ્રક’ તેમજ ‘સાહિત્ય અકાદમી’ દિલ્હીનાં પુરસ્કારથી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર ત્રિભુવન પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્'નું અવસાન (1991)

* પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત અને વિશ્વભરમાં જાણીતા સંતૂર વાદક શિવકુમાર શર્માનો જમ્મુ ખાતે જન્મ (1938)

* ભારતમાં રમાયેલ મહિલાઓના ર'જા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા ટીમ ( ઈંગ્લેન્ડ સામે) વિજેતા જાહેર થઈ (1978)
તે સમયે વેસ્ટ ઇન્ડિઝ અને હોલેન્ડની ટીમોએ પોતાના નામ પાછા ખેંચ્યા હતા અને તેથી માત્ર ૪ ટીમ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે આ સ્પર્ધા યોજાઇ હતી 
ભારતની ટીમના તમામ ખેલાડીઓ પ્રથમ મેચ રમવા સાથે નવોદિત હતા

* ગુજરાતનાં સાંસ્કૃતિક ઇતિહાસકાર ડૉ. પ્રિયબાળાબેન જીવણલાલ શાહનો અમદાવાદમાં જન્મ (1920)

* 'પદ્મભૂષણ’ પુરસ્કારથી સન્માનિત તબલાવાદક ઉસ્તાદ અહમદજાન ‘થિરકવા’નું અવસાન (1976)

* બોલિવૂડ ફિલ્મોના સંગીતકાર સરદાર મલિકનો પંજાબના કપૂરથલા ખાતે જન્મ (1925)

* બોલિવૂડ ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક શક્તિ સામંતાનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1926)

* બોલિવૂડ અને અમેરિકન ફિલ્મોના અભિનેતા ઈમરાન ખાનનો અમેરિકામાં જન્મ (1983), 

* બોલિવૂડ ફિલ્મોના અભિનેતા અસમિત પટેલ (1978), અધ્યયન સુમન (1988)નો જન્મ 

*************************