આણંદ ટુડે I ચાંગા
ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (CMPICA) દ્વારા તાજેતરમાં "એગ્નિશિયો - 2024 ટાઇમ ટુ શો યોર ટેલેન્ટ " (Agnitio - 2024 Time To Show Your Talent) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનું આયોજન ડૉ. સંસ્કૃતિ પટેલ (I/C DEAN, FCA) અને ડૉ. ધર્મેન્દ્ર પટેલ ( I/C પ્રિન્સિપાલ, CMPICA) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટનો પ્રાથમિક હેતુ વિજ્ઞાન/વાણિજ્ય પ્રવાહના 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના આયોજન અને વિકાસ અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે "વિદ્યાર્થી પરામર્શ" સત્ર ("Student Counseling" session) નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉ. અતુલ પટેલ, ડીન એકેડેમિક, એક્ઝામ કંટ્રોલર અને રજિસ્ટ્રાર, ચારુસેટ દ્વારા વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના વિકાસ સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર મૂલ્યવાન સમજ આપવામાં આવી હતી.
ક્વિઝાથોન, વેબ માસ્ટર, વર્ક વેન્ચર અને AGNITIO ગોટ ટેલેન્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત ઈનોવેટ કેનવાસ અને ચેસ ઈવેન્ટ્સ યોજવામાં આવી હતી. વિજેતા અને રનર્સ અપને ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં વાણિજ્ય અને વિજ્ઞાન બંને પ્રવાહોની 30 વિવિધ શાળાઓમાંથી 1350 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
CMPICA દ્વારા વર્ષ 2024 થી UGC માન્ય ઓનલાઈન BCA પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ વિદ્યાર્થીઓને હેન્ડઝ-ઓન લર્નિંગ એક્સપીરીયન્સ અને પ્રોજેક્ટ આધારિત લર્નિંગ એક્સપીરીયન્સમાં ભાગ લેવાની તક આપે છે, તેમજ ટીમવર્ક, નેતૃત્વ અને ઓનલાઈન મોડમાં કોમ્યુનીકેશન જેવા આવશ્યક કૌશલ્યોના વિકાસ માટે સક્ષમ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે CMPICA એમસીએ, બીસીએ, બીસીએ-ઓનલાઈન, એમએસસી (આઈટી), બીએસસી (આઈટી) અને પીએચડી જેવા વિવિધ કાર્યક્રમો ઓફર કરે છે. સંસ્થામાં હાલમાં 1800 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.