AnandToday
AnandToday
Thursday, 11 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 12 જાન્યુઆરી : 12 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ નો આજે જન્મદિવસ

એમેઝૉન કંપનીનાં માલીક અને દુનિયાની સૌથી અમીર વ્યક્તિઓમાંના એક જેફ બેજોસનો અમેરિકાનાં ન્યુ મેક્સિકોના આલ્બુક્યુર્કમાં જન્મ (1964)
તેમણે સિયેટલમાં પિતાનાં ગૅરેજમાં 5 જુલાઈ 1994નાં રોજ ઈ-કોમર્સ કંપની એમેઝૉન ડોટ કોમની શરૂઆત કરી અને હાલમાં તે વિશ્વની સૌથી મોટી ઓનલાઇન વેચાણ કંપની છે, જે આવક દ્વારા સૌથી મોટી ઇન્ટરનેટ કંપની છે, ઈ.સ.1999માં ટાઇમ મેગેઝીને તેમને ‘પર્સન ઑફ ધ યર’ તરીકે સન્માનિત કર્યાં

* ભારતીય સંસ્કૃતિનાં પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનંદ (મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત)નો કોલકાતામાં જન્મ (1863)
તેમણે ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો’નું સૂત્ર આપ્યું
ઈશ્વરની શોધ માટે રામકૃષ્ણ પરમહંસનાં શરણે ગયા અને ગુરુ-શિષ્યની અમર જોડીએ સમાજસુધારણાનું કાર્ય કર્યુ, સ્વામી વિવેકાનંદે 1 મે, 1897માં પોતાનાં ગુરુના નામ પરથી બેલૂરમાં ‘રામકૃષ્ણ મિશન મઠ’ની સ્થાપના કરી
તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપનાં રાષ્ટ્રોનાં ઇતિહાસનો અભ્યાસ કર્યો
વિશ્વ ધર્મ પરિષદ, શિકાગોમાં તા. 11 સપ્ટેમ્બર, 1893નાં રોજ તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની સમજ આપી અને વૈશ્વિક પ્રસિદ્ધિ પામ્યા

* ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ *
ભારતીય સંસ્કૃતિનાં પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી સ્વામી વિવેકાનંદનો જન્મદિન 'રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે ઉજવાય છે

* મરાઠા શાષનના સ્થાપક અને શિવાજી મહારાજના માતા જીજાબાઈનો મહારાષ્ટ્રમાં જન્મ (1598)

* આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાનાં ધર્મજ ગામે 'ધર્મજ ડે’ની ઉજવણી કરવાની શરૂઆત થઈ (2007)

* ‘ભારત રત્ન’થી સન્માનિત થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર ડૉ.ભગવાન દાસનો વારાસણીમાં જન્મ (1869)

* કોગ્રેસના આગેવાન પ્રિયંકા ગાંધી વાડરાનો નવી દિલ્હી ખાતે જન્મ (1972)

* ભારતના બાપુ નાડકરણી (રમેશ ચંદ્ર ગંગારામ નાડકરણી) એ એવી અદભુત બોલીંગ કરી કે સતત 17 મેડન ઓવર સાથે 131 બોલ નાંખવા સુધી સામે ઈંગ્લેન્ડની ટીમના બંને બેટ્સમેન કોઈ રન લઈ જ ન શક્યા (1964)

* કર્ણાટક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલીનો જન્મ (1940)

* ગુજરાત રાજ્યના પૂર્વ ગવર્નર કમલા બેનીવાલ (2009-14)નો રાજસ્થાનમાં જન્મ (1927)

* મેડિટેશનને વિશ્વભરમાં લોકપ્રિય 8 મહર્ષિ મહેશ યોગીનો છતીસગઢ રાજ્યમાં જન્મ (1918)

* કર્ણાટકમાં જન્મેલ અને ભારતના કોઈ ઘરાના સાથે બંધનમાં આવ્યા વિના પોતાની અલગ ગાયિકી દ્વારા લોકપ્રિય બનેલ શાસ્ત્રીય ગાયક કુમાર ગાંધર્વનું મધ્ય પ્રદેશમાં અવસાન (1992)

* બોલિવૂડના લોકપ્રિય અને સફળ અભિનેતા અમરીશપુરી નું મુંબઈ ખાતે અવસાન (2005)

* હિન્દી ફિલ્મ સંગીતકાર અને ગાયક સી. રામચંદ્ર (રામચંદ્ર નરહર ચિતાલકર)નો મહારાષ્ટ્રમાં જન્મ (1918)

* ટીવી અભિનેતા તરીકે લોકપ્રિય અરુણ ગોવીલ (1958), અભિનેત્રી સાક્ષી તનવર (1973)નો જન્મ

* જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે વખત મુખ્યમંત્રી બનેલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુફ્તિ મોહંમદ સઈદનો જન્મ (1936)

* બોલિવૂડના લોકપ્રિય ગાયિકા શિબાની કશ્યપનો દિલ્હી ખાતે જન્મ (1979)

* ઇંગ્લેન્ડનાં ટોરક્વેમાં જન્મેલ અંગ્રેજી નવલકથાકાર અગાથા ક્રિસ્ટી (મેરી ક્લેરિસા અગાથા મિલર)નું અવસાન (1976)
ક્રિસ્ટીએ 80 જેટલી નવલકથાઓ, 30 ટૂંકી વાર્તાઓ અને 15 નાટકો લખ્યાં અને 100 જેટલી ભાષાઓમાં તેમની નવલકથાઓ અનુવાદિત થઈ છે 

* વેસ્ટ ઇન્ડીઝ ટીમના ક્રિકેટર રીચી રિચર્ડસનનો જન્મ (1962)
તેમને વર્લ્ડ કપમાં 20 મેચ રમવા સાથે 224 વન ડે અને 86 ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે 

* મહાત્મા ગાંધીએ પોતાનું છેલ્લું ભાષણ આપ્યું (1948)

* એલસીડી સ્ક્રીનનાં શોધક જેમ્સ લી ફર્ગસનનો અમેરિકાનાં મિસુરી રાજ્યનાં બાકેન્ડા ખાતે જન્મ (1934)

* કેરેબિયન ટાપુ હૈતી પર 7ની તીવ્રતાથી આવેલા ભૂકંપને કારણે લગભગ 2,00,000 લોકો અવસાન પામ્યાં હતાં અને 8,95,000 જેટલાં લોકોએ ઘર ગુમાવવાનો વારો આવ્યો (2010)

​* ગુજરાતના મહેસાણાની (16 વર્ષની) તસનીમ મીર એ અંડર 19 ગર્લ્સ બેડમિન્ટન સ્પર્ધામાં વર્લ્ડ નંબર 1 નુ સ્થાન પ્રાપ્ત કર્યું (2022)
આ સ્થાન પ્રાપ્ત કરનાર તે પ્રથમ ભારતીય છે, જેમના પિતા ઈરફાન મીર ગુજરાત પોલીસમાં એએેસઆઈ છે અને તેણીના કોચ પણ છે તથા આગલા વર્ષે તેણી બેડમિન્ટન રેન્કિંગમાં બીજા ક્રમે હતી