AnandToday
AnandToday
Tuesday, 09 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

આંકલાવ તાલુકાના ખડોલ () ગામે ગેરકાયદે દબાણોનો સફાયો કરાયો

સધન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગેરકાયદે દબાણો દૂર કરાયા,દબાણકર્તાઓમાં ફફડાટ

 ખડોલ (હ) ગામે  ૪૨ જેટલા બિનઅધિકૃત દબાણો દૂર કરાયા- જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના 

આણંદ,
આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામે  ૪૨ જેટલા બિનઅધિકૃત રીતે બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરના દબાણ દૂર કરવા બાબતે  જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાની સૂચના અનુસાર ગ્રામ પંચાયત ખડોલ (હ) દ્વારા તમામ દબાણદારોને તા. ૩૦/૧૨/૨૦૨૩ ના પત્રથી નોટિસ આપી તા. ૭/૦૧/૨૦૨૪ સુધીમા તેમનો માલસામાન બહાર કાઢી લેવા જણાવેલ હતું. 

જે અનુસંધાને આજ તા.૧૦ જાન્યુઆરીના રોજ તળાવની પાળ ઉપર આવેલ બિન અધિકૃત ૧૮ દબાણો, દૂધ ઉત્પાદક સહકારી મંડળી સામે આવેલ ગામતળ જમીન પૈકી બિન અધિકૃત શોપિંગ સેન્ટરનું બાંધકામ ૬ દબાણો, સેવા સહકારી મંડળીની બાજુમાં આવેલ ગામતળ જમીન પૈકી બિન અધિકૃત બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરનુ બાંધકામ ૧૮ દબાણો દુર કરવા માટે અગાઉથી તમામ દબાણ દારોને નોટીસ આપેલ હોય ગ્રામ પંચાયત ખડોલ (હ) દ્વારા નાયબ કલેકટર બોરસદ, મામલતદાર આંકલાવ, તાલુકા વિકાસ અધિકારી આંકલાવ, સી.પી.આઇ. પેટલાદ,પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ, પી.એસ.આઇ. આંકલાવ, તાલુકા પંચાયત કચેરી, આંકલાવ, મામલતદાર કચેરી, આંકલાવની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવેલ છે. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામેલ નથી. 
*****