AnandToday
AnandToday
Monday, 08 Jan 2024 00:00 am
AnandToday

AnandToday

સેરલીપ કોલેજ વલ્લભ વિદ્યાનગર  ખાતે પીએચડી વિદ્યાર્થીઓના ૨૨૫ પ્રકારના વિવિધ સંશોધન વિષયક પોસ્ટર પ્રદર્શન

CVM યુનિવર્સિટી સંચાલિત સેરલીપ કોલેજ ખાતે ફિઝિક્સ, બાયોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ વિષયક PHD વિદ્યાર્થીના પોસ્ટર દર્શાવાયા  

આ પોસ્ટર પ્રદર્શન તા. 11 જાન્યુઆરી-2024 સાંજે 5-00 કલાક સુધી ચાલશે. રોજેરોજ જુદાજુદા વિષયના પોસ્ટર રજૂ કરવામાં આવશે. 


આણંદ 
આણંદ શહેર પાસેના વલ્લભવિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટીટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ તથા રિસર્ચ એન્ડ ડેવલપમેંટ સેલ દ્વારા સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા પીએચડી વિદ્યાર્થીઓના સંશોધનને પોસ્ટર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ માટે સોમવારથી  સીવીએમ યુનિવર્સિટી ખાતે સંશોધન સપ્તાહનું ઉદ્ઘાટન થયું હતું.. વિવિધ કોલેજોના કુલ ૨૨૫ સંશોધનોને પોસ્ટરો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે.
        સંશોધન સપ્તાહ અંતર્ગત CVM યુનિવર્સિટી ઘટક કોલેજોના દરેક UG, PG અને PhD વિદ્યાર્થીઓને પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા તેમના સંશોધન કાર્યને દર્શાવવાની તક પૂરી પાડશે અને તમામ સહભાગીઓને ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે. પોસ્ટર પ્રેઝન્ટેશન CVM યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો અને તમામ  જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહી શકે તે માટે યુનિવર્સિટીની વેબસાઈટ દ્વારા આમંત્રણ પણ જારી કરવામાં આવ્યું છે.
    સંશોધન સપ્તાહના કાર્યક્રમ અને સ્થળ વિશે વાત કરીએ તો, સીવીએમ યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન પછી, આજે ૮ જાન્યુઆરીએ  ૪૨ પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પોસ્ટર પ્રદર્શન તા. ૧૧ જાન્યુઆરી ૫.૦૦ સુધી ચાલશે. રોજેરોજ જુદાજુદા વિષયના પોસ્ટર રજૂ કરવામાં આવશે. 
       વિદ્યાર્થીઓ માટેના માર્ગદર્શિકા વિશે વાત કરતાં દરેક પોસ્ટરમાં પોસ્ટર નંબર, મૂલ્યાંકન કરતી વખતે અલગ પાડવા માટે જૂથ ઓળખ નંબર, સંશોધનનું શીર્ષક, ફેકલ્ટી ગાઇડનું નામ અને વિદ્યાર્થીનું નામ સામેલ છે, જેમણે તે ચોક્કસ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. 
     આ પ્રસંગે પ્રો. રાકેશકુમાર શર્મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. આ સાથે પ્રો. પ્રફુલ્લ ઝા ગેસ્ટ ઓફ ઓનર, આર. એમ. પરમાર મુખ્ય મહેમાન,  ડો. જી. નરેશકુમાર- ડીન ( આર એન્ડ ડી સેલ ) સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલે કહ્યું હતું કે, આપણે સંશોધન ક્ષેત્રે ઉમદા કાર્ય કરી ભવિષ્યમાં ઘણું યોગદાન અપાય એવો પ્રયત્ન કરીએ. ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી પર ધ્યાન આપીએ. વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શકોને અભિનંદન આપ્યા હતા. આ સાથે  પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની, દર્શક દેસાઇ, તથા યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના આચાર્યો, યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગના વડાઓ, વહીવટી વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા. સીવીએમ હોદ્દેદારોએ સમગ્ર કાર્યક્રમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.