આણંદ, સોમવાર
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં તા. ૦૧-૦૧-૨૦૨૪ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ ઝુંબેશ બાદ હક્ક-દાવા અને વાંધા અરજીનો નિકાલ કરીને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે.
આ યાદી મુજબ આણંદ જિલ્લામાં આવેલી ૧૦૮-ખંભાત, ૧૦૯-બોરસદ, ૧૧૦-આંકલાવ, ૧૧૧-ઉમરેઠ, ૧૧૨-આણંદ, ૧૧૩-પેટલાદ અને ૧૧૪- સોજીત્રા મળી કુલ ૭ વિધાનસભા મતદાર વિભાગમાં ૧૭.૬૮ લાખથી વધુ મતદારો નોંધાયા છે. આ મતદારોમાં ૯,૦૩,૪૦૨ પુરૂષ, ૮,૬૫,૩૧૭ મહિલા અને ૧૩૨ ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.
વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતદારો જોઈએ તો, ૧૦૮-ખંભાત મતદાર વિભાગમાં ૧,૨૦,૬૧૯ પુરુષ અને ૧,૧૩,૦૬૯ મહિલા, ૧૦૯-બોરસદ મતદાર વિભાગમાં ૧,૩૫,૫૯૧ પુરુષ અને ૧,૨૮,૩૮૫ મહિલા, ૧૧૦-આંકલાવ મતદાર વિભાગમાં ૧,૧૫,૨૯૩ પુરુષ અને ૧,૧૧,૫૬૪ મહિલા, ૧૧૧-ઉમરેઠ મતદાર વિભાગમાં ૧,૩૮,૫૮૧ પુરુષ અને ૧,૩૩,૭૭૯ મહિલા, ૧૧૨-આણંદ મતદાર વિભાગમાં ૧,૫૮,૧૪૬ પુરુષ અને ૧,૫૪,૪૨૬ મહિલા, ૧૧૩-પેટલાદ મતદાર વિભાગમાં ૧,૨૧,૫૫૧ પુરુષ અને ૧,૧૬,૯૭૧ મહિલા અને ૧૧૪-સોજીત્રા મતદાર વિભાગમાં ૧,૧૩,૬૨૧ પુરુષ અને ૧,૦૭,૧૨૩ મહિલા મતદારો નોંધાયા છે.
જિલ્લામાં પુરૂષ - મહિલાઓની સાથે અન્ય જાતિના ૧૩૨ મતદારો નોંધાયા છે. આ મતદારો પૈકી ૧૦૯-બોરસદ મતદાર વિભાગમાં ૬, ૧૧૧-ઉમરેઠ મતદાર વિભાગમાં ૫, ૧૧૨-આણંદ મતદાર વિભાગમાં ૪, ૧૧૩-પેટલાદ મતદાર વિભાગમાં સૌથી વધુ ૧૧૧ અને ૧૧૪- સોજીત્રા મતદાર વિભાગમાં ૬ ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે.
*****