AnandToday
AnandToday
Sunday, 07 Jan 2024 00:00 am
AnandToday

AnandToday

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આણંદ વિસ્તાર દ્વારા શક્તિ સંગમ તથા આણંદ જિલ્લા દ્વારા સ્વરાજ સંગમ ૨૦૨૪નું આયોજન કરાયું


દંભનો દાશકો હોય અને સત્યની શતાબ્દી હોય, માનવતા અને પ્રેમ જેની મૂળમાં છે એવી સંસ્થા આરએસએસ ૧૦૦ માં વર્ષમાં પ્રવેશી રહી છે : મહંત મોરારીદાસ મહારાજ

હિંદુ સમાજની એકતાથી આજે અયોધ્યામાં રામમંદિર બની રહ્યું છે : નિરવભાઈ 

આણંદ ટુડે I આણંદ
વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શરૂઆત કરવામાં આવી હતી. આ સંગઠન આગામી વર્ષે શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ પૂર્તિ માટે તથા સંઘ કાર્યનો વિસ્તાર થાય એ લક્ષ્ય હેતુ આણંદ જિલ્લાનો બોરસદ ખાતે અને આણંદ વિસ્તારનો આણંદ ખાતે એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન તારીખ ૭-૧-૨૦૨૪ને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. 

આણંદ વિસ્તારના ૭૦૦થી વધુ સ્વયં સેવકોનું એકત્રીકરણ 

શક્તિ સંગમ વિદ્યાનગર રોડ યુવક મંડળ(VRYM), ગરબા ગ્રાઉન્ડ, અક્ષરફાર્મ પાસે, વિદ્યાનગર રોડ, આણંદ ખાતે થયું હતું. આ એકત્રીકરણમાં બપોરે ૩:૩૦ કલાકે પથસંચલન આઈ.ઓ.સી.એલ. પેટ્રોલ પંપની પાછળથી નીકળી,વી. વી,નગર રોડથી ટાઉન હોલથી ગ્રીડ ચોકડીથી નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદિરથી ગામડીથી મૂળ સ્થાન પર પરત અને સાંજે ૫ કલાકે પ્રાત્યેક્ષિક અને બૌદ્ધિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંતરામ મંદિર કરમસદના પૂજ્ય મહંત મોરારીદાસ મહારાજ અને મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત સહ કાર્યવાહ ડૉ. સુનિલભાઈ બોરીસા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આણંદ વિસ્તારના સંઘચાલક શૈલેષ ભાવસાર, આણંદ વિસ્તાર કાર્યવાહ રાહુલભાઈ પ્રજાપતિ
પૂજ્ય મહંત મોરારીદાસ મહારાજે જણાવ્યું હતું કે દુનિયા આખી ત્રાસવાદી ભરોભર ભરેલી હોય ત્યારે ભારતભૂમિ રાષ્ટ્રપ્રેમની વાત કરે છે. મંદિરો રામ અને કૃષ્ણણી મૂર્તિની સ્થાપના કરે છે ત્યારે આખું વિશ્વ ભારત તરફથી શીખી રહ્યું છે. દંભનો દાશકો અને સત્યની શતાબ્દી હોય છે. મંદિરોના તો સો વર્ષ પૂર્ણ થાય છે પરંતુ આ તો સંસ્થાના સો વર્ષ થવા જઈ રહ્યા છે. માનવતા જેના મૂળમાં છે એવી સંસ્થા આરએસએસ ૧૦૦ માં વર્ષમાં પ્રવેશી રહી છે, આવી સંસ્થાના મૂળમાં હિન્દુત્વનો તો ખરો જ પણ તેનામાં માનવતા ભારોભાર ભરેલી છે. 
ડૉ. સુનિલભાઈ બોરીસાએ જણાવ્યું હતું કે,  આરએસએસ એ વિશ્વનું સૌથી મોટું સામાજિક સંગઠન છે. ક્યારેય ક્યાંય પણ કોઈ દુર્ઘટના કે હોનારત થાય ત્યાં સ્વયં સેવકો ખડે પગે સેવા માટે તૈયાર હોય એટલે જ એને Selfless સંગઠન કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સેવક સંઘણી સ્થપનાથી લઈને હાલમાં તેની સામાજિક સ્વીકૃતિની વિષેની વાત કરી હતી. તેઓએ વર્ગીસ કુરિયનને યાદ કરી ગૌ સેવ માટે સંઘ કેવી રીતે કરતું અને તેનો ઉલ્લેખ તેમના પુસ્તકમાં છે તે વિશે જણાવ્યું હતું. ચારિત્ર નિર્માણ કરવા માટે એક કલાકની શાખામાં જવું જોઈએ અને આજે ૬૫૦૦૦ સ્થાનો પર લાખો સ્વયં સેવકો શાખામાં આવે છે. ભારત ‘સ્વ’ના આધાર પર આગળ વધી રહ્યું છે. 

બોરસદ વિસ્તારના ૧૧૫૦થી વધુ સ્વયં સેવકોનું એકત્રીકરણ :

સ્મરણ સંગમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, બોરસદ ખાતે થયું હતું. એકત્રીકરણમાં બપોરે ૩:૩૦ કલાકે પથસંચલન કૉલેજ ગ્રાઉન્ડથી જૈન દેરાસરથી રાઠોડ ચોકડીથી સો ફૂટીયા રોડથી છોટાલાલ પાર્કથી પાંચ નાળાથી બસ સ્ટેન્ડથી સર્વોદય બાલ મંદિરથી લક્ષ્મી નારાયણ મંદિરથી આજાદ મેદાનથી જૈન દેરાસરથી કૉલેજ ગ્રાઉન્ડ પરત અને સાંજે ૫ કલાકે પ્રાત્યેક્ષિક અને બૌદ્ધિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારીશ્રી ભગવત ચરણ સ્વામી અને અને મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત સહ બૌદ્ધિક પ્રમુખ નીરવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર જિલ્લા સંઘચાલક નાનુભાઈ જાદવ, જિલ્લા કાર્યવાહ પ્રદીપભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. 
Baps સંસ્થાના પૂજ્ય ભગવતચરણ સ્વામીએ આશીર્વાદ આપ્યા. સ્વામીજીએ સંઘ શતાબ્દી વર્ષમાં વધુ વિસ્તરે એ માટે વધુ શ્રમ કરવાનું આહ્વાન કર્યું હતું. 
મુખ્ય વક્તા નીરવભાઇ પટેલ જણાવ્યું કે સો વર્ષ પહેલાં જ્યારે હિંદુ કહેવું શરમ ગણાતું તે વખતે ડોકટરજીએ કહ્યું હું કહું છું આ હિંદુરાષ્ટ્ર છે.  હિંદુસમાજની એકતાની આજે અયોધ્યામાં રામમંદિર બની રહ્યું છે. અયોધ્યા ઝાંખી છે બીજાં બે બાકી છે. શતાબ્દી વરસમાં સ્વયંસેવકોએ દરેક ગામ સુધી શાખાનું કામ પહોંચાડશે.રામનો સંદેશ ઘર ઘર પહોંચાડવાનો છે. પ્રાંતવાદ, જાતિવાદથી ઉપર ઊઠી હિંદુ તરીકે એક થવાનું આહ્વાન થયું.