AnandToday
AnandToday
Saturday, 06 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

વલ્લભ વિદ્યાનગર સ્થિત બાવીસગામ ગામ વિદ્યાલયનો 'નવરસ થીમ' ઉપર વાર્ષિકોત્સવ ઉજવાયો

K.G થી લઈને ધો.૧૨ સુધીના બંને માધ્યમના ૫૮૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો


આણંદ ટુડે I આણંદ
વલ્લભ વિદ્યાનગર સ્થિત બાવીસગામ ગામ વિદ્યાલયના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાવીસ ગામ વિદ્યાલયના K.G થી લઈને ધો.૧૨ સુધીના બંને માધ્યમના ૫૮૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

વાર્ષિકોત્સવની ઉજવણી આણંદના ટાઉન હોલમાં કરવામાં આવી હતી. જેમાં શ્રી બાવીસગામ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શ્રી બાવીસ ગામ ચરોતર લેવા પાટીદાર સમાજ 'માતૃ સંસ્થાના ચેરમેન શ્રી જયપ્રકાશભાઈ વાઘજીભાઈ પટેલ, સેક્રેટરીશ્રીબાવીસ ગામ ચરોતર લેવા પાટીદાર સમાજના શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા બાવીસગામ વિદ્યાલયના ડાયરેક્ટર તથા ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ અન્ય ટ્રસ્ટીશ્રીઓ તથા બાવીસ ગામ સમાજના અગ્રણી વકીલ શ્રી ઠાકોરભાઈ બી.પટેલ, શાળાના આચાર્યશ્રી મીરામેડમ તથા તમામ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ હાજર રહ્યા હતા. 

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફ દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. બાળકો દ્વારા 'નવરસ થીમ' ઉપર સુંદર એવા ડાન્સ તથા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફે ભારે  જહેમત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાવીસ ગામ વિદ્યાલયના શિક્ષક શ્રી ડો.મનોજ સાલુંકે દ્વારા કરવામાં આવ્યું હતું.