આણંદ ટુડે I પેટલાદ
પેટલાદ વિધાનસભાના દંતેલી ગામે ચરોતર તમાકુ વેપારી એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એસો. પ્રમુખ પ્રદીપભાઈ ઉપાધ્યાયે જણાવ્યું તમાકુની ખેતી તેમજ તેનો વ્યવસાય ચરોતરની વિશેષતા છે. ખેડૂતોને હંમેશા પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહુ એ સાથે મળી પ્રયત્નો કરવા જોઈએ. તેમજ GST બાબત સકારાત્મક જાગરૂકતા કેળવીએ.
આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે GST અને ઈનકમ ટેક્ષ થકી જે કર સરકારશ્રી ને ચૂકવાય છે તેનાથી 2014 પછી પ્રજાલક્ષી કાર્યોને વેગ મળ્યો છે. અને સરકાર તે માટે સતત કાર્યરત છે. જ્યારે
જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ એ જણાવ્યું કે તમાકુના વ્યવસાય અંગે વિદેશોની ડિમાન્ડ ને ધ્યાનમાં રાખી નવા સંશોધનો માટે વિચાર કરીએ. સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલે વ્યવસાય અંગે અગવડતાઓની સરળતાઓ માટે હંમેશા સહકાર આપવા જણાવ્યું હતું જયારે
એસો. ના ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ પટેલ યુએસ સ્થાઈ થવાના હોય તેઓ શ્રી માર્ગદર્શક તરીકે કારોબારીમાં સક્રિય રહેશે તેમજ કારોબારી મીટીંગ માં સર્વાનુમતે શ્રી ગૌતમભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે તેમજ સહમંત્રી તરીકે શ્રી મુકેશભાઈ પટેલની વરણી કરાઇ
એસો. ના સ્નેહમિલન પ્રંસગે સહુ વેપારી મિત્રો એકત્ર મળી વ્યવસાય લક્ષી ચર્ચાઓ કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ, સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ઉપાધ્યાય, સંરક્ષક શ્રી મણીભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી દિપકભાઇ પટેલ, મહામંત્રીશ્રી વિજયભાઈ પટેલ, દંતેલીના સરપંચશ્રી રામુભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમના અંતે આભાર વિધિ એસો. સંરક્ષક શ્રી મણીભાઈ પટેલ દ્વારા કરાઇ હતી.