AnandToday
AnandToday
Thursday, 04 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ તાલુકાના કરમસદ-જોળ માર્ગનું સત્વરે સમારકામ કરાશે

૧૦ દિવસમાં આ રસ્તાનું સમારકામ કરવા જિલ્લા કલેકટરશ્રીએ સુચના આપી

કરમસદ-જોળ માર્ગના વિવાદ અંગે જાણકારી મેળતા જ ક્લેક્ટરે કરમસદ નગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાથે બેઠક યોજી ત્વરીત નિર્ણય લીધો.

આણંદ, શુક્રવાર
આણંદ તાલુકાના કરમસદ-જોળ રસ્તાના વિવાદના નિરાકરણ અર્થે તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ કરમસદ નગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાથે બેઠક યોજી રસ્તાના સમારકામ બાબતે જરૂરી ચર્ચા - વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતુ.  

આ બેઠકમાં કલેકટરશ્રીએ કરમસદ-જોળ માર્ગના વિવાદ અંગે જાણકારી મેળવી હતી, જે અનુસાર આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા કરમસદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો, પરંતુ કરમસદ નગરપાલિકાએ રસ્તાનો કબજો લિધેલ ના હોવાથી રસ્તાના સમારકામ અંગે અસમંજસ ઉભી થઈ હતી. કલેકટરશ્રીએ તમામ રજુઆતો સાંભળ્યા બાદ રસ્તાના વિવાદના નિરાકરણ અર્થે તેમજ લોકોને અવરજવર માટે તકલીફ ના પડે તે માટે માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીને આગામી ૧૦ દિવસમાં રસ્તાનું સમારકામ કરવા સૂચના આપી હતી. આ રસ્તાના સમારકામ બાદ રસ્તાની જાળવણીની જવાબદારી કરમસદ નગરપાલિકાને કરવા તેમણે જરૂરી સૂચના આપી હતી.
******