AnandToday
AnandToday
Thursday, 04 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

ક્ષત્રિય  મેરેજ બ્યુરો આણંદના ઉપક્રમે 

આણંદ ખાતે ખેડા- આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજના યુવક-યુવતીઓનું પરિચય સંમેલન યોજાયું

તાજેતરમાં નિવૃત થયેલ  શિક્ષક મનુભાઈ જી પરમાર ( વાઘપુરા )અને કિરીટભાઈ વાઘેલા ( ચકલાસી  જી.ઈ.બી અધિકારી)નું  શાલ ઓઢાડી સન્માન કરાયું

સમાજના કુરિવાજો, ખોટા વ્યસનોથી દૂર રહેવા અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી બનવા અનુરોધ કરાયો.

આણંદ

ક્ષત્રિય  મેરેજ બ્યુરો આણંદના ઉપક્રમે  આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજના યુવક - યુવતીઓનું પરિચય સંમેલન તાજેતરમાં આણંદ સ્થિત લોટેશ્વર મહાદે ની વાડીમાં યોજાયો હતો. આ  સંમેલનમાં અંદાજે 600 જેટલા વ્યક્તિઓ જેમા મહેમાનો યુવક, યુવતીઓ, વાલીઓ અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ક્ષત્રિય મેરેજ બ્યુરોના પ્રણેતા અને શિવ દૂગ્ધાલય આણંદના માલિક ભાનુભાઈ ચાવડા અને ભારતસિંહ પરમાર પ્રમુખશ્રી શૌર્ય ધામ ફાગવેલ  હાજર રહ્યાં હતા તેઓએ ક્ષત્રિય સમાજના કુરિવાજો,ખોટા વ્યસનો થી દૂર રહેવાની સાથે યુવાનોને સમાજ શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિકારી બનવા તેમજ યુવાનો - યુવતી સારુ ભણે અને શિક્ષણ થકી સારુ દાંમ્પત્ય જીવનમાં યશ કલગી નો ઉમેરો થાય અને કુટુંબિક ક્ષેત્રે પ્રગતિ થાય તેવા આશીર્વાચનો પાઠવ્યા હતા.
 આ ઉપરાંત ક્ષત્રિય મેરેજ બ્યુરો ના પ્રમુખશ્રી બી યુ પરમાર ( નિવૃત વર્ગ એક અધિકારી ) એ જણાવ્યું હતુ કે સમાજ યુવક - યુવતીને શિક્ષણ અને ઉંમર તથા નોકરીને અનુરૂપ  યુવક - યુવતીઓ લગ્ન ગ્રંથિ થી જોડાય અને   એક બીજા ની પસંદ માટે યુવાનો  યુવતીઓ  એક જ સ્થળ પર  ભેગા થાય  અને યોગ્ય પાત્ર ની શોધ માં દોડાદોડી ના થાય અને આજના પ્રવર્તમાન યુગમાં  ડિજિટલ મીડિયામાં સમય બચે  અને મોટી સંખ્યા માં  લોકો લાભ લે  તેવો અનુરોધ કર્યો હતો.
આ  પ્રસંગે  તાજેતર માં નિવૃત થયેલ  શિક્ષક મનુભાઈ જી પરમાર ( વાઘપુરા )અને કિરીટભાઈ વાઘેલા ( ચકલાસી ) અધિકારી જી ઈ બી નું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં ઈશ્વરભાઈ એમ સોઢા. માજી પ્રમુખ અને મહેન્દ્રસિંહ યુ પરમાર નિવૃત સહકાર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આ  સંમેલનમાં  બીજા નવા અંદાજે 150 જેટલા લગ્નવાંચ્છું યુવક-યુવતીઓએ  નવું રેજીસ્ટ્રેશન  કરાવ્યું હતું.આ પ્રસંગને સફળ બનાવવા ભાથીસિંહ ઝાલા અને સુભાષ ભાઈ પઢીયારે ખુબ જહેમત ઉઠાવી હતી. તેમજ અરૂણભાઈ સોલંકી લોટીયા ભાગોળ આણંદ તરફથી આર્થિક દાન આપી  જરૂરી વ્યવસ્થા કરવામાં સહયોગ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન  અરવિંદભાઈ ચાવડાએ કર્યું અને આભાર વિધિ રમેશભાઈ વાઘેલા એ કરી  હતી એમ નિવૃત્ત સંયુક્ત બાગાયત નિયામક ( ક્લાસ વન ) બળદેવસિંહ  યુ પરમાર  દ્વારા   જણાવાયું છે.