AnandToday
AnandToday
Tuesday, 02 Jan 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 3 જાન્યુઆરી : 3 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેની આજે જન્મતિથિ

ભારતમાં પહેલી પેઢીનાં નારીવાદી કર્મશીલ, મરાઠીનાં આદ્ય કવયિત્રી અને દેશનાં પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેનો મહારાષ્ટ્રનાં નયગાવમાં જન્મ (1831)

* અમરાવતીથી લોકસભાના સાંસદ અને તેલુગુ ફિલ્મોના અભિનેત્રી નવનીત કૌરનો મુંબઈમાં જન્મ (1986)

* વર્લ્ડ કપ સ્પર્ધા (1987)માં હેટ્રિક વિકેટ લેનાર વિશ્ચના પ્રથમ, ભારતના ક્રિકેટ ખેલાડી (ઓલ રાઉન્ડર) ચેતન શર્માનો જન્મ (1966)
તેઓ ભારતની ટીમની સિલેક્શન કમિટીના સભ્ય છે

* ઈન્ડિયન આર્મીના પૂર્વ અધિકારી અને  પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંત સિંહનો રાજસ્થાન રાજ્યમાં જન્મ (1938)

* યુવા પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગનો સ્વીડનમાં જન્મ (2003) વર્ષ 2019માં ટાઈમ પર્સન ઓફ ધ યર જાહેર કરાયા હતા અને સતત બે વર્ષ 2019 અને 2020ના નોબલ પુરસ્કાર માટે નામાંકન મેળવ્યું છે 

* ભારતના ક્રિકેટ ખેલાડી મોહંમદ અઝહરુદીન એ પોતાના ટેસ્ટ પ્રવેશ સાથે સેન્ચુરી ફટકારી દીધી (1985)

* ‘પદ્મભૂષણ’થી સન્માનિત ભારતનાં રોકેટ વિજ્ઞાની અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એરોસ્પેસ એન્જિનિયરની વિદ્યાશાખાનાં પ્રણેતા સતીષ ધવનનું અવસાન (2002)

* ફોર્મ્યુલા વન રેસનાં બેતાજ બાદશાહ ગણાતા માઈકલ શુમાકરનો જર્મનીનાં હર્થ ખાતે જન્મ (1969)

* પદ્મશ્રી અને ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત ભારતનાં પ્રખ્યાત વાયોલિનવાદક એમ.એસ. ગોપાલકૃષ્ણનનું અવસાન (2013)

* હોલીવુડના અભિનેતા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક મેલ ગિબસનનો અમેરીકામાં જન્મ (1956)

* બોલીવુડ અને ટીવીના અભિનેત્રી ગુલ પનાગ (1972)નો જન્મ

* પંજાબી ગાયક, સંગીતકાર, અને અભિનેતા રાજ બ્રારનો જન્મ (1972)

* બોલીવુડ અને ટીવીના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા સંજય ખાન (અબ્બાસ અલી ખાન)નો બેંગલોર ખાતે જન્મ (1948)

* તેલુગુ ફિલ્મોના અભિનેત્રી પુષ્પવલ્લિનો જન્મ (1926)

* બોલીવુડના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા ચેતન આનંદનો જન્મ (1921)

* કુશળ પત્રકાર, કવિ, વાર્તાકાર, આઝાદીનાં લડવૈયા અને લોકપ્રિય ગીતકાર વેણીભાઇ જમનાદાસ પુરોહિતનુ અવસાન (1980) 

* ભારતના ક્રિકેટ ખેલાડી ન્યાલચંદ શાહનું જુનાગઢ ખાતે અવસાન (1977) તે એક ટેસ્ટ અને 57 ફસ્ટ કલાસ મેચ રમ્યા હતા 

* યુએઈની ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય વનડે મેચ (1) રમનાર નિલ ફર્નાન્ડિઝનો મુંબઈમાં જન્મ (1977)