AnandToday
AnandToday
Tuesday, 02 Jan 2024 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 2 જાન્યુઆરી : 2 January 
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ) 

ભારતના પૂર્વ ક્રિકેટર અને રાજકારણી કિર્તિ આઝાદની આજે જન્મતિથિ

ભારતની વર્લ્ડ કપ (1983) વિજેતા ટીમના ક્રિકેટ ખેલાડી કિર્તિ આઝાદ (કિર્તિવર્ધન ભાગવત ઝા)નો જન્મ 2 જાન્યુઆરી 1959માં બિહારના પુરનિયામાં થયો હતો.
કીર્તિ આઝાદના પિતા ભગત ઝા આઝાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી હતા અને રમતની ગતિવિધિઓને પ્રોત્સાહન આપનારી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.
 કીર્તિ આઝાદે રાજકારણની શરૂઆત 1993માં ભારતીય જનતા પાર્ટીના સભ્યના રૂપમાં કરી હતી
1993થી 1998 સુધી દિલ્હી વિધાનસભાના સભ્ય રહ્યાં.1999માં લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા.2009માં લોકસભાની ચૂંટણીમાં ફરી વિજયી બન્યા, 31 ઓગસ્ટ 2009માં તેમને માનવ સંસાધન વિકાસ સમિતીના સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા. તે બાદ 9 જૂન 2013થી તેમને ગૃહ સમિતીના સભ્ય પણ બનાવવામાં આવ્યા.

* ​ખેડા જિલ્લાનાં કપડવંજમાં જન્મેલ અને જ્ઞાનપીઠથી પુરસ્કૃત ગુજરાતી કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહનું મુંબઈ ખાતે અવસાન (2010)
તેમનુ ‘કુમાર સુવર્ણ ચંદ્રક’ (1947), ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1956), ‘શાંત કોલાહલ’ માટે ‘રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી’ દિલ્હીનાં ઍવોર્ડ (1963), ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઍવોર્ડ (1980), ‘નરસિંહ મહેતા ઍવોર્ડ' (1999માં ), ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર (2001)થી સન્માન કરવામાં આવ્યું 


* સુનિલ ગાવસ્કર એવા પ્રથમ ખેલાડી બન્યા કે જેમણે ત્રણ વખત એકજ ટેસ્ટ મેચમાં ડબલ સેંચુરી બનાવી હોય (1979)

* ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રમણ લાંબાનો ઉત્તરપ્રદેશનાં મેરઠ શહેરમાં જન્મ (1960)
તેમણે બેટ્સમેન તરીકે 4 ટેસ્ટ અને 32 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી
તેઓ બાંગ્લાદેશમાં ઢાકા પ્રીમિયર લીગમાં જોડાયાં અને લોકપ્રિય બન્યાં હતાં
‘દિ ડોન ઑફ ઢાકા’ તરીકે પ્રખ્યાત રમણ લાંબા નજીકમાં ફિલ્ડિંગ કરતી વખતે હેલ્મેટનો ઉપયોગ ન કરવા માટે જાણીતા હતાં, આ બેદરકારીની ટેવ તેમનાં મૃત્યુનું કારણ બની અને તા. 20 ફેબ્રુઆરી, 1998નાં રોજ ઢાકા બાંગબંધુ સ્ટેડિયમ ખાતે રમતા ફોરવર્ડ શોર્ટલેગ પર બોલ માથામાં વાગ્યો અને 23 ફેબ્રુઆરી, 1998નાં રોજ અવસાન થયું

* ગુજરાત રાજ્યનાં ગૌરવ પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત સંગીતકાર દિલીપ ધોળકિયાનું અવસાન (2011)

* ગુજરાતી સાહિત્યકારનાં પ્રસિદ્ધ વિદ્વાન, વિવેચક, કવિતાશિક્ષક અને યુગપ્રભાવક કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું મુંબઈમાં અવસાન (1952)

* ઉપનામ ‘બેફામ’થી જાણીતાં ગુજરાતી લેખક, કવિ અને ગઝલકાર બરકતઅલી ગુલામઅલી વિરાણીનું મુંબઈમાં અવસાન (1994)

* ​ભારતના વિદ્યાર્થી આગેવાન કનૈયા કુમારનો બિહાર રાજ્યમાં જન્મ (1987)

* ઈલેક્ટ્રીક ઘડિયાળનાં શોધક એલેકઝાન્ડર બેનનું અવસાન (1877)

* જાણીતા ગુજરાતી સાહિત્યકાર પ્રહલાદ પારેખનું અવસાન (1962)

* ફિલ્મ અને ટીવી અભિનેતા અલી ફઝલ (1987) અભિનેત્રી ગોપીકા પૂર્ણિમા (1982) નો જન્મ