ગુજરાત સિને એન્ડ ટેલિવિઝન એવોર્ડ -2023 એનાયત કરાયો
આણંદ
રંગીન કાગડો ફિલ્મ હિન્દી પ્રોડક્શન એકેડેમી એન્ડ પ્રોડક્શન દ્વારા ગુજરાત સિને એન્ડ ટેલિવિઝન એવોર્ડ -2023 તા. ૩૦-૧૨-૨૦૨૩, શનિવારે સાંજે ૬.૦૦ કલાકે ગુજરાત સાહિત્ય પરિષદ ભવન હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાયો હતો. જેનાં આયોજક હતા દિનકર જાની ( રંગીન કાગડો), ડાયરેક્ટર- પ્રોડ્યુસર- રાઈટર- કોરિયોગ્રાફર હર્ષિલ જોષી (અભિગમ એકેડેમી એન્ડ પ્રોડક્શન) મીડિયા પાર્ટનર હતા ઓનલી ગુજરાત ન્યૂઝ એડિટર મનીષ જોષી.
આ કાર્યક્રમમાં રાજકારણ, ફિલ્મ અને મીડિયા જગતના ખ્યાતનામ લોકોને મુખ્ય અતિથિ અને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરી સુંદર ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં અતિથિ વિશેષ સિને મીડિયા ફાઉન્ડેશન પ્રમુખ અને નમસ્કાર ગુજરાત દૈનિક ના મેનેજિંગ તંત્રી ડૉ. કલ્પેશભાઈ પટેલ ,નીક ફિલ્મ ના ડાયરેકટર નીતીશ પંચાલને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ફિલ્મ જગતમાં વિવિધ રીતે સંકળાયેલ નારી શક્તિનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રમાં સુંદર કાર્ય કરનાર આમંત્રિત અતિથિઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સન્માનિત મહેમાનોને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સીને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ ના પ્રમુખ અને નમસ્કાર ગુજરાત દૈનિક ના મેનેજિંગ તંત્રી ડો કલ્પેશ પટેલ નું વિષેશ સન્માન કરવા માં આવ્યું