AnandToday
AnandToday
Saturday, 30 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 31 ડિસેમ્બર 31 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

કચ્છની કોયલ તરીકે જાણીતી ગુજરાતની પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારીનો આજે જન્મદિવસ

કચ્છની કોયલ તરીકે જાણીતી ગાયિકા ગીતા રબારી આજે તેના સુરીલા અવાજને કારણે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. ગીતા રબારી ગુજરાતની પ્રખ્યાત ગાયિકા છે, તેના ઘણા ગીતો માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં પ્રખ્યાત થયા છે
ગુજરાતના ડાયરો, ભજન, લોકગીત સહિત તમામ પ્રકારની ગાયિકી સાથે સ્ટેજ શૉના સૌથી લોકપ્રિય  ગાયિકા ગીતાબેન રબારીનો જન્મ કચ્છના અંજારના એક નાનકડા ટપ્પર ગામમાં 31 ડિસેમ્બર 1996ના રોજ થયો હતો. તેના પિતા કાનજીભાઇ અને માતા વિન્જુબેન છે. ગીતાને નાનપણથી જ ગાવાનો ખૂબ જ શોખ હતો. ગીતાને તેની સ્કૂલમાં જ્યારે પણ ગાવાનો મોકો મળતો ત્યારે તે પોતાના કોકિલકંઠના સૂર રેલાવતી. તેણે પોતાની પ્રાથમિક સ્કૂલના ફંક્શનમાં તેનું પહેલું ગીત 'બેટી હું મે બેટી મેં તારા બનુંગી' ગાયું હતું.તેમનું ગીત 'રોણા શેરમાં રે' ગાયું ત્યારથી લોકપ્રિયતા વધી હતી.

* બોલીવુડમાં વર્ષ (2021) દરમિયાન નવી હિન્દી ફિલ્મોની રજુઆતની વાતમાં 41 ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ અને રેકોર્ડ 61 ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર ઓનલાઇન રજૂ થઈ, સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'સૂર્યવંશી'ને લગભગ 295 કરોડનો વકરો થયો (2021)

* ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી લક્ષ્મણ શિવરામક્રિષ્નનનો ચેનૈઈ ખાતે જન્મ (1965)
વર્લ્ડ કપ 1985 માટે બે મેચ સાથે 16 વન ડે અને 9 ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે 

* ‘રાવ બહાદુર’નાં પુરસ્કારથી સન્માનિત ભારત સરકારનાં સ્ટેટસ મંત્રાલયમાં સરદાર પટેલનાં સચિવ તરીકે ફરજ બજાવનાર વપ્પલા પંગુન્ની મેનન (વી.પી.મેનનન)નું અવસાન (1965)

* 'ગંધર્વરત્ન’, ‘સંગીતરત્ન’ જેવી અનેક પદવી, ‘પદ્મશ્રી’, ‘પદ્મ ભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી સન્માનિતભારતીય શાસ્ત્રીય ગાયક મલ્લિકાર્જુન મન્સૂરનો કર્ણાટકનાં મન્સૂર ગામમાં જન્મ (1910)

* ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી જ્યોફ માર્સનો જન્મ (1958)
વર્લ્ડ કપ 1985 માટે 13 મેચ સાથે 117 વન ડે અને 50 ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે

* દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી ગુજરાતી ભાષામાં વર્ષ ૨૦૨૧નો યુવા પુરસ્કાર દ્રષ્ટિ સોનીને એમની નવલકથા ‘અ-માણસ’ માટે જાહેર થયો (2021)

* પંજાબના ગાયક, ફિલ્મ નિર્માતા અને અભિનેતા હરભજન માનનો પંજાબના ભટીંડા ખાતે જન્મ (1965)

* કેમિસ્ટ્રીનાં અભ્યાસનો પાયો નાખનારાં વિજ્ઞાનીઓમાંના એક અને ‘કેમિસ્ટ્રીનાં પિતામહ’ તરીકે ઓળખાતા રોબર્ટ બોઈલનું અવસાન (1691)

* પાકિસ્તાના ક્રિકેટ ખેલાડી (2 ટેસ્ટ રમનાર) અફાક હુસેનનો ભારતમાં લખનૌ ખાતે જન્મ (1939)

* ભારતમાં સિવિલ સેવા શરૂ કરનાર ભારતમાં બ્રિટિશરાજનાં બીજા ગવર્નર જનરલ અને ચીફ ઑફ કમાંડર લૉર્ડ કોર્નવોલિસનો જન્મ (1738)

​* આયર્લેન્ડમાં જન્મેલ અને  ‘કેમિસ્ટ્રીનાં પિતામહ’ કહેવાતા વિજ્ઞાની રોબર્ટ બોઈલનું અવસાન (1691) 
વાયુનાં જથ્થા અને દબાણ વચ્ચેનાં સંબંધ અંગે નિયમ શોધેલો જે બોઈલનો સિદ્ધાંત કહેવાય છે
બોઈલ વિવિધ ધાતુઓનાં મિશ્રણથી નવી ધાતુ બનાવવામાં નિષ્ણાત હતાં અને તે માટે વિશ્વપ્રસિધ્ધ બન્યાં 

* આઈપીએલ અગાઉ દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ એમ બે દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર રોલ્ફ વાનનો દક્ષિણ આફ્રિકામાં જન્મ (1984)

* પંજાબી ગાયક, સંગીતકાર, અને અભિનેતા રાજ બ્રારનું અવસાન (2016)

* મુંબઈ શેર બજારનો સેન્સેક્સ વર્ષ (2021)ના પહેલા દિવસે 47751 પોઈન્ટ સાથે ખુલ્યો હતો જે 18 ઓક્ટોબરે 61765ના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો અને તા. 19 ઓક્ટોબરે 62245ના રેકોર્ડ સ્તરને સ્પર્શી પરત ફર્યો હતો (2021)

>>> સંબંધોમાં પ્રેમ કે આકર્ષણ એ બે વ્યક્તિઓ વચ્ચેની એક એવી અવસ્થા છે, જે બાહ્ય પરિબળોની મોહતાજ નથી. એકાંતપ્રિય વ્યક્તિ નિકટતાના અભાવમાં પણ પ્રેમ મહેસૂસ કરે, અને એકાકી વ્યક્તિ સંગાથમાં પણ દૂરી મહેસૂસ કરે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)