AnandToday
AnandToday
Friday, 29 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 30 ડિસેમ્બર 30 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતના પ્રથમ મિસ ઈન્ડિયા એસ્થર વિક્ટોરિયા અબ્રાહમની આજે જન્મતિથિ

ભારતના પ્રથમ મિસ ઈન્ડિયા એસ્થર વિક્ટોરિયા અબ્રાહમનો કોલકાતા ખાતે જન્મ (1916)
મોડેલ, અભિનેત્રી અને સ્ટેજ આર્ટિસ્ટ તરીકે પોતાનું નામ પ્રેમિલા રાખ્યુ હતુ

* પ્રખર ધારાશાસ્ત્રી, રાજપુરુષ, કેળવણીકાર, ગુજરાતી ભાષાનાં સૌથી વધુ વંચાતા લેખકો પૈકી એક નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, નિબંધકાર અને સ્વતંત્રતા સૈનિક કનૈયાલાલ માણેકલાલ મુનશીનો ભરૂચમાં જન્મ (1887)
કુલ ૫૮ વર્ષોનું લેખનકાર્ય, કુલ ૧૨૭ પુસ્તકોના સર્જનમાં ‘ગુજરાતનો નાથ’, ‘પાટણની પ્રભુતા’, ‘રાજાધિરાજ’, ‘કૃષ્ણાવતાર’, ‘લોપામુદ્રા’, ‘તપસ્વિની’, ‘પૃથ્વીવલ્લભ’, ‘કાકાની શશી’, ‘પૌરાણિક નાટકો’, ‘ગુજરાતની અસ્મિતા’ વગેરે તેમનાં જાણીતા પુસ્તકો છે

* ‘અવકાશ-વિજ્ઞાનનાં પિતા’ કહેવાતા વિક્રમ સારાભાઈનું કેરળનાં કદવાલમ ખાતે નિધન થયું (1971)
ઈ.સ.1966માં ‘પદ્મ ભૂષણ’ અને ઈ.સ.1972માં ‘પદ્મ વિભૂષણ’(મરણોતર)નાં ખિતાબોથી નવાજવામાં આવ્યા હતા

* ભારતના ક્રિકેટ ખેલાડી (3 વનડે રમનાર) સૌરભ તિવારીનો જમશેદપુર ખાતે જન્મ (1989)

* ઈંગ્લેન્ડના ક્રિકેટ ખેલાડી જો રુટનો જન્મ (1990)
23 વર્લ્ડ કપ મેચ સાથે 152 વન ડે (16 સદી) અને 112 ટેસ્ટ મેચ (23 સદી) રમવાનો અનુભવ છે 

* ક્રિકેટર પિતા લાલા અમરનાથના ક્રિકેટર પુત્ર સુરીન્દર અમરનાથનો કાનપુર ખાતે જન્મ (1948)
10 ટેસ્ટ અને 3 વન-ડે રમનાર સુરીન્દરના ભારતીય ટીમમાં પ્રવેશના 7 વર્ષ અગાઉ નાના ભાઈ મોહિન્દર અમરનાથ નો ભારતની ટીમમાં પ્રવેશ થયો હતો 

* ભારતનાં ઉત્તમ કોટિનાં સંત રમણ મહર્ષિનો મદુરાથી પાસેના તિરુચ્ચુલી ગામમાં જન્મ (1876)

* ભારતીય લેખક, વિદ્વાન, સાહિત્યિક ઇતિહાસકાર, સંશોધક, અનુવાદક દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ભરૂચમાં જન્મ (1868) 

* સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કારથી સન્માનિત ફ્રેન્ચ નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર, કલા ઇતિહાસકાર રોમેન રોલેન્ડનો જન્મનું અવસાન (1944)

>>> સંઘરવા કરતાં વહેંચવું સારું. આપ-લે વધે તેમ ધંધો વધે. માલની જેમ માણસની નિકાસથી પણ લાભ થઈ શકે. ફળદ્રૂપ ભૂમિ પોતાની ‘ઉપજ’ વહેંચવાથી બંજર નથી બની જતી. ત્યેન ત્યક્તેન ભુંજિથાઃ ત્યાગીને પણ ભોગવી શકાય. જે આપે છે તે પામે પણ છે.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)