AnandToday
AnandToday
Thursday, 28 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 29 ડિસેમ્બર 29 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

હિન્દી સિનેમા જગતના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની આજે જન્મ તિથિ

બોલીવુડ ફિલ્મજગતનાં પહેલા સુપરસ્ટાર અને રાજકારણી રાજેશ ખન્ના (મૂળનામ જતીન ખન્ના)નો અમૃતસરમાં જન્મ (1942)
ઈ.સ.1969થી 1971 વચ્ચે રાજેશ ખન્નાએ 15 હીટ ફિલ્મો કરી અને ‘આરાધના’ ફિલ્મથી રાજેશ ખન્નાને ‘સુપરસ્ટાર’ બિરુદ મળ્યું
ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ 3 વખત મેળવનાર આ અભિનેતાને ભારત સરકાર દ્વારા ‘પદ્મ ભૂષણ’ પુરસ્કાર (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવ્યાં
ચાહકો તેમને 'કાકા’ના હુલામણા નામથી બોલાવતા

* ભારતના ક્રિકેટ ખેલાડી, વર્લ્ડ કપ 1983ના શ્રેષ્ઠ વિકેટ કીપર તરીકે સન્માનિત સઈદ કિરમાણીનો ચેનૈઈ ખાતે જન્મ (1949)
કુલ 198 વિકેટ સાથે કિરમાણી, એમ. એસ. ધોની (300 વિકેટ) પહેલાના સૌથી શ્રેષ્ઠ વિકેટ કીપર તરીકે ઓળખાતા હતા
1971માં ઈંગ્લેન્ડના પ્રવાસમાં લઈ જવા છતાં તેમનો સત્તાવાર પ્રવેશ 1976માં ન્યુઝીલેન્ડ સામે રમવા સાથે થયો
એક ટેસ્ટ મેચમાં વિકેટ કીપર તરીકે 6 વિકેટ (એક સ્ટમ્પિંગ અને 5 કેચ) લેનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા અને તે 1976નો રેકોર્ડ હજી તૂટ્યો નથી, ધોની અને રિદ્ધિમન સહાએ એ 6 વિકેટ લેવાની બરાબરી કરી છે
તેમણે અનેક ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે 

* 'પદ્મશ્રી’થી સન્માનિત ફિલ્મ અને ટીવી સિરિયલના નિર્માતા - નિર્દેશક રામાનંદ સાગર (મૂળનામ ચંદ્રમૌલી ચોપરા)નો જન્મ (1917)
તેઓ રામાયણ ટેલિવિઝન શ્રેણી બનાવવા માટે સૌથી વધુ પ્રખ્યાત થયા અને પછીની ટીવી સીરીયલો ‘શ્રીકૃષ્ણા’, ‘લુવ-કુશ’ અને ‘વિક્રમ ઔર વેતાલ’ વગેરે

* ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ બૂનનો જન્મ (1960)
તેમણે પોતાની ક્રિકેટ કેરિયરમાં 107 ટેસ્ટ અને 181 વન ડે રમવાનો અનુભવ છે તેઓ 2011ની સાલથી આઈસીસીના રેફરી તરીકે સેવા આપે છે 

* પદ્મશ્રી અને સંગીત નાટક અકાદમી એવોર્ડથી સન્માનિત ભારતનાં મહાન સંગીતકાર અને સંગીત શિક્ષક ઓમકારનાથ ગૌરીશંકર ઠાકુર - પંડિતજીનું અવસાન (1967)

* દક્ષિણ આફ્રિકામાં જન્મેલ, ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિકેટર અને કોમેન્ટેટર ટોની ગ્રેગનું ઓસ્ટ્રેલિયામાં અવસાન (2012)
6'6"ની ઉંચાઇ ધરાવનાર આ ખેલાડીને પોતાની ક્રિકેટ કેરિયરમાં 28 ટેસ્ટ અને 22 વન ડે રમવાનો અનુભવ છે

* કેનેડાની ઈન્ટરનેશનલ ટીમના ખેલાડી જીમી (અમરબીરસિંગ) હંસરાનો ભારતના લુધિયાણા ખાતે જન્મ (1984)
તેમણે પોતાની ક્રિકેટ કેરિયરમાં 24 વન ડે અને 8 ટી20 રમવાનો અનુભવ છે

* ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તથા ‘નર્મદ સુવર્ણચંદ્રક’થી સન્માનિત ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ ચુનીલાલ કાળિદાસ મડિયાનું અવસાન (1968)

* પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી શકલીન મુસ્તાકનો લાહોર ખાતે જન્મ (1976)
'દૂસરા' પ્રકારની બોલિંગ માટે આ નામ પહેલા નંબરે મુકવામાં આવે છે 
10 વિકેટ લેવાનો રેકોર્ડ ત્રણ વખત બનાવવા સાથે તેમણે પોતાની ક્રિકેટ 49 વન ડે અને 14 વર્લ્ડ કપ મેચ સાથે 169 વન ડે રમવાનો અનુભવ છે

* આધુનિક શરીરશાસ્ત્રનાં મહત્ત્વપૂર્ણ સંશોધનોમાં લુડવિગે યોગદાન આપનાર વિજ્ઞાની અને સંશોધક કાર્લ ફ્રેડરિક વિલ્હેમ લુડવિગનો જર્મનીમાં જન્મ (1816)

* ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર બ્રોડ હોગનો જન્મ (1974)

* અમેરિકનાં 17માં રાષ્ટ્રપ્રમુખ (1857) એન્ડ્રુ જહોનસનનો ઉત્તર કેરોલિનાનાં રેલેમાં જન્મ (1808)
મહાભિયોગનાં તેમની ઉપર સેનેટ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એક મતથી નિર્દોષ છૂટી ગયાં હતાં

* ક્રિકેટ ઈતિહાસના સૌથી ફાસ્ટ બોલર તરીકે ઓળખાયેલ ઓસ્ટ્રેલિયાના બોલર જેફ થોમસનની ટેસ્ટ ક્રિકેટ કેરિયરનો આરંભ (1972)
માત્ર 28 વર્ષની ઉંમરમાં 51 ટેસ્ટ રમી 200 વિકેટ લેવાનો કિર્તિમાન બનાવ્યો હતો 

* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનરજીનો કલકત્તામાં જન્મ (1844)

* બૉલીવુડ અભિનેત્રી ટ્વીન્કલ ખન્ના (1974) અને અભિનેતા પુલકિત સમ્રાટ (1983) નો જન્મ 

>>> સુખ કોઈ એક જગ્યાનું નામ નથી, જ્યાં આપણે પહોંચવાનું હોય. સુખ મુસાફરીમાં છે, મંજિલમાં નહીં. આપણે વર્તમાનમાં જે કરીએ છીએ તેમાં છે, ગઈકાલ કે આવતીકાલમાં નહીં. 

સંકલન : વિજય ઠક્કર (આણંદ)