વડોદરા
વડોદરા શહેર સ્થિત તમામ સરકારી બેંકો અને કેન્દ્ર સરકારના કાર્યાલયો માં રાજભાષા હિંદી અને સ્થાનિય ગુજરાતી ભાષાના બહોળા પ્રચાર, પ્રસાર અને રોજીંદા સરકારી કામોમાં તેના ઉપયોગ વધારવાના આશયથી ભારત સરકાર ના ગૃહ મંત્રાલય ના સીધા માર્ગદર્શન હેઠળ રચવામાં આવેલ નગર રાજભાષા અમલીકરણ સમિતિ ના તા. 20.12.2023 નાં રોજ ડૉ. સુષ્મિતા ભટ્ટાચાર્ય, ઉપ નિદેશક, ગૃહ મંત્રાલય, ભારત સરકાર ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક રાજભાષા સમારોહ યોજાયો હતો. જેમાં વડોદરા શહેર માં સ્થિત સરકારી બેંકો તથા સરકારી કાર્યાલયો ના કાર્યાલય પ્રમુખો એ ભાગ લીધો હતો. આ વાર્ષિક રાજભાષા સમારોહ માં વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજભાષા હિંદી અને સ્થાનિય ગુજરાતી ભાષાના બહોળા પ્રચાર, પ્રસાર અને રોજીંદા સરકારી કામોમાં તેના ઉપયોગ સંબંધે ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન કરવા બદલ બેંક ઓફ ઇન્ડિયા, વડોદરા ઝોનલ ઓફિસ ના ઝોનલ મેનેજર શ્રી અજય કડુ ને સમારંભ ની અધ્યક્ષતા કરી રહેલા ડૉ. સુષ્મિતા ભટ્ટાચાર્ય, ઉપ નિદેશક, ગૃહ મંત્રાલય, ભારત સરકાર ના વરદહસ્તે અંતર બેંક રાજભાષા શીલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે બેંક ઓફ ઇન્ડિયા ની વડોદરા ઝોનલ ઓફિસ ના મેનેજર (રાજભાષા) શ્રી કિશોર સોનાર ને પણ પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભિન્ન બેંકો દ્વારા આયોજિત સ્પર્ધાઓ માં વિજેતા બનેલ સ્ટાફ કર્મચારીઓ ને પણ ઈનામ આપીને સન્માનિત કરાયા હતા.
નગર રાજભાષા અમલીકરણ સમિતિના આ વાર્ષિક રાજભાષા સમારોહ માં વડોદરા શહેર ની તમામ સરકારી બેંકો ના ઉચ્ચ અધિકારીઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.