AnandToday
AnandToday
Saturday, 23 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 24 ડિસેમ્બર 24 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતીય સિનેમાના મહાન પાર્શ્વગાયક મોહમ્મદ રફીની આજે જન્મતિથિ 

બોલીવુડના લોકપ્રિય ગાયક મોહંમદ રફીનો આજે જન્મદિવસ છે.24મી ડિસેમ્બર1924ની સાલમાં અમૃતસર નજીકના કોટલા સુલતાન સિંહ ગામમાં જન્મેલા મોહમ્મદ રફીએ ગાયેલા હજારો ફિલ્મી ગીતોને એમનાં પ્રશંસકો આજે પણ ગણગણે છે.‘ગાંવ કી ગૌરી’ ફિલ્મ માટે તેમણે પ્રથમ ગીત ગાયું હતું. ત્યારબાદ તો આ ગીત યાત્રા 40 વર્ષ સુધી ચાલુ રહી તેમણે 5 રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 ફિલ્મફેર પુરસ્કાર જીત્યા અને 1967માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી થી નવાજવામાં આવ્યા

* બોલીવુડ અભિનેતા અનિલ કપૂરનો મુંબઈ ખાતે જન્મ (1956)
100 જેટલી ફિલ્મોમાં અભિનય કરનાર અનિલ કપૂરનું 2 રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે 

* ‘ભારતરત્ન’ (મરણોત્તર)થી સન્માનિત અભિનેતા અને રાજનીતિજ્ઞ એમ.જી. રામચંદ્રનનું અવસાન (1987)
તેમનો જન્મ શ્રીલંકાનાં કેન્ડીમાં, ભારતમાં તમિલનાડુનાં મુખ્યમંત્રી બન્યાં અને તેઓ ભારતમાં મુખ્યમંત્રી બનનારા પ્રથમ ફિલ્મ અભિનેતા હતાં

* ભાલા ફેંકની હરીફાઈ (ટોકિયો 2020) માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવી ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારત માટે પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવનાર નિરજ ચોપરાનો હરિયાણા ખાતે જન્મ (1997)

* 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સહિત અનેક સિરીયલના નિર્માતા આસિતકુમાર મોદીનો વડનગર ખાતે જન્મ (1966)

* વર્લ્ડ કપ (2011) માટેની ભારતની ક્રિકેટ ટીમના ખેલાડી પીયુષ ચાવલાનો ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે જન્મ (1988)
તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 3 ટેસ્ટ, 25 વન ડે અને 7 ટી૨૦ મેચ રમ્યા છે 

* પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક, 'રણજીતરામ પુરસ્કાર’, ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘જમનાલાલ બજાજ એવૉર્ડ’ અને ‘મૂર્તિદેવી પુરસ્કાર’ જેવાં અનેક પુરસ્કારોથી સન્માનિત, ગુજરાતી સાહિત્ય પરિષદનાં પૂર્વ પ્રમુખ તથા ગુજરાત વિદ્યાપીઠનાં પૂર્વ કુલપતિ નારાયણ દેસાઈનો વલસાડમાં જન્મ (1924)

* ગુજરાતી સાહિત્યકાર, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, ધાર્મિક લેખક, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, પાઠ્યપુસ્તકો, બાળસાહિત્ય, વાર્તાલેખક, વિજ્ઞાનલેખક તરીકે પ્રખ્યાત અને ‘જયભિખ્ખુ’ તરીકે જાણીતા ભીખાલાલ (બાલાભાઈ) દેસાઈનું અવસાન (1969)

* ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનાં રહેવાસી વાસ્કો-દ-ગામાનું ભારત દેશનાં કોચીનમાં અવસાન (1524)

* ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી (2021) 
તેઓ લાંબા સમયથી ક્રિકેટ રમી નથી રહ્યા પરંતુ આઈપીએલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલા હોવાના કારણે હોવાથી હવે નિવૃતિ લીધી 
હરભજન સિંહે ભારત માટે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2016માં UAE વિરુદ્ધ એશિયા કપ ટી-20 રમી હતી. તેઓ પહેલા ભારતીય ખેલાડી રહ્યા જેમણે કોલકત્તામાં ટેસ્ટ મેચમાં હેટ્રિક લીધી છે અને વર્ષ 2007 ટી-20 વર્લ્ડ કપ અને વર્ષ 2011ના વર્લ્ડકપની વિનિંગ ટીમના તે રહ્યા

* ભારતનાં સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, સામાજિક કાર્યકર અને સંવેદનશીલ સાહિત્યકાર પાંડુરંગ સદાશિવ સાનેનો મહારાષ્ટ્રનાં રત્નાગિરિ જિલ્લામાં પાલગડ ગામે જન્મ (1899)

* ભારતીય સામાજિક કાર્યકર, સુધારક અને રાજકારણી ઇરોડ વેંકટ રામાસામી નાયકરનું અવસાન (1973)
તેઓ ‘પેરિયાર’ તરીકે ઓળખાતા અને ઈ.સ.1944માં પોતાની જસ્સિટસ પાર્ટીનું નામ બદલીને ‘દ્રવિડ કઝગમ’ રાખી દિધું અને ડીએમકે પાર્ટીનો ઉદભવ થયો

* બોલીવુડ અને પંજાબી ફિલ્મોના અભિનેત્રી પ્રિતિ સપ્રુનો મુંબઈ ખાતે જન્મ (1956)

* રાજેશ ખન્ના, આશા પારેખ, વિનોદ ખન્ના, નિરૂપા રોય, રાજેન્દ્રનાથ અભિનિત ફિલ્મ 'આન મિલો સજના' રિલીઝ થઈ (1970)
ડિરેક્શન : મુકુલ દત્ત
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
બિનાકા ગીતમાલાની લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિ 1971 માં 'અચ્છા તો હમ ચલતે હૈ...' (લતા મંગેશકર-કિશોરકુમાર) બીજા નંબર ઉપર રહ્યું હતું
* મનોજ કુમાર, નંદા, પ્રાણ, મહેમુદ, હેલન મદન પુરી અભિનિત ફિલ્મ 'ગુમનામ' રિલીઝ થઈ (1965)
ડિરેક્શન : રાજા નવાઠે
સંગીત : શંકર જયકીશન

* રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન *
ભારત સરકાર દ્વારા 15મી માર્ચનાં રોજ ‘વિશ્વ ગ્રાહક દિન’ તથા ‘24મી ડિસેમ્બર ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ગ્રાહકોનાં અધિકાર અને જવાબદારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે 24 ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’ મનાવવામાં આવે છે. આ તે દિવસ છે જ્યારે ઉપભોક્તા સુરક્ષા અધિનિયમ, 1986ને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી

>>> વરસાદના ટીપાં કદમાં નાના હોય છે, પરંતુ 
તેમના સતત પડવાથી નદી વહેતી થઈ જાય છે, તેમ નાના અને સાતત્યપૂર્ણ પ્રયત્નો પણ જીવનમાં મોટા ફેરફારો લાવે છે...!!

સંકલન : વિજય ઠક્કર (આણંદ)