AnandToday
AnandToday
Saturday, 23 Dec 2023 00:00 am
AnandToday

AnandToday

ચારૂતર વિદ્યા મંડળ વલ્લભ વિદ્યાનગર સંચાલિત C.V.M યુનિવર્સિટી દ્વારા

વિકસીત ભારત સંકલ્પ યાત્રા અને હમારા સંકલ્પ પ્લેજ"હેઠળ રેલીનું આયોજન કરાયું

રેલીમાં અંદાજિત ૪૨૧ જેટલાં વિધાર્થીઓ અને NSS NCC કો-ઓડીનેટર જોડાયા

આણંદ ટુડે I આણંદ
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટી દ્વારા તારીખ 23 ડિસેમ્બર, શનિવારના રોજ સવારે ૧૦ કલ્લાકે "વિકસીત ભારત સંકલ્પ યાત્રા અને હમારા સંકલ્પ પ્લેજ"હેઠળ કૉલેજ ના વિદ્યાર્થીઓ સાથે એક વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CVM યુનિવર્સીટી ખાતેથી  પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની તથા રજીસ્ટ્રાર મેડમ અગનેશ્વરી અઢીયા દ્વારા ત્યાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને સૌ પ્રથમ પ્રતિજ્ઞા લેવડાવી ત્યારબાદ ફ્લેગ માર્ચની શુરુઆત કરાવી હતી.  રેલી વિદ્યાનગરના મુખ્ય માર્ગો પર ફરી યુનિવર્સીટીની મુખ્ય બિલ્ડિંગ પરત ફરી હતી. આ પ્રસંગે પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની જણાવ્યું હતું કે “2047 માં  ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે અને તે પહેલા આવનારા 25 વર્ષો દરમિયાન આપડે દેશના ડેવલોપમેન્ટ પર કામ કરવાનું છે. આ કામ પાર પાડવા દેશના યુવાનોએ ફરજ અદા કરવાની રહેશે. તેથી જ વિધાર્થીઓને કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી છે અને આ રેલીનું આયોજન કરાવ્યું છે.” દેશ માટે કંઈક કરી બતાવવાની ધગશ રાખતા  વિદ્યાર્થીઓએ પોસ્ટર અને નારા સાથે ઉત્સાહ પૂર્વક રેલીને સફળ બનાવી હતી. 
CVM યુનિવર્સિટી ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે ના કેમ્પસમાં ડો. શિવકુમાર સિંઘ, CTO NCC દ્વારા ફ્લેગ માર્ચ આપીને રેલી ની સરૂઆત કરાવવા માં આવી હતી. ADIT,MBIT, CZ Patel, IICP, Ayurved જેવી વિવિધ કોલેજના અંદાજિત ૪૨૧ જેટલાં વિધાર્થીઓ અને NSS NCC કો-ઓડીનેટર જોડાયા હતાં