AnandToday
AnandToday
Wednesday, 20 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 21 ડિસેમ્બર 21 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને રાત સૌથી લાંબી હોય છે 

આજે 21મી ડિસેમ્બર છે. 21 ડિસેમ્બર એટલે  વર્ષનો સૌથી ટૂંકો  દિવસ .ભારત સહિત ઘણા દેશોમાં 21 ડિસેમ્બર સૌથી નાનો દિવસ છે. દિવસનો અર્થ થાય છે સૂર્યના ઉદય અને અસ્ત વચ્ચેનો સમય. આ દિવસે સૂર્ય તેના નિર્ધારિત સમય કરતાં ઓછા સમય માટે રહે છે અને સૂર્ય જલદી અસ્ત થાય છે. જેના કારણે દિવસ ટૂંકો અને રાત લાંબી થાય છે. એટલે કે સૂર્ય તેના કિરણોથી પૃથ્વી પર થોડા સમય માટે પ્રકાશ ફેલાવે છે. તેથી જ 21 ડિસેમ્બરને વર્ષના સૌથી ટૂંકા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

* રેડીયોના સૌથી લોકપ્રિય ઉદઘોષક અમીન સાયનીનો મુુંબઈ જન્મ (૧૯૩૨)
રેડિયો સિલોન પરથી શરૂ થયેલ ‘બિનાકા ગીતમાલા’ કાર્યક્રમ કુલ ૪૨ વર્ષો સુધી ચાલતો રહ્યો અને તેમણે જ સતત પોતે સંચાલન કરીને ભવ્ય લોકપ્રિયતા મેળવી
૨૦૦૯માં પદ્મશ્રીથી સન્માનિત અને ૧૯૫૧થી અમીન સાયનીએ પોતાના નિર્માણ અને ઉદઘોષિત એવા ૫૪ હજારથી વધુ રેડીઓ કાર્યક્રમો અને ૧૯ હજાર જેટલાં સ્પોટ/જિંગલ કર્યા

* આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીનો જન્મ (1972)

* ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી ક્રિશ્નામાચારી શ્રીકાંતનો ચેનૈઈમાં જન્મ (1945)
વર્લ્ડ કપ 1983ની ફાઈનલમાં ભારત તરફથી સૌથી વધુ 38 રન નોંધાવીને ચેમ્પિયનશિપ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી 
તેમણે પોતાની કારકિર્દીમાં 43 ટેસ્ટ અને 146 વન ડે મેચ રમેલ છે 
ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી

* બજાજ ઓટો કંપનીના એમડી રાજીવ બજાજનો જન્મ (1966)

* બોલીવુડ અભિનેતા ગોવિંદાનો મુંબઈમાં જન્મ (1963)
165 જેટલી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું અને 12 વખત ફિલ્મફેર એવોર્ડમાં નોમિનેશન મળ્યા 

* ભારતના ક્રિકેટ અને હોકી ખેલાડી એમ. જે. ગોપાલનનું ચેન્નઈ ખાતે અવસાન (2003)
તેઓ 1 ટેસ્ટ મેચ રમ્યા હતા અને હોકી ટીમના પણ સભ્ય હતા 

* આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી કેવિન ડગલસ વોલ્ટરનો ઓસ્ટ્રેલિયામાં જન્મ (1945)
પોતાની કારકિર્દીમાં 74 ટેસ્ટ અને 28 વન ડે મેચ રમેલ છે 

* પાકિસ્તાનના લિટલ માસ્ટર તરીકે ઓળખાયેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી હનીફ મોહમ્મદનો જુનાગઢમાં જન્મ (1934) 
પોતાની કારકિર્દીમાં તે 55 ટેસ્ટ મેચ રમેલ છે

* કોંગ્રેસના આગેવાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મોતીલાલ વોરાનું અવસાન (2020)

* બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાનો મુંબઈમાં જન્મ (1989)

* વિશ્વનું સૌપ્રથમ "ક્રોસવર્ડ" સન્ડે ન્યૂયોર્ક વર્લ્ડ અખબારમાં પ્રકાશિત થયું (1913)
ન્યૂયોર્ક વર્લ્ડ એડિટર આર્થર વિનને ક્રોસવર્ડ પઝલનાં શોધક તરીકે શ્રેય આપવામાં આવે છે

* ભારતમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો સ્થાપના દિન *

* વર્લ્ડ સાડી ડે * 
દેખાવમાં સાડીને રિપ્લેસ કરી શકે એવો કોઈ પોશાક હજુ સુધી પેદા નથી થયો, સાડી નિર્જીવ કપડું નહિ પણ ખુદ એક વ્યક્તિત્વ છે અને એમાં રંગીનીયત અને ડિઝાઇન માટેની જગ્યા વધુ હોય છે. નાના બાળકો મમ્મીના પલ્લું પાછળ શરમાઈને છુપાઈ જાય, સાડીમાં માતૃત્વ થોડું એક્સ્ટ્રા ફિલ થાય છે

* જીતેન્દ્ર, જ્યા પ્રદા, સંજય દત્ત, માધુરી દીક્ષિત, કિરણ કુમાર અભિનિત ફિલ્મ 'થાનેદાર' રિલીઝ થઈ (1990)
ડિરેક્શન : રાજ એન. સિપ્પી
સંગીત ભપ્પી લાહિરી
'થાનેદાર' 1980ની તમિલ ફિલ્મ 'અમબુકકુ નાન આદિમાઈ' ની રિમેક છે 
બિનાકા ગીતમાલાની લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદી-1990માં 'તમ્મા તમ્મા લોગે' 15માં નંબર ઉપર રહ્યું હતું

* સંજીવ કુમાર, જીતેન્દ્ર, વિનોદ મહેરા, મૌસમી ચેટરજી, શબાના આઝમી, તનુજા, મદન પુરી, એ.કે. હંગલ, ઓમ શિવપુરી, જગદીપ, પેન્ટલ, હેલન, કામિની કૌશલ, શમ્મી અને પ્રેમા નારાયણ અભિનિત ફિલ્મ 'સ્વર્ગ નરક' રિલીઝ થઈ (1978)
ડિરેક્શન : દાસરી નારાયણ રાવ (પહેલી હિન્દી ફિલ્મ)
સંગીત : રાજેશ રોશન

>> પોતાના સ્વભાવમાં બદલાવ માણસ જાતે જ કરી શકે છે, બીજા માત્ર એનો ઉપાય બતાવી મદદ કરી શકે છે...

સંકલન : વિજય ઠક્કર (આણંદ)