આણંદ ટુડે I ચાંગા
ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ (FTE) ના દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (DEPSTAR) દ્વારા 4 ડિસેમ્બર, 2023 ના રોજ ચારુસેટના તમામ રિસર્ચ સ્કોલરો માટે "Enhancing Research Insights: A Hands-On Workshop on Data Visualization Tools" (એન્હાન્સિંગ રિસર્ચ ઇનસાઇટ્સ: અ હેન્ડ્સ-ઓન વર્કશોપ ઓન ડેટા વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ" શીર્ષક હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપનો ઉદ્દેશ્ય ડેટા વિઝ્યુલાઇઝેશન ટેકનીકની રિસર્ચ સ્કોલરોની સમજને વધુ ઊંડી બનાવવા અને તેમના સંશોધન પ્રયાસોને વધારવા માટે વ્યવહારુ કૌશલ્યોથી સશક્ત બનાવવાનો હતો. વર્કશોપનું સંચાલન જાણીતા નિષ્ણાત શ્રી ઉત્કર્ષ શર્મા (માસ્ટર ટ્રેનર, એડયુનેટ ફાઉન્ડેશન) દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનારા રિસર્ચ સ્કોલરોએ રીસર્ચ પ્રોસેસમાં ડેટા વિઝ્યુલાઇઝેશનના મહત્વ વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરી હતી. અસરકારક કોમ્યુનીકેશન અને એનાલીસીસ માટે જટિલ ડેટા સેટ્સને કેવી રીતે રજૂ કરવું તે સમજવું જરૂરી છે.
આ વર્કશોપમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ડેટા વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ સાથે હેન્ડ-ઓન અનુભવની તાલીમ આપવામાં આવી હતી. રિસર્ચ સ્કોલરો આ સાધનોને નેવિગેટ કરવા અને તેનો નિપુણતાથી ઉપયોગ કરી શકે તે માટે પ્રેક્ટીકલ ટ્રેનીંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્કશોપમાં ઇન્ટરએક્ટીવ સેશનો દર્શાવવામાં આવ્યા હતા જેમાં રિસર્ચ સ્કોલરોએ પ્રેક્ટીકલ એકસરસાઈઝ અને ડેમોન્સટ્રેશન રજૂ કર્યા હતા. આ હેન્ડ-ઓન અભિગમે રિસર્ચ સ્કોલરોને તેમના વિશિષ્ટ સંશોધન ડોમેન્સમાં ડેટા વિઝ્યુલાઇઝેશન ટેકનીકો લાગુ કરવાની સમજ પ્રદાન કરી હતી.
વર્કશોપના કન્વીનર ડેપસ્ટારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વડા ડો. દ્વિપના ગર્ગ અને વર્કશોપના કો-ઓર્ડીનેટર પ્રો. નિશા પંચાલ હતા.
ડો. અતુલ પટેલ (પ્રિન્સીપાલ-ડેપસ્ટાર અને રજિસ્ટ્રાર-ચારુસેટ) અને ડો. આર. વી. ઉપાધ્યાય (પ્રોવોસ્ટ-ચારુસેટ) નો તેમના અથાગ સહયોગ અને આ વર્કશોપના આયોજનની મંજૂરી આપવા બદલ ડેપસ્ટાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ વર્કશોપના આયોજનની પહેલ શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાની અને રીસર્ચ સ્કોલરોને ટૂલ્સ અને નોલેજ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને આગળ ધપાવવાની દિશામાં વધુ એક ડગલું છે.