AnandToday
AnandToday
Monday, 18 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

લોકસભા 2024 ની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને ફટકો, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું

કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. -ધારાસભ્ય ચિરાગ પટેલ

ભાજપમાં જોડાય તેવી સત્તાવાર ચર્ચા

અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડે તેવી સંભાવના 

આણંદ ટુડે I અમદાવાદ
લોકસભા 2024 ની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આણંદ જિલ્લાની ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધુ છે.  આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાની સંભાવના સેવાઈ રહી છે. 
ગુજરાત વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાઈ કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. દેશહિતની વાતોમાં કોંગ્રેસ પાછળ રહે છે. હવે મારા મત વિસ્તારનો લોકોની લાગણીને ધ્યાને આપીને તેઓ કહેશે તે પ્રકારે કરીશ. તેમ જણાવ્યું હતું.


કોણ છે ચિરાગ પટેલ?

ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય..
2022ની ચૂંટણીમાં વિજય મેળવ્યો...
3711 મતથી ભાજપના મહેશ રાવલને હરાવ્યા..
1990 બાદ કોંગ્રેસને ખંભાતમાં અપાવી હતી જીત..
ચિરાગ પટેલને મળ્યા હતા 69,069 મત ...
ચિરાગ પટેલ વ્યવસાસે કોન્ટ્રાક્ટર છે...
ચિરાગ પટેલે ધોરણ 10 સુધી કર્યો છે અભ્યાસ...
વાસણાના સરપંચપદે પણ કરી ચૂક્યા છે કામ...
સહકારી ક્ષેત્રમાં ચિરાગ પટેલ ધરાવે છે પ્રભુત્વ...