AnandToday
AnandToday
Friday, 15 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

મહામહોપાધ્યાય સ્વામી  ભદ્રેશદાસજીને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ડી.લી..ની ડીગ્રી એનાયત

કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામીએ બંને મહાનુભાવોને પુષ્પહારથી સન્માન્યા

આણંદ ટુડે I આણંદ
વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૬માં દીક્ષાંત સમારોહમાં ૨૧મી સદીના પ્રસ્થાનત્રયી  ભાષ્યકાર બી. એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશ દાસજીને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ડી.લી.ટ.ની ડીગ્રી એનાયત કરવામાં આવી છે. રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના સાનિધ્યમાં પદવીદાન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામીએ બંને મહાનુભાવોને પુષ્પહારથી સન્માન્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભારતની સનાતન વૈદિક પરંપરામાં આદિ શંકરાચાર્યથી લઈને અનેક આચાર્યોએ પોતાના સિદ્ધાંત અનુસાર ગીતા,ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય રચ્યાં હતાં. સદીઓના સમયગાળા બાદ એકવીસમી સદીમાં બી.એ.પી.એસ.ના  સ્વામી ભ્રદેશદાસજીએ માત્ર અઢી વર્ષના સમયાવધિમાં ભાષ્ય રચીને ઇતિહાસ સર્જ્યો  છે. સનાતન ધર્મનું ગૌરવ વધારનાર આ સંતવર્યને અનેક વિશ્વ વિદ્યાલયો તથા વિદ્વતસમાજ દ્વારા  ‘મહામહોપાધ્યાય’,  ‘વેદાંત ભાસ્કર’, 'વિદ્વતસાર્વભૌમ', 'દર્શન કેસરી', ' અભિનવ ભાષ્યકાર', વગેરે બહુમાનોથી સન્માનિત કરવામાં આવ્યા છે.