AnandToday
AnandToday
Thursday, 14 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ  

 તા. ડિસેમ્બર 15 December 

તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ) 

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાનભારતરત્નસરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ 

સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક, ભારતની એકતાના પ્રતિક, અખંડ ભારતના શિલ્પી, ભારતના ભાગ્યવિધાતા, દેશના પ્રથમ ગૃહ મંત્રી અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન ‘ભારતરત્ન’ સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન (1950) 

* ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનાં પ્રણેતાસમા ટી.એન.શેષાનનો જૂના મદ્રાસ રાજ્યનાં પલક્કડમાં જન્મ (1932) ઈ.સ.1996માં રેમન મેગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત કરાયાં હતાં શેષાન ઈ.સ.1997માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યાં અને હાર્યા હતાં 

* હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન (2021) જે હેલિકોપ્ટર તા. 8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થતા સીડીએસ જનરલ બિપિન રાવત સહિત 13ના મૃત્યુ થયા હતા   

* ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી બાઇચુંગ ભુટિયાનો સિક્કીમનાં ટિંકિટમમાં જન્મ (1976) તેમને ઈ.સ.1998માં ‘અર્જુન એવૉર્ડ’ અને ઈ.સ.2008માં ‘પદ્મશ્રી’ એવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે 

* બોલીવુડના ગાયિકા ઉષા મંગેશકરનો મધ્ય પ્રદેશમાં જન્મ (1935)  * મિકી માઉસનાં નિર્માતા, ચિત્રકાર અને ડિઝનીલેન્ડ અને વોલ્ટ ડિઝની વર્લ્ડનાં સ્થાપક વોલ્ટર એલિયાસ ડિઝનીનું અવસાન (1966) 

* ઇટાલીમાં પીઝાનાં ઢળતા મિનારાને મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો (2001) એક સમયે દુનિયાની અજાયબીઓમાં સ્થાન ધરાવનારો આ મિનારો ઈ.સ.1990માં મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો

  * એફિલ ટાવર બનાવનાર એન્જિનિયર અને આર્કિટેક્ટ એલેક્ઝાન્ડ્રે ગુસ્તાવ એફિલનો ફ્રાંસમાં જન્મ (1832) 

* ફ્રી સ્ટાઈલ રેસલિગના ભારતના મહિલા ખેલાડી ગીતા ફોગટનો હરિયાણાના બલાલી ખાતે જન્મ (1988) 

* બોલીવુડ અને બંગાળી ફિલ્મોના ગાયક, પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી, બાબુલ સુપ્રિયોનો પશ્ચિમ બંગાળના ઉત્તરપારા ખાતે જન્મ (1970) 

* બોલીવુડ અને ટીવી કલાકાર ગોગા કપૂર (1940), મૌલિ ગાંગુલી (1982)નો જન્મ 

* દ. આફ્રિકા પ્રવાસ અગાઉ ભારતને ઝટકો, ઈજાને લીધે રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાંથી બહાર, રોહિત શર્માને બદલે ગુજરાતના પ્રિયાંક પંચાલને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું (2021) 

* આંતરરાષ્ટ્રીય ચા દિવસ *